SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠાંતરે : ૨૧૦ ગંગાજલમાં ઝીલતાં રે, હુઆ નિર્મલ ગાત્ર; મનમોહન મહિમા નીલો રે, ભલે ભેટયો સાધુ સુપાત્ર હો દોહિલી સામગ્રી તેજડી રે, આજ જાગ્યું મુજ ભાગ્ય;' થાલ માંહે કરી લીહટી રે, કીધા ખીર તણા ત્રણ ભાગ હો બાલક બોલ્યો ભાવશું રે, ‘‘સ્વામી! વોહોરોખીરખાંડ;'' મુનિવર પડધો માંડીયો ર, જાણે ધરમ રતનનો કરંડ હો વોહોરાવે હવે પહેલડો રે, ખીર ભાગ ધરી રાગ; અલ્પ જાણીને વલી તીણે રે, દીયો બીજો પણ ખીર ભાગ હો ઉત્તમ પાત્ર દીઠો ભલો રે, જાગ્યું તેહનું ભાગ્ય; વોહોરાવે ભાવે ચડ્યો રે, વલી ખીર તણો ત્રીજો ભાગ હો પાત્ર દાન લ તેહને રે, મહોટું હોવણ હાર; અંતરાય હોશે ના કહ્યાં રે, તીણ સાધેં ન કહ્યો નાકાર હો પાત્ર દાન લ રૂઅડું રે, મત હોજો અંતરાય; ઈણી પરેં ના ન કહી જતી રે, પણ લાલચ ન કાંય હો ભાગ્ય યોગેં આવી મલ્યો રે, ઉત્તમ પાત્ર તત્કાલ; દાન દીધું તીણે તીણ પરે રે, પુતેં થાલ રહ્યો સુવિશાલ હો ચિત્ત વિત્ત પાત્ર ત્રણે મલ્યાં રે, વાવ્યું સુક્ષેત્રે બીજ; પુણ્ય કલ્પવૃક્ષ ઉગીયો રે, હવે નીપજશે ફલ બીજ હો ભાવ ઘણે તે સાધુને રે, બાર લગેં પહોંચાઈ; કરી વંદન પાછો વળ્યો રે, વલી બેઠો પાછો આઈ હો જનની ફરી આવી ઘરેં રે, થાલી તે ખાલી દેખ; તૃપ્તિ કરણ બાલક ભણી રે, વલી ખીર પીરસે અશેષ હો માતાને વાત નહિ કહી રે, દીધું છાનું દાન; ફલ તો તેહીજ ભોગવે રે, જે દેઈ ન કરે ગુમાન હો દેખી બાલક જીમતો રે, માતા ચિંતે ધરી નેહ; ‘એટલી ભુખ ખમે સદા રે, મુજ ધિજમવારો એહ હો!’ નજર લાગી માતા તણી રે, હુવો મૂર્છિત તત્કાલ; કાલ કીયો શુભ ધ્યાનમાં રે, હવે પામ્યો ભોગ રસાલ હો દાન છાનું ન રહે કદી રે, મહકે ફૂલની વાસ; કહે વુઠો વટાઉડા રે, હુવે પ્રગટયો ચંદ્રપ્રકાશ હો ...ૐ...૫૧૫ ...ૐ...૫૧૬ ...ર્ ...૫૧૭ ...રૂ ...૫૧૮ ...રૂ ...૫૧૯ ...ૐ...૫૨૦ ...ૐ...૫૨૧ ...ૐ...૫૨૨ ...ૐ...૫૨૩ ...ૐ...૫૨૪ ...ૐ...૫૨૫ ...ૐ...૫૨૬ ...ૐ...૫૨૦ ...ૐ...૫૨૮ ...ૐ...૫૨૯
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy