SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૩ સમજતા નથી. આવા નિર્મોહી પતિથી શું સરે? શાભલિ વૃક્ષ દેખાવમાં સુંદર છે પરંતુ તેની પાસેથી શું પ્રાપ્ત થાય ?'' ...૬૫ નગરજનો છડે ચોક વાતો કરતા હતા. આ વાત સુભદ્રા સાસુના કાને પહોંચી. તેમણે પતિને કહ્યું, “આપણો પુત્ર કયવન્તો સંસારના ભોગવિલાસને જાણતો નથી.” ધનેશ્વર શેઠે (વિલંબ કર્યા વિના) આ વાત હૈયે ધરી. તેમણે વિચાર કરીને તરત જ મિત્રોને તેડાવ્યા. તેમણે ઘરમાંથી ત્રણ રત્નો લાવી મિત્રની પછેડીના છેડે બાંધ્યા. (લોક લજ્જા અને કુળની કીર્તિને પગની એડી નીચે ચગદીને મિત્રને કહ્યું, “મિત્રો! આપણા રાજ્યની નર્તકી (ગણિકા) મદનમંજરીને ત્યાં જઈ તેને આ ત્રણ રત્ન આપજો અને કૃતપુણ્યને સંસારના પાઠ ભણાવવા ત્યાં મૂકી આવજો. મદનમંદરી તેનું જતન કરશે. મદનમંજરી પાસેથી પુરુષની બહોતેર (૨) કળાઓ તે શીખશે. વળી, તે સર્વ કળાઓમાં પ્રવીણતા મેળવશે. મદનમંજરી દ્વારા મારો સુકુલીન પુત્ર કામયોગા સાધશે તેથી મારી સર્વકામનાઓ પૂર્ણ થશે. ...૬૭ મિત્રો રાજગૃહીની પ્રખ્યાત ગણિકાના ઘરે આવ્યા. તેની સાથે કૃતપુણ્ય પણ હતો. તેમણે કૃતપુણ્યને મદનમંજરી ગણિકાના હાથમાં સોંપ્યો. ગણિકાના રંગભવનમાં સર્વ બેઠા. તેઓ ફળ, મેવા-મીઠાઈ ખાઈ રહ્યાં હતાં. ત્યાં એક મિત્ર ‘ચાવી'નું બહાનું કરી ઉઠીને બહાર ચાલ્યો ગયો. ...૬૮ બીજા મિત્રએ ઉઠતાં કહ્યું, “હું લઘુશંકાનું નિવારણ કરી આવું છું.” ત્રીજા મિત્રએ કહ્યું, “હું દુકાનના દ્વાર સંભાળવા જાઉં છું.” ચોથા મિત્રએ કહ્યું, “અરે! બધા ક્યાં ચાલ્યા ગયા ? હું તેમને જોઈ આવું.” એમ કહી એક પછી એકબધાકૃતપુણ્યને ગણિકા પાસે એકલો મૂકી ચાલ્યા ગયા. ૬૯ ઢાળ : ૬ કૃતપુણ્ય ગણિકાના આવાસે મદનમંજરી સાથે ભોગસુખ ભોગવતો દિવસો પસાર કરવા લાગ્યો. તે ગણિકા સાથે સુવર્ણના સોગઠાથી સોગઠાબાજી રમતો, મનગમતાં રસભર્યા માદક આહાર આરોગતો અને મખમલી સુવર્ણશય્યા પર પોઢતો. ... 00 મદનમંજરી ગણિકાનો આવાસ સાત માળનો હતો. આ સુવર્ણ મહેલના સાતમે માળે કૃતપુણ્યનું રહેઠાણ હતું. દાસ-દાસીઓ આજ્ઞામાં સજ્જ રહેતા. અહીં તેના મનની દરેક ઈરછાઓની પૂર્તિ થતી. ..૭૧ કૃતપુણ્ય પ્રતિદિન સુંદર વસ્ત્રો પહેરતો. ગળામાં રત્નનો હાર ધારણ કરતો. જાણે ઈન્દ્રનો અવતાર ન હોય! તેની આસપાસ સુખનો સમુદ્ર ઉછળી રહ્યો હતો. ... 0૨ (કૃતપુણ્ય રંગરાગમાં ચકનાચૂર બન્યો.) મદનમંજરી વીણા વગાડતી. તે ભૈરવી નામનો પાંચમો રાગ છેડતી. ગણિકા પ્રભાતના સમયે ઉઠીને દેશાખ રાગ વગાડતી. ... 03 ટોડી (ત્રોટક), ગુજરી, નટ, ભૂપાલી અને સારીગમ રાગિણી સાંભળતાં કૃતપુણ્ય પ્રસન્ન થતો. વસંત, શામેરી સુકોમળ રાગ છે. વળી, ગણિકા સંધ્યાકાળે કેદારો રાગ વગાડતી. સિંધૂ, સોરઠી, કેદારો, ગોડી જેવાં રાગ સાંભળી ખુશ થઈ કૃતપુણ્ય બે હાથ જોડી ગણિકાનું અભિવાદન કરતો. આ ઉપરાંત મારુ, માલવ, ગોડી, મલ્હાર, રામગિરિ જેવા ઘણાં સુંદર રાગોમાં ગણિકા ગીત ગાતી. સબાપ, ધોરણી અને કાફીરા રાગનાં રસીયા તે રાગથી ખીચડી બાફતા. ... ૦૫ આસાવરી, તેમજ શ્રીરાગગવાતાં જે સાંભળીને વાસિગજાતિના નાગપણ ડોલી ઉઠતાં. ... ૦૬ ... ૦૪
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy