SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ અને ભોળપણ નજરે ચડે છે. (૨૫૨-૨૫૪) ઉપદેશાત્મક : ૩૮૮ ૧૫. જિનેશ્વર ભગવંતની મનુષ્ય જન્મની દુર્લભતા દર્શાવતી વૈરાગ્યસભર દેશના વીરરસ અને શાંતરસપ્રધાન છે. જેનાથી ચરિત્રનાયકના જીવનની રોનક જ બદલાઈ ગઈ. (૨૬૮-૨૦૬) ૧. તાણઈ ઝાલીઈ વલગઈ હાથિં, ‘‘ગયા ક્યાં તુમ વઢી માં સાથિ ? રાંધી અન્ન નઈં જોતી વાટો, ગયા રીસાવી તે સ્યામાટો? ભુંડું કરયુંઅતિ તુમ ભાઈજી ! ઈમ ન જાઈઈ દારિથી ખીજી;'' ઈમ કહી વલગા સઘલા છેહડઈ, ‘‘ચાલો તુમ અમ માતા તેડઈ. રાતિં બપોર લગઈ ઘરિ હુંતા, પછઈ ન દીઠા કિહાં જઈ સૂતા ? તે દાડાના દીઠા આજો, ઘરિં પધારો મ કરો લાજો.' દરિદ્ર અવસ્થામાં સ્વજનો સગાં મટી અણસગા થાય છે. (૩૦) ઉલખીતાં જેહ સગાંય રે, તે સુહટાલાં દેઈ જાય રે; ભૂંડા દરિદ્ર તણો મહીમાય રે, સગાં ફીટી અણસગાં થાય રે. ૨. શૂરવીરનું સંગ્રામમાં, હાથીનું ગઢના જીતવામાં, દાનવીરનું સ્વ હસ્તે દાન આપતાં અને સ્વજનનું નિર્ધન અવસ્થામાં પારખું થાય છે. (૩૧) સૂર પરિખ્યા જવ સંગ્રામ રે, ગજ પારિખું ગઢનું કામ રે; દાન પારિખું દીસઈ હાથિં રે, સજન પારિખુંતિમ૪અણાથિરે'' 3. દાનનો મહિમા કવિએ વિસ્તારથી ગાયો છે.(૮૮-૯૩) દાનથી થતાં લાભ, દાનના પ્રકાર, દાન ન આપવાથી થતાં ગેરલાભ, ઈત્યાદિ બાબતોને કવિશ્રીએ કાવ્યપ્રવાહમાં પ્રસંગોપાત ગૂંથી લીધી છે. ૪. જીવનમાં ચડતી પડતી આવે છે, તે દર્શાવવા કવિ ઐતિહાસિક પુરુષ અને પ્રકૃતિના તત્ત્વોનાં દ્રષ્ટાંત આપે છે.(૯૮-૯૯) સહુ દિન સરીખા જેહ રે, નવિ રવિ ચંદનિ, પાંડવ સિરખા વનિં ભમિ એ. અથીર રિધિ એ જાણ્ય રે, ચતુર નવ ચૂકતા, પુણ્ય કરઈ અવસર લહી એ. ૫. કૃતપુણ્યના ઘરે ચાર પુત્રોનો જન્મ થયો. વંશવૃદ્ધિ થતાં પ્રસંગોપાત કવિશ્રી પુણ્ય તત્ત્વની મહત્તા દર્શાવેછે. (૧૫૦-૧૫૧) એક પરધન બઈઠાં વિલસઈ, એક પોતાનાંખોય; એક નર રલતાં ન મિલઈ કોડી, એક સહજિં રિધિ હોય. કુબેરદત્ત વિણ ન પામઈ નિશ્ચŪ, દીધું ક્યાંહિ નવિ જાઈ ઉદ્યમ વિણ પામ્યો કઈવનો, પર લક્ષમી ખાઈ.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy