SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायालोकः १३७ भाव एव मुक्तिः । दुःखसाधनध्वंस एव स्ववृत्तिदुःखस्यात्यन्ताभावसम्बन्धः । स च साध्य एवेत्याहुः । तन्न । दुःखसाधनध्वंसस्य दुःखात्यन्ताभावसम्बन्धत्वे मानाभावात् । (९) दुःखध्वंसस्तोम एव मुक्तिरित्यपि वार्तम्, स्तोमस्य कथमप्यसाध्यत्वात् । (१०) त्रिदण्डिनस्तु आनन्दमयपरमात्मनि जीवात्मलयो मोक्ष इत्याहुः । तत्र लयो यदि एकादशेन्द्रिय-सूक्ष्ममात्राऽवस्थितपञ्चभूतात्मकलिङ्गशरीरापगमस्तदा नाम અત્યન્તાભાવ જ મોક્ષ છે તથા દુઃખસાધનોનો ધ્વંસ જ સ્વમાં વિદ્યમાન દુઃખના અત્યંતભાવ “સ્વ” ની સાથે સંબંધ છે. અર્થાત્ દુ:ખસાધનäસદ્વારા સ્વવૃત્તિદુ:ખનો અત્યંતભાવ સ્વમાં રહે છે અને તે જ મોક્ષ કે દુઃખસાધનોનો નાશ તો પુરુષપ્રયત્નથી સાધ્ય છે. આથી દુઃખાત્યન્તાભાવ નિત્ય હોવાને લીધે સ્વરૂપથી અસાધ્ય હોવા છતાં દુઃખસાધનધ્વંસ સ્વરૂપ સંબંધ દ્વારા સાધ્ય હોવાથી તેમાં પુરુષાર્થત્વની અનુપપત્તિ નહિ આવે. તત્ ૧૦ | પરંતુ આ વાત બરાબર નથી, કારણ કે ‘દુ:ખસાધનોનો ધ્વસ દુઃખાત્યન્તાભાવનો સંબંધ છે આ વાતમાં જ કોઈ પ્રમાણ નથી. અત્યન્તાભાવનો સર્વત્ર સ્વરૂપ સંબંધ જ યુક્તિસિદ્ધ છે. માટે દુઃખસાધનäસમાં દુઃખાત્યન્તાભાવના સંબંધપણાની અપ્રામાણિક કલ્પનામૂલક દર્શિત મુક્તિસ્વરૂપ પણ અપ્રામાણિક સિદ્ધ થાય છે. દુઃખäસસ્તોમ પણ મુક્તિ નથી (૯) ટુર્વઃ | કેટલાક વિચારકોનું એવું માનવું છે કે—દુઃખધ્વંસસમૂહ જ મોક્ષ છે. દુ:ખધ્વંસસમૂહનો અર્થ છે એક જીવમાં જેટલા દુઃખધ્વસ સંભવી શકે તેટલા બધા ય દુઃખધ્વસ. આથી કેટલાક દુઃખધ્વંસના સમૂહને લઈને સંસારી જીવમાં મોક્ષની આપત્તિ નહી આવે. પરંતુ આ મત પણ બરાબર નથી, કારણ કે સમગ્ર દુ:ખધ્વસમાં તત્ત્વજ્ઞાન પૂર્વે ઉત્પન્ન થયેલા દુ:ખધ્વંસનો પણ સમાવેશ થઈ જવાથી દુઃખનાશસમૂહ તત્ત્વજ્ઞાનથી સાધ્ય નહિ બને. આથી તત્ત્વજ્ઞાનપ્રાપ્તિ માટેનો મુમુક્ષુનો પ્રયત્ન નિરર્થક થવાની આપત્તિ આવશે. પરમાત્મામાં આત્માના લયસ્વરૂપ મુક્તિ-ત્રિદંડિમત (૧૦) ત્રિદ્ર ત્રિદંડી વેદાન્તીનું એવું કથન છે કે–‘આનંદમય પરમાત્મામાં જીવાત્માનો લય એ જ મોક્ષ છે. તેમનો આશય એવો છે કે પરમાત્મા આનંદમય છે. આનંદનો સાગર છે. જીવ એનો અંશ હોવા છતાં અનાદિકાળથી વિવિધ દુઃખોથી પીડિત છે. આથી તે દુઃખોથી રક્ષણ મેળવવા માટે આનંદમાં નિમગ્ન થવા આતુર છે. પરંતુ જીવાત્મા શરીરની અંદર બંધાયેલ છે. આથી જેવી રીતે બાટલીની અંદર પાણી ભરીને તે બાટલીને પેક કરી જલમય સરોવરમાં નાંખવામાં આવે તો પણ સરોવરના મુક્ત જલસમુદાયમાં તે પાણી લીન નથી થઈ શકતું, તેવી જ રીતે આનંદમય પરમાત્માના અંશસ્વરૂપ જીવ પણ આનંદમય હોવા છતાં શરીરમાં બંધાયેલ હોવાને લીધે આનંદમય પરમાત્મામાં લીન નથી થઈ શકતો. જેમ સરોવરમાં જલપૂર્ણ બાટલી ફૂટી જાય તો બાટલીનું અંદરનું પાણી સરોવરના મુક્ત પાણીમાં લીન થઈ જાય છે તેમ શાસ્ત્રોક્ત ઉપાય દ્વારા
SR No.009262
Book TitleMuktivad
Original Sutra AuthorN/A
AuthorGadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
PublisherShrutbhuvan Sansodhan Kendra
Publication Year2015
Total Pages285
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy