SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ સંવાદાત્મક શૈલી : ૧. કૃતપુણ્ય અને સોહાસણિ વચ્ચેનો ઘરેલુ સંવાદ, જેમાં પત્ની પરિવાર વધતાં પોતાના પતિને આજીવિકા અંગેનો ઉપાય સૂચવે છે પરંતુ સુખશીલતામાં ઉછરેલા કૃતપુણ્યમાં વ્યાપારની કોઈ આવડત નહતી. (૧૩૫-૧૩૬) ૨. સાર્થપતિ અને સોહાસણિનો સંવાદ, જેમાં સાર્થપતિની આત્મીયતા અને સોહાસણિની સાલસ પતિ માટેની ચિંતા છતી થાય છે. પ્રસ્તુત સંવાદમાં સોહાસણિએ સાર્થપતિને ‘કાકા’નું સંબોધન કર્યું છે. વર્તમાન કાળે પુરુષોને અંગ્રેજીમાં ‘અંકલ’ અને સ્ત્રીઓને ‘આંટી’ કહેવામાં આવે છે. એ જ રીતે પ્રાચીન કાળમાં અનુક્રમે ‘કાકા’ અને ‘માસી’નું સંબોધન થતું હશે, તેનું પ્રતિબિંબ પ્રસ્તુત પંક્તિઓમાં જોવા મળે છે. (૧૩૮-૧૪૦) બાલઈદઈ માહિં મૂકેવા જાઈં, સારથપતિ સંપેઈ; ‘‘તુમ ભરતીજો કાંઈ નવિ જાણઈ, સૂપરિ જાજ્યો લેઈ. કાંઈક લાભ થાઈ તિમ કરજ્યો, મુઝ હાથિં સુપેજ્યો; જનમ સુખી એ કાંઈ નવિ સમઝઈ, પ્રેમ નજરિં જ્યોજ્યો.'' સારથપતિ કહઈ ‘સાંભલિ બાઈ ! એ મુઝ પુત્ર સમાંન; બિમણા ચોમા(ગ)ણા કરી હું આપીસ્યું, એ નિશ્ચઈ કરી માંન.’' ૩. રત્નના સાચા હકદારની શોધ કરતાં મહારાજા અને કૃતપુણ્યનો સંવાદ રસપ્રદ છે, જેમાં વણિકો કાબેલ અને ચતુર હોય છે પરંતુ અપવાદે કૃતપુણ્ય બાલિશ અને ભોળો જણાતાં મહારાજા તેને મીઠો ઠપકો આપે છે. (૨૧૯-૨૨૪) કરી । જુહાર ઊભો રહ્યો જ્યારÛ, સીંઘાસણ બઈસણ દઈ ત્યારŪ; પ્રેમ કરી બોલાવ્યો નાથિં, રત્ન મૂક્યું કઈવનાનિં હાથિં. ‘રત્ન પરિક્ષા કીજઈ કુમારો!’’ કયવનો કહÛ ‘‘રત્ન સુસારો;’’ રાય કહઈં “ એ તાહરુંરત્નો, રડવડતું મૂકયું નહીં જત્નો? કોડા કાજિ કુમારનિં દીધું, વાહી અધમ કંદોઈઈં લીધું; ગજ છૂટયો એ રત્ન મહીમાંહિ, પ્રગટ થયો તવ રત્ન જ્યાંહિ. કરી ચોર ઝુટીનિં લીધું, તુમનિ તમારું પાછું દીધું; ભલી વસ્તુ કરથી મમ મૂકો, વાણિગ હુંતા કાં તમો ચૂકો’’ કઈવનો કહઈ ‘“ સૂણિ ભૂપાલો ! લાડકવાયો છઈં ઘરિ બાલો; ઘંટા કાજિ તેણિ માંગિ લીધું, સ્યું જાણું પછઈં કાંઈઈં કીધું ?’’ શ્રેણિક કહઈ ‘મોટો વીવહારી, રયણની વાત વલતી ન સંભારી ?'' સૂતની તેડŪ શ્રેણિક રાય, ‘‘કઈવન્નાનિંધો કન્યાય.''
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy