SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૩ ૬. મહારાજા શ્રેણિકે અભયકુમારને તેડાવીને કહ્યું, “અભયકુમાર!હવે સમસ્યાનો ઉકેલ કઈ રીતે કરીએ? જો બોલેલાં વચન ન પાળીએ તો આ ભવ અને પરભવ બન્ને એળે જાય અને વચના પાલન કરતાં નીચ જ્ઞાતિના કંદોઈના હાથમાં રાજકન્યાનો હાથ આપતાં નામોશી થાય. (ટા.૧, ક.૩૬) મહારાજા શ્રેણિકની વિટંબણાની સાથે સાથે તેમની સત્યનિષ્ઠા અને વચનબદ્ધતા નજરે ચડે છે. યક્ષ મંદિર ચારબારણાવાળું હતું. (ઢા.૧,ક.૪૪) એક સ્ત્રી શ્વેત વસ્ત્ર પરિધાન કરી, હાથમાં સૌભાગ્યના કંકણ પહેર્યા વિના જ મંદિરમાં આવી. યક્ષમૂર્તિને જોઈતેની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યાં. (ઢા.૧, ૬.૪૬) ગણિકાની પુત્રીએ પ્રથમથી જ કૃતપુણ્યને પતિ તરીકે સ્વીકારી લીધો હતો. પતિના મૃત્યુનાં સમાચાર સાંભળી, યક્ષ બનેલા પતિનું પૂજન કરવા તે આવી. તે સમયે તેણે વિધવાનો સ્વાંગ સજ્યો હતો. આગંતુક સ્ત્રીનો પરિચય કવિશ્રી કડી ૪૦ માં આપે છે. ૯. અભયકુમારે પૂછયું, “કૃતપુણ્ય! આ વિધવા નારી શા માટે રડે છે?” કૃતપુણ્યએ કહ્યું, “મહામંત્રી!મેં એની સાથે બાર વર્ષમાં બારકરોડ સોનામહોરો ભોગવી છે.” (ઢા.૧, ક.૪૦) અજ્ઞાત કવિએ ગણિકા પુત્રી અને કૃતપુણ્યનો મેળાપ કાવ્યના અંતે ચાર સ્ત્રીના મેળાપ પ્રસંગે જ કરાવ્યો છે. અર્થાત્ તે પૂર્વે કૃતપુણ્ય બે પત્નીઓનો (પરણેતર અને રાજકુંવરી) પતિ હતો, ત્યારપછી પાંચ પત્નીઓ મળતાં કુલ સાત પત્નીઓનો સ્વામી બન્યો. ખાસ નોંધવા જેવી વાત એ છે કે રાજાના અંતઃપુરમાં કે શ્રેષ્ઠીઓને ત્યાં એક કરતાં વધુ સ્ત્રીઓ હોય એવી પરંપરાનો સમાજે સહજ સ્વીકાર કર્યો હતો. અનેક પત્નીત્વનો એ જમાનો હતો. ૧૦. અજ્ઞાત કૃત દાનકુલક બાલવબોધ • પ્રસ્તુત બાલાવબોધના કર્તાનો ઉલ્લેખ થયો નથી. આ બાલાવબોધના શબ્દો જોતાં જણાય છે કે સોળમી સદીથી અર્વાચીન નથી. • પ્રસ્તુત કૃતિમાં “ઐ' કારાંત શબ્દોનો ભરપૂર પ્રયોગ થયો છે. જેમકે સાવચે, મિલર્ચ, સકુને, વિર્ષ, તેટલે, સ્ત્રીચે, ખોર્લે, દે, નેસાર્લ, તુર્મ આદિ. ઉપમા : ૧. તુમ્હકુસલેં છો તોધન ડીલના મેંગલની પરિઘણૂઈ મિલર્સ્ટ. રાસનાયિકાએ પતિની ચિંતા હળવી કરવા દિલાસો આપતાં કહ્યું, “શરીર પર જમા થતો ૧. બાલાવબોધ : જુઓ પરિશિષ્ટ વિભાગ
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy