SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ આ પ્રતના અક્ષરો મધ્યમ કદના છે. પ્રત વાંચવામાં અત્યંત સુગમ છે. પ્રતની બંને બાજુ ૧ ઈંચનો હાંસિયો છે. પ્રત્યેક કડીના અંતે લાલ દંડ છે. ખૂટતા અક્ષરો એક, બે પૃષ્ઠ ઉપર ડાબી બાજુનાં હાંસિયામાં ઉમેર્યા છે. પત્રાંક પણ પત્રની ડાબી બાજુના હાંસિયામાં છે. પ્રત પ્રારંભઃ ।।૬।।શ્રીગણેશાય નમઃ || પ્રતના અંતે : કૃતિ શ્રી વેયવન્નના ચોપાડ્ યાનાધિવારે રાસ સંપૂર્ણ। શુભં ભવતુ ।। સંવત ૧૮૧૮ वर्ष चैत्रवदि २ लिखितं श्री कछदेसे कांठी पथके श्री आसंबीया मध्ये लिखितं श्री रस्तू ।। कल्याणमस्तु || सकल पंडित शिरोमणि श्री पं. श्री श्री श्री श्री श्री श्री श्री प्रीतसागरजी तत् शिष्य मुनि श्री पं. श्री विवेक सागरजी तत् शिष्य मु. रंगसागर भाई चारित्रसागरेण सहिते लिखितं । ત્યાર પછી લહિયાએ પોતાને અભણ ગણાવતાં નીચે પ્રમાણે શ્લોક લખેલો છે. याद्दशं पुस्तकं द्रष्टं, ताद्दशं लिखितं मया । यदि शुद्धमसुद्धं वा मम दोषो न दीयते ।। १ ।। (અર્થ : અમે તો અભણ છીએ એટલે જેવું અમે પુસ્તક આવ્યું તેવી તેની જ નકલ કરી છે. હોય તો પંડિતોએ કોપ ન કરતાં સુધારી લેવી. ભૂલ આ ઉલ્લેખ અનુસાર પ્રતલેખન સં. ૧૮૧૮, ચૈત્ર વદ - ૨, કચ્છ દેશના, કંઠી તાલુકાના, આસંબીયા ગામમાં થયું છે. આ પ્રત લેખનનું કાર્ય શ્રી મુનિ રંગસાગર અને તેમના ભાઈ શ્રી ચારિત્રસાગર મુનિએ સાથે મળીને કર્યું છે. ક્યાંય (ગ) આ હસ્તપ્રત શ્રી લાવણ્યવિજયજી જૈન જ્ઞાન ભંડાર, અખી દોશીની પોળ - રાધનપુરથી પ્રાપ્ત થઈ છે. પ્રતનો ડાભડા નં. ૨૮, પ્રતિ નં. - ૧૩૦૦, પત્ર સંખ્યા – ૩૩ છે. પ્રતની સ્થિતિ મધ્યમ છે. પ્રતના ખૂણાઓ ખવાઈ ગયા છે. અક્ષરો મોટા અને ભરાવદાર છે. પ્રતિપ્રત પર ૧૧ અથવા ૧૨ પંક્તિઓ છે. અક્ષરો છૂટાં છૂટાં હોવાથી વાંચવામાં સુગમતા પડે છે. પ્રતની બન્ને બાજુ ૧ ઈંચનો હાંસિયો છે. હાંસિયાના પ્રારંભમાં બન્ને બાજુ ૩ લીટીઓ દોરેલી છે. હાંસિયામાં ડાબી બાજુપ્રત ક્રમાંક છે. ખૂટતા પાઠો હાંસિયામાં ઉમેર્યા છે. પ્રત પ્રારંભઃ ।।૬।।શ્રીગંવિાય નમઃ પ્રતના અંતે કૃતિ શ્રી યવન્ના વોપાર્ડ સંપૂર્ણ સં.૧૮૪૨ વર્ષે મુળ સુદ્ર ૮ । (ઘ) આ હસ્તપ્રત લાલબાગ આચાર્ય દેવવિજયદાન સૂરીશ્વરજી શાસ્ત્ર સંગ્રહ - મુંબઈથી પ્રાપ્ત થઈ છે. ગ્રંથ ક્રમાંક- ૨૫૫, ૫ત્ર સંખ્યા - ૮૦. પ્રત પ્રારંભઃ ।।૬૦।। સ્વસ્તિ શ્રી સુદ્ધ સંપવા, વાયવ્ય અરિહંતઢેવા પ્રતના અંતે : હે ખિન હરપ તુને સાંમતો રે, હિયડે ગાળિ મુખ વાળ।।
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy