SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ •.. oo ...૮૦ આસાવરી, સિંધુડો, કલ્યાણ જેવા રાગો ઢોલ કે ભેરી જેવા વાધમાં સાંભળી શૌર્ય પ્રજાળી ઉઠતું. પરદો, પરજીઓ, હુસેની રાગજેની બુદ્ધિ તીવ્ર હોય તે જ સમજી શકે છે. જેજેવંતી અને મેવડો રાગ સાંભળીને દેવલોકના દેવ પણ કામભોગમાં ગાઢ બને છે. વેરાડી અને ગાંધાર રાગને જે માનવ સમજી શકે તે નર બુદ્ધિશાળી ગણાય છે. ... ૦૮ વૃંદાવની અને સારંગ રાગ જ્યારે વગાડે ત્યારે મૂર્ણ માનવ પણ માથું ઘણાવવા લાગે છે. અનલા, ગોડી, મેઘ, મલ્હારો, અધૂરસ, પરજીઓ જેવા કેટલાય વિવિધ રાગો છે. ... ૦૯ ઉપરોક્ત રાગો ઉપરાંત મદનમંજરી ગણિકા બીજા કેટલાય રાગો વીણાના સૂરથી છેડતી હતી. મદનમંજરીનું સૌંદર્યવાન મુખડું જોઈ ચંદ્ર પણ મૃત્યુલોકની ઉપેક્ષા કરી ચાલ્યો ગયો હતો. મદનમંજરીના મસ્તકે કાળો ભમ્મર લાંબો ચોટલો છે, જેને જોઈને નાગ પણ શરમથી પાતાળ લોકમાં ચાલ્યો ગયો. તેના બન્ને કાનમાં ઝાલિ છે, જે સૂર્યમંડળની જેમ ચમકે છે. ...૮૧ તેની અણિયાળી આંખો મૃગ જેવી ચપળ છે. તેના ગાલમાં ખંજન પડે છે. તેની નાસિકા પોપટની ચાંચ જેવી અણિયાળી છે. તેના હોઠપરવાળા જેવા પાતળા અને ચણોઠી જેવા લાલ છે. ...૮૨ તેની નિર્મળ દંતપંક્તિ છે. તે મધુર વાણી બોલે છે. તેનું રૂપ નાગકુમારી કે રંભાની તોલે ન આવે. તેના ગળામાં સુવર્ણનો હાર છે. તેની બાંયે બાજુબંધ બેરખાં છે. ... ૮૩ તેના પયોધર સુવર્ણ કુંભ જેવા શોભે છે. કામી પુરુષો તેને એકીટશે જુએ છે. તેણે બત્રીસ દોરી વાળું કંચુક પહેર્યું છે. કૃતપુણ્ય તેને રસીકલની મોહકભાવે જોઈ રહ્યો. તેની ભુજા જાણે કમળની લાંબી નાળ ન હોય ! તેણે હાથમાં સુવર્ણની ચૂડીઓ પહેરી છે. ચિત્તાની કેડ જેવી તેની કેડનો વળાંક છે. કેળના સ્તંભ જેવી તેની બે પાતળી સાથળો છે.(જાણે રંભાને જોઈ લ્યો!) ...૮૫ મદનમંજરીએ કુંજ વસ્ત્રો પહેર્યા હતાં. જેમાં મોર, હંસ અને પોપટના ચિત્રો આલેખાયાં હતાં. તે ગજગતિએ (હાથીની જેવી ડોલતી અને મગરૂર ચાલે) ચાલતી ત્યારે શોભી ઉઠતી. તેના પગમાં પહેરેલાં કનકનાં પાયલ ગુંજી ઉઠતા. ...૮૬ તેના પગનાં તળીયા અને નખ લાલ રંગના હતા. તેના રૂપને જોઈ માર્ગ પર જતાં પશુ (મૃગ)ઓ પણ મોહિત થતાં. (કૃતપુણ્ય અને મદનમંજરી બન્ને કામદેવ અને રતિ જેવાં સુંદર હતાં) ભાગ્યવશ બન્નેની સરખે સરખી જોડી મળી હતી. મદનમંજરી કૃતપુય સાથેભોગવિલાસ કરવા લાગી. .. ૮૦ કૃતપુણ્ય અતિશય સુખ ભોગવી રહ્યો હતો. ખરેખર!હાથ દ્વારા અપાયેલું દાન વ્યર્થ જતું નથી. જે આપ્યા વિના ઘણું મેળવવાની ઈરછા કરે છે, તે એક લંગોટી પણ મેળવી શકતો નથી. ...૮૮ આપ્યા વિના અધિક સુખ ક્યાંથી મળે ? દાનથી જ સ્ત્રી, સંપત્તિ અને પશુધન મળે છે. દાનથી જ કૃતપુણ્યદેવ બન્યો અને દાનથી જ સંપૂર્ણ સુખ ભોગપામ્યો. આ જગતમાં પાંચ પ્રકારનાદાન કહ્યા છે. અભયદાન, સુપાત્રદાન અપાર છે. આ બે દાનથી મુક્તિ પ્રાપ્ત થાય છે અથવા દેવગતિ કે મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે. ... ૯૦ | ઉચિતદાન, અનુકંપાદાન અને કીર્તિદાન આપતાં જીવને ભોગોપભોગનાં સાધનો અને સંપત્તિ મળે છે. વળી, જે વ્યક્તિ હર્ષપૂર્વક(ઉલ્લાસથી) દાન આપે છે તે પરંપરાગત મુક્તિલક્ષ્મીને પામે છે. ...૯૧ જે દાન આપતો નથી તેને ઉપરોક્ત સર્વ દુર્લભ બને છે. દરિદ્રપણું તેની પાછળ પાછળ ચાલે છે. તેનાં શરીરમાં રેવણી નામનો રોગ થાય છે. (દુર્ગધના કારણે)કોઈ તેની સાથે બેસતું નથી. ...૯૨
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy