SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ જિનપૂજા કરી રહેલા શ્રીપતિ શેઠે રેશમી વસ્ત્રો, ગળામાં હાર, હાથમાં કંગણ, આંગળીઓમાં મુદ્રિકાઓ પહેરી હતી તેમજ કપાળે મોટુંતિલક બનાવ્યું હતું. શ્રીપતિ શેઠ ઈંદ્ર જેવા દિવ્યસ્વરૂપ હતા. અહીં કવિશ્રીએ બિભત્સ રસ અને શૃંગાર રસનું નિરૂપણ કર્યું છે. ૨. શ્રીપતિ શેઠ અને ગંગા આહીરાણીનો સંવાદ: (૧૦.૨-૨૨) મધ, માખણ કે વિગયનો વ્યાપાર કરવો એ જૈન ધર્મની દષ્ટિએ પંદર પ્રકારના કર્માદાના (મહાપાપ)માં લેખાય છે. કારણકે તેમાં અનંત કાયના જીવોનો સંહાર રહેલો છે. આવો વ્યાપાર કરનાર વ્યક્તિ જૈનોની દષ્ટિએ નીંદાપાત્ર લેખાય છે તેથી શ્રીપતિ શેઠના વ્યાપારને શ્રાવકોએ વખોડયો છે. વળી, કડી (૨૧-૨૨)માં કવિશ્રી કથાપ્રવાહમાં જિનપૂજાનું અદ્ભુત મહત્ત્વ દર્શાવે છે. જિનપૂજા કરનારા સંતાન સુખ અને સંપત્તિ સુખ મેળવે છે. જૈનધર્મના આરાધકો માટે આ પંક્તિઓ માર્ગસૂચકછે. ૩. ગંગદત્તની વહોરાવવાની ક્રિયામાં ભાવોમાં થતી રૂકાવટનું વર્ણન કવિશ્રીએ મૌલિક રીતે કર્યું છે. (૪૫.૧-૪૬) અભિગ્રહઈધારી મૂની આવઈરે, પ્રતિલાલવા ઊભો થાવઈરે. કરિ ચોથો ભાગ તે આલઈ રે, પછૐ અરધ ઉપરિ મન વાલઈ રે; ત્રિણ ભાગ દેઉ જાણઈ બાલ રે, પછઈ આપ્યું આખું થાલ રે. ૪. ગણિકા સંગે ભોગવિલાસમાં પરોવાયેલા કૃતપુણ્યની રોજનીશી (૭૦-૮૦) અહીં પ્રસંગોપાતા કથાપ્રવાહમાં કવિ શ્રી વિવિધ રાગ-રાગિણીનાં નામો ગૂંથી સંગીતકાર બન્યા છે. ૫. અક્કા અને મદનમંજરીનો વાદ-વિવાદ: (૧૦૯-૧૧૬) અક્કાએ મદનમંજરીને સમજાવતાં કહ્યું, “સાર તત્ત્વને ગ્રહણ કરી અસારને ત્યજી દેવું જોઈએ. જેમ શેરડીનો રસ ચૂસી તેના કૂચા નાંખી દેવામાં આવે છે. હંસ પણ સૂકા સરોવરને ત્યજી દે છે. અને બાખડ ઢોરને લોકો કસાઈવાડે મૂકી આવે છે. હે પુત્રી! તું પણ નિર્ધન કૃતપુણ્યને છોડી દે. નિર્ધના એ તો સાપ સમાન છે. સાપનો કદી સંગ્રહ ન કરાય. સાપ જતાં જતાં પણ અનિષ્ટકરીને જાય છે.” તેનાં પ્રત્યુત્તરમાં મદનમંજરીએ કહ્યું, “હે માતા! ભલે સરોવર સુકાઈ જાય છતાં સારસ પક્ષી સરોવરની પાળને છોડતું નથી, તેમ ઉત્તમ મનુષ્યો જેની સાથે સોબત કરે છે તેને અધવચ્ચે છોડી દેતાં નથી પરંતુ છેવટ સુધી નિભાવે છે.” અહીંમદનમંજરી ગણિકા હોવા છતાં સતી સ્ત્રીની જેમ કૃતપુણ્યને જ પોતાના પતિ તરીકે સ્વીકારે છે. ૬. કૃતપુણ્યને વેશ્યાવાસમાંથી બહાર કાઢવા ગણિકાએ રચેલી કનડગત કવિશ્રીએ વિસ્તારપૂર્વક વર્ણવી છે. કવિની વર્ણનશૈલી રસિકછે. (૧૧૦-૧૨૮) છે. બાર વર્ષે પાછા ફરેલા પતિનો પુન: વિયોગ થયો તે સમયની સોહાસણિની મનસ્વિતામાં કરૂણ રસ પ્રયોજાયેલો છે. વળી, તેમાં પ્રસંગોપાત કવિશ્રી જૈન ધર્મનો કર્મ સિદ્ધાંત ઉપદેશ છે. (૧૪૨-૧૪૩, ૧૬૮૧૦૮)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy