SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ મેલ સ્વયં બની જાય છે, તેના માટે પ્રયત્ન કરવો પડતો નથી; તેમ ભાગ્યમાં હશે તો પૈસો સ્વયં મળી જશે. અહીં પૈસો પુણ્યને આધીન છે' એવો ભાવપ્રકાશિત થયો છે, તેમજ ઉપમામાં નવીનતા પ્રયોજાયેલી છે. ૨. ઈમ આઠ ભાર્યા સહિત ઈંદ્રની પરઈ કયવન્નો સુખ ભોગવÉ છÉ વાંભ વાંભ ઉછળતા ભોગ સાગરના મોજાઓ પર નાયક મહેફિલ માણી રહ્યો હતો. તેથી ઈન્દ્રના દિવ્ય સુખો સાથે તેના સુખને સરખાવ્યું છે. સંવાદાત્મક શૈલી : ૧. કેતલાઇક માસ ઘરિ રહિઉ. પ્રિયાને કહેં, “ધન નહીં વ્યાપાર ક્યું કરું? ઘરિ નિર્વાહ કિમ થાઇ? ઇહાં પાટ(ર)કી ચાકરી વાણોત્રી થાઇ નહીં, નાન્હઉ કામ હાથે લાગા(ગ)ૐ નહીં.” પ્રિયા કહઇ “જો સ્વામી ! તુહેં કુસલેં છો તો ધન ડીલના મેંયલની પરિ ઘણૂંઇ મિલસ્પે.” ભર્તાર કહૈ, “હું પરદેશ જઇ, ધન ઉપાર્જી આવું.' સ્ત્રી દુખધરવા લાગી. કહઇ“સ્વામી ! મુઝ થકી કિમ કેહવરાઇ? તુમ્હજાઓ પણિ વહિલા પધારજ્યો.” છે. કથાઘટકોમાં પરિવર્તન : ૧. ધનાવાહ શેઠે કૃતપુણ્યને સંસારની કળા શીખવાડવા, તેને આડી વાતોમાં ચડાવવા તેના યુવાનો વયના મિત્રોને બોલાવ્યા. ૨. ઘર સાફ કરવાના બહાના હેઠળ કૃતપુણ્યને ઘરની બહાર બેસાડી અક્કાએ કમાડ બંધ કરાવ્યા. ઘણી વાર સુધી બહાર બેઠા પછી કૃતપુયએ મનમાં વિચાર્યું, “ગણિકા નીચ જ્ઞાતિની ખરી તેથી તેનો સ્વભાવ પણ એવો જ (લોભી અને સ્વાર્થી) હોય.' વેશ્યાવાસમાંથી ઘણાં વર્ષે બહાર નીકળ્યા બાદ પોતાના ઘર તરફ જવાનો માર્ગ ભૂલાઈ જવાથી કૃતપુણ્યશેરીયા-શેરી ફરતો રહ્યો. અંતે લોકોને પૂછી પૂછીને તે પોતાના ઘરે પહોંચ્યો. ૪. ધવાનાહશેઠનું ઘરધસી પડયું હતું અને ખડકીનું લાકડું સડી જવાથી પડવાની અણી પર હતું. ૫. કૃતપુયે ઘરની બારીમાંથી જોયું કે, બોચી પકડી, નીચું મુખ રાખી, શૃંગાર વિનાની કોઈ સ્ત્રી ચરખો ચલાવતી હતી. તે જ સમયે સ્ત્રીનું ડાબું અંગ ફરક્યું. ૬. કૃતપુણ્યની અર્ધાગિનીએ કહ્યું, “સ્વામીનાથ! રડશો નહીં, નસીબ પાસે કોઈનું જોર ચાલે છે ખરું?” જે થવાનું હોય તે થઈને જ રહે છે,” એવા નિયતિવાદના ભાવોને શાસ્ત્રજ્ઞ રાસનાયિકાએ પ્રગટ કર્યા છે, જેમાં તેનો પતિ પ્રત્યેનો અતૂટ લગાવધ્યાન ખેંચે છે. બાર બાર માસ સુધી પતિવ્રતા સ્ત્રીને છોડીને ગણિકા પાસે રહેવાની કરેલી ભૂલ કૃતપુણ્યને ખટકતી હતી તેથી તેનું મન ખિન્ન રહેતું હતું. તે સમયે પત્નીએ કહ્યું, “સ્વામીનાથ! તેમાં તમારો કોઈ વાંક નથી. મારા કર્મોનો જ દોષ છે.” પોતાના કર્મો જ પોતાને નડે છે,' આ કર્મ સિદ્ધાંતને વ્યક્ત કરવા તેમજ નિમિત્ત નિર્દોષ છે
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy