SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે સુધરી જતા હોઈએ છીએ, પણ લાંબો સમય ટકી શકતા નથી, જેવા સંજોગો આવ્યા કે પાછા હતા ત્યાં આવીને ઊભા રહી જઈએ છીએ. તમે તમારા સ્વભાવને એવો સુંદર બનાવો કે તમારી સામે ગમે તેવું દૂષિત વાતાવરણ આવી જાય તોય તમે તમારા સ્વભાવમાં રહી શકો, ચલિત ન બનો. કષ્ટોના સંયોગો સર્જાય કે અનુકૂળતાના આકર્ષણોનાં સંયોગ સર્જાય, તોય તમારા સ્વભાવથી વિચલિત ન બનો. તરાજુ કે બિના માલ તુલેગા નહીં. ચાબી કે બિના તાલા ખુલેગા નહીં મન મલિન હો તો હજાર બાર તિર્થ કરો આત્મા પર લગા પાપ ધુલેગા નહીં. સ્વભાવ સુધારો : રાજાએ મંત્રી પાસે બિલાડીના સ્વભાવ વિશે વાત કરી. મંત્રી ! મારી બિલાડી એટલા સુંદર સ્વભાવની છે કે તેના તોલે કોઈ ન આવે. મંત્રીએ કહ્યું “અચ્છા બિલાડી સુધરી ગઈ? સારું કહેવાય.” “જુઓ મંત્રી, હું રાત્રે ૯ વાગે એક ગ્રંથ વાંચવા બેસું છું. ત્યારે એ બિલાડી મારી પાસે આવીને ઊભી રહે છે. એના માથા ઉપર હું દીવો મૂકીને ગ્રંથ વાંચુ છું. બરાબર એક કલાક સુધી હું ગ્રંથ વાંચન કરું છું, છતાં બિલાડીના માથે મૂકેલો દીવો પડે નહીં એવી સ્થિર બિલાડી ત્યાં જ ઊભી રહે છે.” મંત્રીએ વાત સાંભળી મૌન ધર્યું. રાત્રે ૯ વાગે રાજા ક્રમ પ્રમાણે ગ્રંથ વાંચવા બેઠા હતા. મંત્રીએ સમય જોઈ ધીમે રહી બિલાડીની સામેના દરવાજેથી એક ઊંદર છોડ્યો. ઊંદર બિલાડીની નજરમાં દેખાઈ ગયો! ખલાસ... બિલાડીએ છલાંગ લગાવી,. ગ્રંથ ઉપર તેલ તેલ થઈ ગયું. બિલાડીની છલાંગ જોઈ રાજાને આશ્ચર્ય થયું. ત્યાં જ મંત્રીએ રૂમમાં પ્રવેશ કર્યો. “રાજન! તમારી બિલાડીને સુધરેલી કહેતા હતા ને? જુઓ, સંજોગ ભલભલાના સ્વભાવને બદલાવી નાંખે છે. માટે ગર્વ ન કરો. બિલાડી ત્યાં સુધી સુધરેલી રહે છે, જ્યાં સુધી એની સામે ઊંદર દેખાયો. નથી.” આ વાત એ દર્શાવે છે કે માણસનો સ્વભાવ પણ આવો જ હોય છે. જ્યાં સુધી કોઈ નિમિત્ત નથી આવતું, ત્યાં સુધી શાંત-ઉપશાંત જણાય છે. પરંતુ સંજોગો નિમિત્તો આવે કે માણસ પોતાનો ઓરીજીનલ સ્વભાવ બતાવે છે. એટલે માણસ કેટલો શ્રેષ્ઠ છે અને દઢ છે તે તેના સંજોગો ઉપરથી જણાય છે. - સંતોનો યોગ - ધર્મનો યોગ, આપણા પડી ગયેલા વિકૃત સ્વભાવને છોડી ક્ષમાદિના ભાવને અને શાંત સ્વભાવને પામવા માટે છે. સંતના માધ્યમે જીવનને ઉપવન સમું બનાવી દઈએ. લખી રાખો, તમે સંતોના સંગ દ્વારા નહીં સુધરો, ધર્મના માધ્યમે નહીં સુધરો, તો તમને તમારાં સંજોગો સુધારશે. તમને તમારા દુઃખો સુધારશે અને દુનિયામાં સૌથી મોટો ગુરુ સમય છે. માણસને છેલ્લે એનો સમય સુધારશે. | હિંસક સ્વભાવને અહિંસક બનાવવા, પાપી સ્વભાવને પુણ્યશાળી બનાવવા, સંજોગો-દુઃખો કે સમયની રાહ જોવા ઊભા ન રહેશો. આજે જ અંતરનું અવલોકન કરી ધર્મ, સંત શાસ્ત્રના માધ્યમે આપણે આપણા સ્વભાવને સુધારી દઈએ. પુષ્ય સૌરભ આપવાનું ન છોડ્યું, નદીએ વહેવાનું બંધ ન કર્યું. સૂર્યે ઊગવાનું કાર્ય અવિરત કર્યું. ઓ માનવી, તે તારું કર્તવ્ય કેમ છોડ્યું? પાણીના રેલાને વાળવો સહેલો છે, તેલની ધારને વાળવી થોડી અઘરી છે, લોખંડના સળિયાને વાળવો તે વધુ કઠીન છે. પરંતુ માનવીને પાપના માર્ગેથી ધર્મના માર્ગે વાળવો ઘણો જ દુષ્કર છે. લખી રાખો, આ ઉચ્ચ અવતાર પામીને જો ન સુધર્યા, જીવનને પાપથી ન બચાવ્યું, ધર્મના માર્ગે ન લગાડ્યું તો અંત સમયે પસ્તાવા સિવાય હાથમાં કંઈ નહીં રહે. આ અવતાર વારંવાર નથી મળતો. અનેક ભવની પુયરાશિ હોય તો જ ભગવાન મળે, ભગવાનના સંતો મળે અને ભગવાનનો ધર્મ મળે. માટે જ જીવનમાં કહ્યું છે, અવતાર માનવીનો ફરીને નહીં મળે, અવસર તરી જવાનો ફરીને નહીં મળે. આવો યોગ જીવને બહુ જ ઓછો પ્રાપ્ત થાય છે. જે આપ મહા ભાગ્યે -૧૪૯ -૧૫o
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy