SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ હતા તે. અષાઢાભૂતિ મુનિ ગોચરી વહોરવા નીકળેલા હતા. વધુ ને વધુ લાડુ વહોરવાના મોહમાં, થોડી-થોડી વારે રૂપ બદલીને એક ને એક ઘેર જ ગોચરી માટે આવતા જોઈ તે ઘરના માલિકને થયું કે જો આ સાધુ સંસારમાં પડે તો નાટ્યકળામાં ડંકો વગાડી શકે. આખર એ દિન આવ્યો. ગુરુમહારાજની આજ્ઞા લેવા ગયા. જો કે આજ્ઞા તો ચારિત્ર લેવાની હોય, છોડવાની ન હોય. પણ મનમાં વસેલી પેલા ગૃહસ્થ વિશ્વકર્માની બંને પુત્રી અને લાડવાનો સ્વાદ. ગુરુમહારાજને વિનયપૂર્વક વાત કરી પાછા પગે નીકળે છે. ગુરુ તેનાં આ આજ્ઞાંકિત અને વિનયીપણાને વિચારી ચિંતવે છે કે હજી તેનામાં આ બે ગુણો છે, જે જરૂર તેનું કલ્યાણ કરનારા થશે. અને ખરેખર ! એવું નિમિત્ત મળી પણ ગયું. સ્ત્રી અને સંસારથી આસક્તિ ખસી ગઈ, પછી તો અનાસક્ત ભાવે કેવળ દાક્ષિણ્ય બુદ્ધિએ જ નાટક કરવા ગયેલા. નાટકની આવક સ્ત્રીઓને અર્પણ કરવી, તે બંને સ્ત્રીઓની આજીવિકા ચાલશે; અને હું દીક્ષા લઈશ એ જ હતી તે વખતે અષાઢાભૂતિની બુદ્ધિ તથા મનના પરિણામો. “કારણ કે તે સાધુ હતા” [46] મુનિશ્રી દીપરત્નસાગરજી
SR No.009207
Book TitleLaghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy