SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ૮. ચારે સ્ત્રીઓની પતિ ભક્તિમાં તળપદું લોકજીવન અને ખાનપાનનો બોધ થયો છે. (૧૪૮) ૯. વૃદ્ધા અને પુત્રવધૂઓનો સંવાદ કવિશ્રીએ રોચક રીતે વર્ણવ્યો છે. (૧૫૦-૧૬૦) ૧૦. સોહાસણિની પતિ ભક્તિમાં મુગ્ધ પ્રેમ વ્યક્ત થયો છે. તે સમયની જીવનશૈલી અને ખાનપાન પ્રદર્શિત થાય છે. (૧૮૨-૧૮૬) ભગતિ કરઈ ભરતારની, મુક્યુંથાલ વિલાસ રે; કઈવનો કર તિહાં ધોઈં, મુક વસ્ત્ર રસાલ રે. પ્રીસતી પોલી પાતલી, માંહિઈ વૃત તણી ધાર રે; વીજણઈ વાય વીંજાવતી, ચિંતઈ એહ કિરતાર રે. કમોદિના ચોખા પ્રીસતી, ખાંડયા દૂબલા કેરા રે; માતી નારીના ઝાડક્યા, રાંધ્યા સોય ભલેરા રે. દાલ આખી ઉની પ્રીસતી, માંહિ શાક અઢાર રે; ખાટાં ખારાં લીંબુ, પ્રીસઈ ગોરસ સાર રે. કઈવન્નો જમી ઉઠીઉ, આપ્યાં ફોફલપાંન રે; સેજ ઢાલીએ સુઆરીઉ, દીઈં નારિ બહુમાન રે. ૧૧. રાજદરબારમાં જવા પૂર્વ કૃતપુણ્યએ રચેલો શણગાર ઉપમા અલંકારથી ગૂંથાયેલો છે, જેમાં શૃંગાર રસની ઝલક જોવા મળે છે. તેમાં તે સમયના શ્રેષ્ઠીઓનો પહેરવેશ અને શૃંગારની માહિતી મળે છે. (૨૧૬-૨૧૮) એë વયણિ હરખ્યાં નરનારી, શરી(૨) તણી સોભા જ વધારી; પહિરઈપટોલું કટી કંદોરો, સારુપાગગલિં સોવનદોરો. ભઈખની પહઈરી એકતાઈ, કસબ કણો તેણઈ જ્યોતિ લગાઈ; ચંપવરણ ઊંઢી પીછોડી, કઈવન્નો હીંડઈ તન મન મોડી. પિહઈરિં વાંહણી તિહાં બહુમૂલો, વેઢ મુદ્રિકાનિ સિર ફુલો; દેવ સરિખું રુપિ થાય, શુભ સુકને આવ્યો જીહાં રાય. ૧૨. કૃતપુણ્યના વિવાહનો શાનદાર પ્રસંગભારતીય સંસ્કૃતિ અનુસાર આલેખાયો છે. (૨૨૫-૨૨૦) કઈવજ્ઞાનિં નૃપ પરણાવઈ, મૃગનયણી નારી મલી ગાવઈ; નીલઈ વાંશિ ચોરી બંધાવઈ, અગિનિદેવ તિહાં સાક્ષી થાવઈ. વેગિંવરત્યા મંગલ ચ્યારો, વર કન્યાખાતાં કંસારો; શ્રેણિક દેતો કન્યાદાનો, બાર કોડય આપ્યું જ નીધાંનો. સરખઈ સરખી મલી જોડયો, પહિરામણી કીધી નવ કોડયો; કઈવન્નો કન્યા લઈ આવઈ, સોહાસણિબહુનઈં વધાવઈ. ૧૩. બુદ્ધિનિધાન અભયકુમારની કાર્યસિદ્ધિ જેમાં તેમની ઔત્પાતિક બુદ્ધિનું વર્ણન અભુત રસમાં આલેખાયું છે. (૨૩૧-૨૩૪) ૧૪. ચારે પુત્રોની પિતૃપ્રેમ દર્શાવતી પંક્તિઓ તળપદી ભાષામાં મનોહર છે. જેમાં બાળકોની નિર્દોષતા
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy