SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પામ્યા છો. બસ હવે, આ ભવે આપણે આપણા સ્વભાવને ક્ષમાવંત બનાવીએ, ઉદાર બનાવીએ, મધુર બનાવીએ, પ્રેમ-સભર, મૈત્રી-સભર બનાવીએ, તે માટે જ આપણે સાધના કરી રહ્યા છીએ. વરસોથી ધર્મ કરીએ અને આપણો સ્વભાવ ન બદલીએ, તો બિલાડીની જેમ સંજોગો. આવશે, ત્યારે પાછા વહી રફતારમાં જોડાઈ જવાશે. માટે મહાવીરના ધર્મને માત્ર બહારથી નહીં, ભીતરથી આચરણ કરતા રહીએ. બહારથી પ્રવૃત્તિ બદલીએ, અંતરથી વૃત્તિ બદલીએ, અંતરથી શુદ્ધ બનીએ, બહારથી. સ્વસ્થ બનીએ. અનાદિના પડી ગયેલા સંસારપણાના સ્વભાવનો પરિત્યાગ કરી ત્યાગ-સંયમના સ્વભાવને દઢ કરવાનો પુરુષાર્થ કરીએ. કારણ, આપણે આપણી જાત સુધારવા સિવાય મેં અને તમે કાંઈ કરવાનું બાકી નથી રાખ્યું. આ ભવમાં તમે તમારા મનને વશ કરો, સંયમના ઉંડા સંસ્કારો પાડો, ધર્મના રંગથી રંગી દો. નહીંતર તમારૂ મન તમોને મોહના રંગથી રંગી નાખશે. પછી તે મોહનો રંગ ઉડાડતા યુગોને ભવો પણ ઓછા પડશે. પુછો બહેનોને, રસોડામાં પ્રત્યેક કાર્યમાં ડાઘ-પાણી સાફ કરવામાં ઉપયોગી કપડુ મસોતું હોય છે. શું તેને ટીનોપોલથી ધોવો છો કે પછી બધા કપડા ધોવાય ગયા બાદના પાણીમાં બોળીને શુકવો છો ? બસ, આપણું મન પણ મોહની પ્રત્યેક પ્રવૃત્તિમાં જોડાઈને મસોતા કરતાય વધુ કાળુ ઢબ બની ગયું છે તેને ધોવાનો ઉજ્વળ બનાવવાનો એકજ માર્ગ છે ધર્મ આરાધના, પ્રભુની ભક્તિ પ્રભુ તુમ બિન કોણ ધૂએ દુર્ગણી મન મારું... દૂર્ગણો ધોઈ વિભુ ઉગારો મન મારૂ... પ્રભુ... બસ પ્રભુ, હું તારી ભક્તિ કરતા કરતા મારા મનડાને વાળુ, પાપોથી પખાળું અને મનના ઘોડાની લગામ મારા હાથમાં રાખી એને મોક્ષમાર્ગે આગળ લઈ જાઉં. એટલી કૃપા કરજે. કેશીસ્વામીએ ગૌતમ ગણધર ગુરુરાજને પ્રશ્ન કર્યો હતો કે ગૌતમસ્વામી, આપે આપના મનના ઘોડાને કઈ રીતે વશ કર્યો છે? ત્યારે ગૌતમ સ્વામીએ ઉત્તર આપતા જણાવ્યું કે હે કેશ મુનિવર, મારા મનના દુષ્ટ ઘોડાને મેં ધર્મરૂપી શિક્ષાથી વશ કર્યો છે. શાન્ત બનાવ્યો છે. બસ, આપણે પણ આખા જગતને સુધારવાની તમન્ના કર્યા વિના સૌ પ્રથમ આપણે આપણા મનના સ્વભાવને, મનની મલીનતાને સુધારી મનને ઉજ્વળ અને ઉચ્ચતમ વિચારોનું કેન્દ્ર બનાવી જીવનને ધન્ય બનાવીએ. ઉત્સાહને જીવંત રાખો મોક્ષ માર્ગના સપનાં સાકાર કરવાનો શ્રેષ્ઠ રાજ માર્ગ પ્રભુ મહાવીર સ્વામીએ જગત જીવોને બતાવ્યો છે. મોક્ષ જેને પ્રાણ-પ્યારો બને છે તેઓને માર્ગમાં આવતાં કષ્ટો કષ્ટરૂપ લાગતાં નથી તે તો કષ્ટોને ગૌણ બનાવી આગળ જ વધતા રહે છે. મોક્ષ મેળવવાનો ઉત્સાહ જ માર્ગમાં આવતા પરિષહોને, દુઃખોને સહન કરી લેવામાં જીવને સફળ બનાવે છે. સંતજનો માટે ઉત્સાહ જ ઉત્સવ છે. માટે મુનિભગવંતો પ્રત્યેક પળે ઉત્સાહમાં જ હોય છે. દસ પ્રાણો ત્યારે જ આનંદવિભોર બને છે જ્યારે જીવનમાં અગિયારમો પ્રાણ ઉત્સાહ ભળે છે. ઉત્સાહ વિનાનું જીવન એટલે ક્લેવર જેવું જીવન. જીવનને વન પણ બનાવી શકાય અને ઉપવન પણ બનાવી શકાય. સવાલ તમારા ઉત્સાહ અને નિરુત્સાહનો છે. ઘણા માણસો આખા ભારતનું ટેન્સન તેના માથે મુકાયું હોય તેવા મૂડલેસ થઈ જીવતા હોય છે. જ્યારે ઘણા માણસો હજારો મુશ્કેલીઓ વચ્ચે પણ ખડખડાટ હસી લઈ જીવનની યાત્રાને આગળ ધપાવતા હોય છે. યાદ રહે, કર્મો કરવામાં જીવ એટલો ઉત્સાહિત બને છે, એટલો કર્મો છોડવા ધર્મ આરાધનાની બાબતમાં ઉત્સાહિત બનતો નથી. જેથી ધર્મમાં સ્વાદ આવતો નથી. શીરો બનાવ્યો હોય પણ સાકર નાખવાની રહી જાય તો સ્વાદ ન આવે. બરાબરને? તો ધર્મ કરો પણ ઉત્સાહિત બનીને, જો ન બને તો ધર્મ અનુષ્ઠાનનો આસ્વાદ આવે અને સ્વાદ વિનાનો શીરો જો ગળે ન ઊતરે તો ઉત્સાહ વિનાનો કરેલ ધર્મ હદયમાં ક્યાંથી ઊતરે? તમે તમારા કાર્યમાં સફળ થાવ કે નિષ્ફળ, સંયોગો સવળા પડે કે -૧૫૧ -૧૫ર
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy