SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ મનનો ઉત્સાહ જ ઉત્સવ છે આવે. પરિવાર સાથે નહીં આવે. તમારા આત્માને જ ભોગવવાં પડશે. અને કરેલાં કર્મો જ્યારે તમને નડશે, ત્યારે નહીં રડતા આવડે, નહીં સહતા આવડે. કવિએ પણ કર્મો બાંધનારની દશાનું વર્ણન કર્યું છે. કર્મો કરેલાં મુજને નડે છે, હિબકા ભરીને હૈયું રહે છે. દેહની નારડીને પેલે પાર લઈ જવાના અરમાનવાળા આત્માઓ એ દેહની નાવડીમાં કર્મોનો ભાર નહી ભરવો જોઈએ નહીંતર નાવિક અને નાવડી બન્ને સાગરના તળિયે બેસી જાય. ખેર! આ કાયાને કર્મો બાંધવામાં નહીં, કર્મ ખપાવવામાં લગાડવાની. એ કર્મો ખપાવવા માટે બન્ને હલેસાં યથાર્થ લગાવવા પડશે. સમ્યકજ્ઞાન અને સમ્યકક્રિયા વડે જ કર્મો ખપી શકે છે. એ વાત ક્યારેય ભૂલશો નહીં. સેવાથી શાતા મળે બાહુબલિને શરીર સશક્ત મળ્યું તેનું કારણ જાણો છો ? પૂર્વ ભવમાં ૫૦૦ સાધુની મન મૂકીને સેવા કરી હતી. જ્ઞાનાભ્યાસની અંતરાયને લઈ બાહુબલિના આત્માએ દઢ સંકલ્પ કર્યો હતો કે જ્ઞાની-તપસ્વી અને વૃદ્ધવડીલ સાધુ સંતોની સેવા કરું. બસ, આ સેવાના અભિયાને તો ગજબની . શાતા બંધાવી અને બાહુબલિનો ભવ મળ્યો. ત્યારે એમનો દેહ એવો શક્તિ સંપન્ન હતો કે ભરતને એક મુઠ્ઠી મારે તો જમીનમાં ગાળી દે. સેવાના આવા ફળ બાહુબલિને મળ્યાં હતાં. ચાલો ત્યારે, શરીરને સુખસીલિયું ન બનાવતાં, સાધના આરાધનામાં લગાડવા તૈયાર બનીએ. પેલા બન્ને પાગલોને નાવડું મળી ગયું. બન્ને બેસી ગયા. હલેસાં ખૂબ માર્યા. રાત આખી હલેસાં મારવાં છતાં આપણું નાવડું તનું માત્ર ખસ્યું નથી. હાય! પારાવાર પસ્તાયા. આખી રાતની. મહેનત નિષ્ફળ, કારણ શોધ્યું, કેમ આગળ ન ગયા? ત્યારે ખબર પડી . કે નાવડાનું લંગર છોડવાનું તો ભૂલી જ ગયા હતા. આપણને પણ લાગે. છે કે આપણે આગળ વધીએ છીએ, પણ ખબર પડે ત્યારે ત્યાંના ત્યાં જ હોઈએ. તો આપણે આપણા લંગરને છોડીએ અને મોક્ષયાત્રાનો પ્રારંભ કરી દઈએ. એજ મંગલ ભાવના. મલકને બદલી નાખવાની તમન્ના કરવા કરતાં આપણે આપણા મનને બદલી નાખવાની તમન્ના અને ભાવના કરવી જોઈએ. કારણ મલક બદલવામાં આપણે પરતંત્ર છીએ. પરંતુ જ્યારે ધારીએ ત્યારે આપણે આપણા મનને બદલી શકવા સમર્થ છીએ. પણ મનને વાળવું-બદલવું અને શાંત બનાવવું ધારીએ છીએ એટલું સરળ નથી, રત્નાકર મુનિવરે એટલે તો જણાવ્યું છે કે “હે પ્રભુ! મર્કટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે.” જે મનના વિચિત્ર સ્વભાવને લઈ મુનિઓ પણ થાકી જાય, તો સંસારીનું મન, સંસારી પ્રાણીની શી દશા કરે એ તો ભગવાન જાણે. મનને સમ્યક્ માર્ગે વાળવાનું કાર્ય બેના હાથમાં છે ! એક સંતોના સત્સંગમાં અને બીજું શાસ્ત્રના વાંચનમાં. શ્રવણ દ્વારા મન બદલાય છે, મન અંતર્મુગ્ધ બને છે. સત્સંગ અને વાંચનરૂપી ધર્મ વડે મર્કટસમા મનને બદલવાનું કાર્ય કરવાનું છે. મનનો સ્વભાવ છે અભાવ તરફ જવાનો. મારી પાસે શું છે તે ક્યારેય મન જોવા રાજી નથી. પરંતુ મારી પાસે શું શું નથી ? તેનું લિસ્ટ બનાવી, તમોને દુનિયાના ચોગાનમાં ઢોરની માફક ચારેય દિશામાં દોડાવે છે, યાદ રાખજો, મનની ડીમાંડ (Demand) પૂરી કરવા જીવન ગુજારશો તો રીમાંડ (Remand) સહવાની તૈયારી રાખજો. કાન સાંભળીને થાકે છે. આંખ જોઈને વિરામ માંગે છે. નાક અતિ સુગંધ વડે કંટાળે છે. જીભ બોલીને પોરો ખાય છે. દેહને આરામની જરૂર પડે છે, પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે મન ક્યારેય થાકતું નથી કે નથી અટકતું. એ તો ચોવીસે કલાક ચાલ્યા જ કરે છે. દિવસના કલ્પના કરી દુઃખી કરે છે. રાત્રે સપના દેખાડી દુઃખી કરે છે. આ કલ્પના અને સપના નામની બે સ્ત્રીઓ સાથે મન લગ્ન ગ્રંથીથી જોડાઈ ગયું છે. આજના દિવસે મનને બદલવા માટે મનને ઓળખવા માટેના સંકલ્પ કરીએ, મનના કહ્યા પ્રમાણે ઘણું જીવ્યા. હવે આપણું કહ્યું આપણે મનની પાસે કરાવવાનું છે. -૧૪૮ ૧૪
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy