SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૫ દાન આપનાર જગતમાં યશ-કીર્તિ-પ્રતિષ્ઠા મેળવે છે. અર્થાત્ અપજશ દૂર થાય છે. તે જીવની આગળ કોઈ વસ્તુ દુર્લભ ન થાય. જે દાન આપે તથા બીજાને દાન આપવાની પ્રેરણા કરે છે તે કૃતપુણ્યની જેમ સુખી થાય છે. ...3 દુહા : ૪ કૃતપુણ્ય પાંચે ઈન્દ્રિયોના સંપૂર્ણ સુખો ભોગવતો હતો. મદનમંજરી ગણિકાને ત્યાં ભોગવિલાસમાં અનુક્રમે બાર વરસ પસાર થયા. રહેતી હતી. ૯૪ ઢાળ : ... Gu આ બાર વર્ષની સમયાવધિમાં બાર ક્રોડ સોનામહોરો ગણિકાના મહેલમાં ઠલવાણી. ધનેશ્વર શેઠ અને સુભદ્ર શેઠાણીનો સ્વર્ગવાસ થયો. હવે હવેલીમાં માત્ર એકલી સોહાસણિ જ ... GE હવેલીમાં રહેલું ધન ગણિકાના આવાસે ચાલ્યું ગયું. મા-બાપ પણ દુનિયા છોડીને ચાલ્યા ગયા, ત્યારે સુહાસણિએ (ઘરસંસાર ચલાવવા) રેંટિયા વડે કાંતવાનું પ્રારંભ કર્યું. *** ૯ કહ્યું છે કે -સર્વ દિવસો એક સમાન નથી જતા. સૂર્ય અને ચંદ્રની કળા પણ વધઘટ થાય છે. પાંચે પાંડવો હસ્તિનાપુર છોડી વનમાં ભમવા લાગ્યા. ... ૯૮ લક્ષ્મી અસ્થિર-ચંચળ છે તેવું જાણી ચતુર માનવ ભૂલ કરતા નથી. અવસર આવે ત્યારે અવશ્ય પુણ્ય ઉપાર્જન કરે છે. ... CC જે સમયે પુણ્ય ખૂટયું ત્યારે ધનેશ્વર શેઠ અને સુભદ્રા શેઠાણી પરલોક ચાલ્યા ગયા. હવેલીમાં રહેલી સુહાસિણી ‘વધૂ’ ઝૂરણા કરવા લાગી. ... ૧૦૦ (બીજી બાજુ પૂર્વક્રમ અનુસાર) વેશ્યાએ પોતાની દાસીને સુવર્ણ લેવાના બહાને ધનેશ્વર શેઠના ઘરે મોકલી. દાસી શેઠની હવેલી પાસે આવી. ...૧૦૧ તેણે જોયું કે ધનેશ્વર શેઠની હવેલી સૂમસામ થઈ ગઈ છે. ત્યાં કોઈ ચહલપહલ દેખાતી નથી. (એક ખૂણામાં) એક સ્ત્રી બેઠી હતી, જે રેંટિયા (ચરખા) વડે રૂ કાંતતી હતી. ૧૦૨ સોહાસણિએ તે દાસીને જોઈ. તે તરત જ ઓળખી ગઈ. તેણે તેને અંદર બોલાવી પૂછયું, ‘‘કહે તું અહીં શા માટે આવી છે?’’ ... ૧૦૩ દાસીએ કહ્યું, ‘“હું ધન લેવા માટે આવી છું. મને ગણિકાએ મોકલી છે. પરંતુ અહીં તો માલ મિલકત હોય તેવું નજરે ચડતું નથી.’’ ૧૦૪ સોહાસણિ ઉત્તમ કુળની કન્યા હતી. તેણે વિચાર્યું, ‘જો હું ધન નહીં આપું તો રખે ગણિકા તેને હડધૂત કરી દુ:ખ પહોંચાડે!' ... ૧૦૫ સોહાસણિએ પતિના સુખ માટે એક ટોપલીમાં પોતાના આભૂષણો ભર્યાં. તેના ઉપર તેણે રૂની પૂણી (કાંતવા માટે પીંજેલા રૂનો વણીને બનાવેલો લાંબો ગોળ આકાર) મૂકી. . ૧૦૬ સોહાસણિએ ટોપલી દાસીના હાથમાં આપી. દાસી લઈને ચાલતી થઈ. તેણે આવીને અક્કા (ગણિકાની માતા)ના હાથમાં ટોપલી આપી. ગણિકાએ જ્યારે પૂણી જોઈ ત્યારે (લમણે હાથ દઈ) વિચાર્યું, ‘કૃતપુણ્ય હવે નિર્ધન બન્યો છે.’ ... 906 ...૧૦૮
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy