SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૮) શ્રી ઋષભદેવસ્વામી સ્તવન (શ્રી મોહનવિજયજી કૃત) સસનેહી, રમતા બાળપણે આપણ નવનવ વેષે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે, હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજો. જો તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તો તુમને કેઈ ધ્યાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કોઈ ન મુક્તિ જાવે. હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજો. સિદ્ધનિવાસ લહે ભવિસિદ્ધિ, તેમાં શો પા'ડ તમારો; તો ઉપકાર તમારો લહીએ, અભવ્યસિદ્ધને તારો. હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજો. નાણરયણ પામી એકાંતે, થઈ બેઠા મેવાસી; તે માંહેલો એક અંશ જો આપો, તે વાતે સાબાશી, હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજો, ભવિજનને, સંકીર્ણતા નવિ થાય; સમરથ છો,તો જશ લેતાં શું જાય ? હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજો. અક્ષય પદ શ્વેતાં શિવપદ દેવા જો કરો વડભાગી; ને સેવાગુણ રંજ્યા ભવિજનને, જો તુમ તો તમે સ્વામી કેમ કહાવો, નિર્મમ નિરાગી, હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજ. નાભિનંદન જગવંદન પ્યારો, જગગુરુ જગ જયકારી; રૂપ વિબુધનો મોહન પભણે, વૃષભ લંછન બલિહારી, હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજ. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy