SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવવાહી શબ્દોની સ્તુતિઓ સાંભળીને અભયકુમાર બહાર ઉભો રહે છે. કારણ કે જો અંદર જઉં તો આ શ્રાવિકાઓની ભાવના તૂટી જાય, માટે જ્યાં સુધી તેઓ સૌ બહાર ન નીકળ્યા ત્યાં સુધી બહાર જ ઉભો. રહ્યો. જ્યારે શ્રાવિકાઓ બહાર આવી એટલે ખબર પડી કે પરદેશથી આવેલી જણાય છે. એટલે પૂછયું કે તમો પરદેશથી આવેલા લાગો છો ? ત્યારે વેશ્યા શ્રાવિકાએ કહ્યું હા ! તો આજે જમવાનું આમંત્રણ અમારે ત્યાં મને લાભ આપો ! ત્યારે વેશ્યા શ્રાવિકાએ કહ્યું કે જ્યારે અમે નવા મંદિરના દર્શન કરીએ છીએ તે વખતે અમારે ઉપવાસ હોય છે. માટે અમે કોઇ જમનાર નથી. આ સાંભળી અભયકુમાર કહે છે કે કેવો ઉંચો નિયમ. આવો તો નિયમ હું કરી શકતો નથી. ધન્ય છે ! ' આવતીકાલે પારણાનો લાભ અને આખો દિવસ જમવાનો લાભ મને આપો ! એટલે વેશ્યા શ્રાવિકાએ કહ્યું કે અમારે નિયમ છે કે જે કોઇ અમારા ત્યાંનું આમંત્રણ સ્વીકારે તેને ત્યાં અમો જઇએ છીએ. અભયકુમારે કહ્યું હું તમારે ત્યાં આવીશ, કાલનો મને લાભ આપો ત્યારે વેશ્યા શ્રાવિકાએ હા કહી. બીજા દિવસે જમવા-પારણા માટે આવ્યા તો જ્યાં પાટલો-થાળી બેસણીયં જે ગોઠવેલું હતું ? પડિલેહણથી જોઇ પૂંજી પ્રર્માજીને પછી બેઠા અને અભયકુમારે પોતે જે ચીજો બનાવેલી તે પીરસવા લાગ્યો. તો ત વખતે કહે આમાં શું નાંખ્યું છે ? આ અમારે બંધ છે. એમ બનાવેલી બધી ચીજો બતાવી તો દરેક ચીજોમાં કાંઇને કાંઇ નાખેલું હોવાથી બંધ છે એ જણાવ્યું. અભયકુમાર કહે છે તો પછી મારે તમોને શું જમાડવું ? ત્યારે શ્રાવિકાએ કહ્યું કે જે ઘરમાં સુકુ પાકુ હશે તે ચાલશે. અંતે તે આપ્યું. પારણું કરાવ્યું. અને ઉક્યા પછી અભયકુમારને આમંત્રણ આપ્યું કે આવતીકાલે અમારે ત્યાં જમવા પધારવાનું આમંત્રણ છે. અભયકુમાર વચનથી બંધાયેલા હતા માટે હા કહી. બીજા દિવસે લેવા આવી. જમાડતાં જમાડતાં ચંદ્રહાસ (દારૂ) પાઇ દીધો. અને બાંધીને ઉપાડીને લઇને ચાલતાં થયાં. ચંડuધોત રાજા પાસે લઇ ગયા. ત્યાં રાજસભામાં હાજર થયા કે ઘેન ઉતરતાં અભયકુમાર કહે છે કે ધર્મની બાબતમાં છલ કરીને મને પડવો. તેમાં કાંઇ આશ્ચર્ય નથી. અહીંથી છૂટ્યા પછી આ ચંડuધોત રાજાને ભરબજાર વચ્ચે દિવસના બપોરના ટાઇમે બાંધીને ન લઇ જાઉં તો મારું નામ અભયકુમાર નહિ ! આપણી મૂળ વાત એ છે કે વેશ્યા શ્રાવિકાએ આ વ્રતોનું નિરતિચારપણે પાલન કર્યું તે અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયથી. આ રીતે જીવો આ કષાયના ઉદયથી શ્રાવકપણે પણ પાળી શકે છે. પણ મિથ્યાત્વની મંદતા થાય નહિ અનંતાનર્બાધ સંજવલન દષાય આ કષાયના ઉદયથી જીવોને આલોક અને પરલોકના સુખને માટે શ્રદ્ધા પેદા થઇ શકે છે કે, સંસારના અનુકૂળ પદાર્થોનો ત્યાગ કરીને જ્ઞાનીએ કહ્યા મુજબ નિરતિચારપણે ચારિત્ર લઇને પાલના કરવાથી મારે જે સુખ જોઇએ છે તે જરૂર મળશે જ. તો તે માટે અહીં કરોડપતિને ત્યાં જન્મ પામેલો હોય તો. પણ તેનો ત્યાગ કરીને નિરતિચારપણે ચારિત્રનું પાલન કરે છે અને નવમા ગ્રેવેયકનું આયુષ્ય બાંધીને નવમા ગ્રેવેયકમાં ઉત્પન્ન થાય છે. પણ આ જીવોનું મિથ્યાત્વ ગાઢ બનતું જાય છે. આ કારણથી આ કષાયના ઉદયકાળમાં જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમા દેવલોકનું આયુષ્ય બાંધે છે. આટલું કષ્ટ વેઠીને પૂર્વક્રોડ વરસ સુધો નિરતિચાર ચારિત્રનું પાલન કરવા છતાંય સુખનો રાગ ઓછો ન થતાં કાઢવાનું મન પણ ન થતાં આ જીવો પાપનો અનુબંધ જોરદાર બાંધે છે અને પુણ્ય સામાન્ય બાંધે છે. માટે પાપાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરે છે. દેવલોકમાં ઉત્પન્ન થયા બાદ એક અંતર્મુહૂર્તમાં પાપનો અનુબંધ ઉદયમાં આવતા ઈર્ષ્યા ભાવ પેદા થઇ જાય છે કે આ નવમા ગ્રેવેયકનું સુખ મને મલવાનું હતું. મેં મહેનત કરેલી છે છતાંય Page 56 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy