SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૫ ૮. તેવા ભાવો પ્રગટ કરવા કવિશ્રી ઉપરોક્ત કથન રાસનાયિકાના સંવાદ દ્વારા ઉપદેશે છે. કૃતપુણ્યએ પ્રિયાને કહ્યું, “ધન વિના વ્યાપાર કઈ રીતે થાય ? ધન વિના ઘર સંસાર કઈ રીતે ચાલે? સેવકની જેમ પારકાની સેવા કરવાનું કાર્ય મારાથી થશે નહીં. વળી, આ રાજ્યમાં બદનામીના કારણે કોઈ નાનું સરખું પણ કામ મને આપશે નહીં.’’ સુખશીલતામાં ઉછરેલા કૃતપુણ્યમાં વ્યાપારની આવડતનો અભાવ, વેશ્યાગમનનાં વ્યસને ગુમાવેલી પ્રતિષ્ઠા અને ધનની જરૂરિયાતના કારણે કૃતપુણ્યને નગર છોડી દેશ-દેશાવર જવાની નોબત આવી. ૯. પરદેશ જવા પૂર્વે શુભ શકુન જોઈ. સંધ્યાના સમયે રાસનાયક-રાસનાયિકા સાર્થમાં આવ્યા. ૧૦. કૃતપુણ્યને તૂટેલા ખાટલા પર સૂવડાવી રાસનાયિકાપતિને પ્રણામ કરી ઘરે પાછી ફરી. અહીં રાસનાયિકાનો વિનયભાવ પ્રદર્શિત થયો છે. તે સમયમાં પતિને ‘પરમેશ્વર'નો દરજ્જો આપવામાં આવતો હતો, તેનો પડઘો અહીં પડે છે. ૧૧. પુત્રના મૃત્યુ બાદ ધનની સુરક્ષા માટે કોઈ નવયુવકને શોધી લાવવાની સાસુની યોજનાથી વહુઓ અવાક્ બની ગઈ. ‘‘આ અશોભનીય કાર્ય કઈ રીતે થાય ?’’ પુત્રવધૂઓના આ પ્રશ્નથી સાસુ ઉકળી ઉઠી. તેણે ચેતવણી આપતાં કહ્યું, ‘‘ખબરદાર ! જો કોઈએ વધુ પૂછપરછ કરી છે, તો ખાડો ખોદી અંદર ગાળી દઈશ.’’ અહીં સાસુની નિષ્ઠુરતા અને રાક્ષસીવૃત્તિ છતી થાય છે, જેમાં ભયાનક અને રૌદ્ર રસ છે. ૧૨. સાસુએ કૃતપુણ્યને પુત્રવત્ માની પોતાના જ પુત્રનાં શયનખંડના ઢોલિયા પર સુવડાવ્યો. ૧૩. પ્રાતઃકાળે કૃતપુણ્ય જાગૃત થયો ત્યારે તેને ભોળવવા ચારે સ્ત્રીઓએ સાસુ દ્વારા ઉપજાવી કાઢેલી વાતો કહી. ૧૪. સ્ત્રીઓએ સાસુ સમક્ષ દલીલ કરતાં કહ્યું, ‘‘આઈ ! શા માટે તેને છોડી દઈએ ? જો કદાચિત સ્નેહ કર્યો હોય તો આજીવન પર્યંત તેને પાળવો જોઈએ.’’ સાસુએ વળતાં કહ્યું, ‘“મારા પુત્રનું ઉપાર્જન કરેલું ધન શું એક વટેમાર્ગુખાય (ભોગવે) ? માટે તેને બહાર કાઢો તો જ હું અહીં રહીશ.’’ અહીં એકબાજુ સ્ત્રીઓનો કોમળ અને પ્રેમાળ સ્વભાવ વ્યંજિત થયો છે તો બીજીબાજુ વૃદ્ધાની અક્કડતા અને આડોડાઈવાળો સ્વભાવ પ્રગટ થાય છે. વળી, સાસુ માટે આલેખાયેલાં ‘માતા’, ‘આઈ' જેવા સંબોધનો આત્મીયતા દર્શાવે છે. ૧૫. ચારે સ્ત્રીઓ કૃતપુણ્યને સાર્થમાં મૂકી રડતાં હૃદયે પાછી ફરી તે સમયે વૃદ્ધા હરખાતી હતી. પોતાનું કાર્ય સાંગોપાંગ પાર પડવાથી વૃદ્ધા ખુશ હતી. ૧૬. કૃતપુણ્યના પુત્રએ પાટી સાફ કરવા કંદોઈને ત્યાંથી પાણી લીધું. પાટીમાં ઘૂંટતાં ઘૂંટતાં બાળકના કોમળ હાથમાંથી રત્ન પાણીના કુંડમાં પડયો. કુંડાનું પાણી બે ભાગમાં વહેંચાઈ ગયું અને રત્ન પાત્રના મધ્ય ભાગમાં રહ્યું. ૧૦. કૃતપુણ્યને તેડાવી રાજાએ પૂછયું, ‘શેઠજી! તમારી પાસે આવાં કેટલાં રત્નો છે.’’ કૃતપુણ્યએ કહ્યું, “ચાર રત્નો હતાં. તેમાંથી એક રત્ન તમારી પાસે છે.’’ ત્યારપછી કૃતપુણ્યએ પોતાની
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy