SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૬ ... ૧૧૨ અક્કાએ તરત જ મદનમંજરી નામની ગણિકાને બોલાવીને કહ્યું, “કૃતપુણ્યની હવે હકાલપટ્ટી(વિદાય) કરો. (તેના ઘરેથી હવે ફુટી બદામ પણ મળે એમ નથી.) ..૧૦૯ (મદનમંજરી કૃતપુણ્યને અંતરથી ચાહતી હતી) ગણિકાએ કહ્યું, “દેવકુમાર જેવા (ભોળા, ભદ્રિક) કૃતપુણ્યને હું નહીં છોડી શકું. અક્કા! આપણે કૃતપુણ્યના ઘરનું ઘણું ધન મેળવ્યું છે. (પૂર્વ કૃતપુણ્યના પિતાએ ઘર ખાલી કરી આપણને ઘણી સુવર્ણમુદ્રાઓ આપી છે.)'' ...૧૧૦ અક્કાએ કાનભંભેરણી(ઊંધી દોરવણી) કરતાં કહ્યું, “બેટી! શેરડીમાંથી ગળપણ ચૂંસી લઈ તેનો નીરસ બનેલો કૂચો ફેંકી જ દેવાય છે.(કૂચાનું સ્થાન કચરાપેટી જ હોય!) ... ૧૧૧ પુત્રી ! નિર્ધન એ એક પ્રકારનો સાપ છે. સાપને ઘરમાં ન રખાય. સાપને ઘરમાં સંગ્રહવાથી કદી લાભ ન થાય. તે જતાં જતાં પણ એક-બે જણને અવશ્ય કરડીને પછી જ જાય. વળી, હે દીકરી! હંસ હંમેશા સુકાયેલા તળાવનો ત્યાગ કરે છે. બાખડ ઢોર (વિયાયાને ઘણો સમય થઈ જવાથી દૂધ આપવાનું બંધ થઈ ગયું હોય તેવી ગાય-ભેંસ આદિ)ને પોતાના આંગણામાં કયો ગૃહસ્થ બાંધી રાખે? કહે જઉં.' મદનમંજરીએ અક્કાને (દાણો દબાવી જોવા) ઉત્તર આપતાં કહ્યું, “માતાજી! તમે સાંભળો. સારસ નામનું પક્ષી ભલે સરોવર સુકાઈ જવાથી તેનો ત્યાગ કરે છે. ...૧૧૪ પરંતુ સરોવરની પાળ (કિનાર) કદી છોડતો નથી, પછી ભલે સરોવર નિર્જળ બને. ખરેખર! ઉત્તમ પુરુષો સ્વીકારેલ (સગપણ-સંબંધ) વસ્તુ કદી છોડતાં નથી.” .. ૧૧૫ મદનમંજરીના વેણ સાંભળી અક્કા ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. “નાદાન છોકરી! તું ગણિકા ધર્મના મર્મને જાણતી નથી.” એમ કહી પગ પછાડતી ત્યાંથી ઉઠીને ચાલી ગઈ....૧૧૬ (અક્કા કૃતપુણ્યને માનભંગ-હડધૂત કરી કાઢવાનો અવસર શોધવા લાગી.) ગણિકા મહેલના સાતમે માળે ગઈ, જ્યાં કૃતપુણ્ય સૂતો હતો. અક્કાએ કઠોર બની તેને ઉઠાડતાં કહ્યું, “કૃતપુણ્ય!પાટ, ઢોલીયા (ખાટલા) આદિની સફાઈ કરવી છે.” ભોળો કૃતપુણ્ય છઠ્ઠા માળે આવ્યો છે. તે સમયે ગણિકાએ જાણી જોઈને ચંદરવો છોડી, જોરથી ઝાટક્યો. ચંદરવો રજથી ભરેલો હતો, તેથી પુષ્કળ પ્રમાણમાં ખેહ (ધૂળ) ઉડી. ...૧૧૮ કૃતપુણ્ય ત્યાં ઊભો ન રહી શક્યો, તે તરત જ નીચે ઉતરી પાંચમી મંજિલે આવ્યો. ત્યારે ત્યાં રહેલી ગણિકાએ શેત્રુંજી(જાજમ) ઝાટકવાની શરૂઆત કરી. હવે, ભાભો કૃતપુણ્ય ચોથા મજલે આવ્યો... ૧૧૯ ત્યાં રહેલી ગણિકાએ દિવાલો સાફ કરવાનો દેખાવ કર્યો. સાલસ કૃતપુણ્ય ત્યાંથી પણ નીચે ઉતર્યો. તે ત્રીજા માળે આવ્યો. .. ૧૨૦ ત્યારે ગણિકાએ પરસાળ ધોવાનું શરૂ કર્યું. ભલો કૂતપૂણ્ય ત્યાંથી નીસરી ગણિકા મહેલની બીજી મંજિલે આવ્યો. ...૧૨૧ ત્યારે ત્યાં ગણિકા કપડાં ધોતી હતી. તે કૃતપુણ્યને જોઈ વક્રતાથી પાણી ઉડાવવા લાગી. ત્યારે નરમ સ્વભાવનો કૃતપુણ્ય ત્યાંથી નીચે ઉતર્યો. ... ૧૨૨ તેણે ઘણાં આભૂષણો પહેર્યા હતાં. વળી, સુંદર વસ્ત્રો પરિધાન કર્યા હોવાથી દીપતો હતો. તેને જોઈને કપટી અક્કાએ કહ્યું. .. ૧૨૩ “હે સ્વામી! અહીં સરોવર પાસે બેસો. હું તમને સ્નાન કરાવું.” ત્યારે દાસી વસ્ત્રો, આભૂષણ
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy