SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ ( ૭ ) આ પ્રત શ્રી આણાસૂર ગચ્છ જ્ઞાન ભંડાર - સુરતથી પ્રાપ્ત થઈ છે. આ હસ્તપ્રતના ડાભડા નં. અંકિત નથી. પત્ર સંખ્યા - ૨૨ છે. પ્રતની સ્થિતિ નાજુક છે, પ્રત ચારે બાજુથી ખવાઈ ગઈ છે. આખી પ્રત પાણીથી ભીંજાઈ ગઈ હોય તેવું જણાય છે. તેથી ઘણી જગ્યાએ શાહી ઢળી ગઈ છે. પત્ર - ૧૯A માં કોરના પાઠ ખરી ગયા છે. પત્ર ૬A, ૧૯, ૨૦, ૨૧ ના પાઠ પાણીથી ભીંજાયેલા હોવાથી ભણવામાં ક્લિષ્ટ છે. કુલ પત્ર ૨૨ છે. પ્રતિ પત્ર ઉપર ૧૪ થી ૧૫ પંક્તિઓ છે. પ્રતિ પંક્તિમાં ૪૨ થી ૪૫ અક્ષરો છે. પ્રતના અક્ષરો છૂટાં છૂટાં, મધ્યમ અને ભરાવદાર છે. ઉપરોક્ત પૃષ્ઠોને છોડીને બાકીના બધા જ પાઠો સુગમ હોવાથી અભ્યાસમાં ઉપયોગ કર્યો છે. દંડ વ્યવસ્થા નિયમિત રાખેલી છે. પ્રત પ્રારંભ : ।।૬।। તૂર્કી ||પૂજ્યપૂર્વીયાવાની प्रतना अंते : इति श्री कयवन्ना चोपाई दानं विषए संपूर्ण भवतु । संवत १७७३ वर्षे मागसिर सुदि ૧૪ શનૌ નીતં । આ હસ્તપ્રતનું લિપિકરણ મૂળ હસ્તપ્રત ઉપરથી બાવન વર્ષે થયું છે. આ ઉપરાંત વિવિધ ગ્રંથ ભંડારોમાંથી કેટલીક હસ્તપ્રતો ઉપલબ્ધ છે. તેની નોંધ નીચે પ્રમાણે છે; જેનો અભ્યાસમાં ઉપયોગ કર્યો નથી. ( ૧ ) લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર- અમદાવાદ. ગ્રંથ ક્રમાંક- ૨૧૩૨, ૫ત્ર સંખ્યા - ૨૦. પ્રત પ્રારંભ : ।।૬૦।।શ્રી ગુરુભ્યો નમઃ ।। પ્રતના અંતે ઃ કૃતિ શ્રી વાનવિષયે વવન્ના રિષિરાય રાસ સંપૂર્ણ તામગમત્ ।। શ્રી રાન નગર ।। संवत १७६३ वर्षे, ज्येष्ट वदि ७ बुधे गुजराती । । लिखित पंडित जयकलस मुनिना पं. श्रीमचंद्सहायेन || श्री રસ્તુ || મૂળ પ્રત પરથી ૪૨ વર્ષ પછી સંવત ૧૯૬૩, જેઠ વદ - ૭, બુધવારે, ગુજરાતમાં શ્રી જયકલશમુનિ વડે પોતાના શિષ્ય શ્રી ક્ષીમચંદ્રમુનિની સહાયતાથી આ કૃતિ નું લિપિકરણ થયું છે. આ હસ્તપ્રત પાછળથી મળી હોવાથી તેનો વિશેષ ઉપયોગ કર્યો નથી. ( ૨ ) પુણ્યવિજયજી જ્ઞાનભંડાર- લીંચ. ડાભડા ક્રમાંક- ૧૦, ગ્રંથ ક્રમાંક-૮૧, ૫ત્ર સંખ્યા - ૨૧ પ્રત પ્રારંભ : ।।૬।।શ્રીસરશ્વત્યેનમઃ|| શ્રી હસ્તિવિજયજીએ માતા શારદાની પ્રતના અંતે : સંવત ૧૮૮, માગસર વદ - ૪, સોમવારે, પુષ્પ નક્ષત્રમાં, બીજા પ્રહરે લિપ્યાંતર થયું છે. શ્રી લાલવિજયજી શ્રી ઋદ્ધિ વિજયજી કૃપાથી વાસણા ગામમાં લિપિકરણ કર્યું છે. (૩) આ હસ્તપ્રતમાં ગ્રંથ ભંડારનો ઉલ્લેખ થયો નથી. ડાભડા ક્રમાંક-૯૧, ગ્રંથ ક્રમાંક-૪૪૯૨, ૫ત્ર સંખ્યા - ૧૦ - ->
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy