SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૭-મેતાર્યમુનિ મોક્ષમાર્ગના પ્રબળ પુરૂષાર્થીનું સ્મરણ કરીએ ત્યારે મેતાર્યમુનિ સ્મરણ-પટ પર અંકિત થયા વિના રહી શકે નહીં. માસક્ષમણના તપસ્વી મુનિ છે. ભીનું કરેલું ચામડું મસ્તકે બાંધીને સોનીએ તડકામાં ઊભા રાખેલ છે. એ જ ભયંકર ઉપસર્ગમાં આંખના ડોળા નીકળી પડે છે. પણ આ મરણાંત ઉપસર્ગ મધ્યે ડાળનું મોજું ક્ષાને પૂર્વકનું મMા વોસિરામિ તેને કેવળજ્ઞાન અને મોક્ષ આપી જાય છે. એ ચાંડાલપુત્ર છે. તેનું આ નીચ કુળ તેને સાધનામાં બાધક ન બન્યું. શ્રેણિકરાજાના જમાઈ છે છતાં રાકુંવરીનું રૂપ પણ બંધનકર્તા ન બન્યું અને દેવતાના પ્રતિબોધથી વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કરી મહાન તપસ્વી બન્યા. ક્યાંથી આવ્યો આ વૈરાગ્યભાવ ? દેહ અને આત્માની ભિન્ન દશાનું ભાન અને મરણાંત ઉપસર્ગમાં પણ સમતા આ મહર્ષિને કઈ રીતે પ્રાપ્ત થયા ? આ જ છે મારી અભિનવ ચિંતનયાત્રાનું નિષ્કર્ષબિંદુ. મેતાર્યમુનિએ પૂર્વે પુરોહિતપુત્ર હોવા છતાં ચારિત્ર અંગીકાર કરેલું. શુદ્ધ સંયમ જીવને આપ્યો તેઓશ્રીને વૈરાગ્ય-ભાવ. “કારણ કે તે સાધુ હતા” [23] મુનિશ્રી દીપરત્નસાગરજી
SR No.009207
Book TitleLaghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy