SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આ જીવોને શાથી મળ્યું ? આ વિચારોથી ઇર્ષાનાં પરિણામ એકત્રીશ સાગરોપમ સુધી રહે છે. ત્યાંથી મરીને અનાર્ય ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઇ નરકાદિ દુર્ગતિમાં જાય છે. આ રીતે આ અનંતાનુબંધિ સંજવલન જેવો કષાય પ્રાપ્ત કરીને અભવ્ય-દુર્ભવ્ય અને ભારેકર્મી જીવો. અનંતી વાર પ્રયત્ન કરે છે. જ્યારે આત્માને અનાદિકાળથી ભટકાવનાર અને દુ:ખી કરનાર રાગ-દ્વેષના પરિણામ જ છે કે જે અનુકૂળ પદાર્થો પ્રત્યે રાગ કરાવે છે, પ્રતિકૂલ પદાર્થો પ્રત્યે દ્વેષ કરાવે છે. તેને જ્ઞાની ભગવંતો ગ્રંથી કહે છે. તેને ઓળખીને તેનાથી સાવધ રહી પ્રવૃત્તિ કરવા માંડે તે મિથ્યાત્વની મંદતા કહેવાય છે. આ મિથ્યાત્વની મંદતા થાય અને અનંતાનુબંધિ -અપ્રત્યાખ્યાનીય કષાયની સહાયથી જીવો શ્રી જિનેસ્વરદેવની આજ્ઞા મુજબ વિચરતાં એવા સુસાધુની-સાધર્મિકની-તપસ્વીની સેવા ભક્તિ કરતાં કરતાં જીવ પોતાના આત્માનું કલ્યાણ સાધી શકે એવી જ રીતે એ રાગાદિ પરિણામની ગ્રંથી તોડવા માટે અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાયની સહાયથી વ્રત, નિયમ, પચ્ચકખાણ કરતા કરતા શ્રાવકના બારવ્રતોને નિરતિચારપણે પાલન કરતા સકામ નિર્જરા સાધી શકે છે. અને અનંતાનુબંધિ સંજ્વલન કષાયની સહાયથી સર્વવિરતિને ગ્રહણ કરીને ગ્રંથી તોડવાના લક્ષ્યથી નિરતિચારપણે ચારિત્રનું પાલન કરતા કરતા સકામ નિર્જરા સાધીને આત્મ કલ્યાણ સાધતા જાય છે. આ ઉપરથી નક્કી થાય છે કે મિથ્યાત્વની મંદતા સાથે કષાયની સહાય મળે તો જીવ અપ્રમત્તપણે આરાધના કરતો કરતો સકામ નિર્જરા સાધી. આત્મકલ્યાણ કરી શકે છે. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જેટલી કષાયની સહાય વધારે તેટલું આત્મકલ્યાણ જલ્દી થાય. આ કષાયને પ્રશસ્ત કષાયો કહેવાય છે. અપ્રત્યાખ્યાનીય અનંતાનર્વાધિ દષાય આ કષાયનો ઉદય ત્રીજા અને ચોથા ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. ત્રીજા ગુણસ્થાનકનો કાળ એક અંતર્મુહૂર્તનો જ હોય છે. જ્યારે ચોથા ગુણસ્થાનકનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમનો હોય છે. આ ચોથા ગુણસ્થાનકમાં રહેલા જીવોને શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરવાનું મન થાય. સારી રીતે ભક્તિ કરે એ જ રીતે શ્રી જિનેશ્વર પરમાત્માના સુસાધુની પણ ભક્તિ કરે. સાધર્મિક ભક્તિ પણ પોતાની શક્તિ મુજબ સારી રીતે કરે. આ જ કર્તવ્યો આ જીવો માટે તરવાનું સાધન હોય છે. આથી તે વખતે એ અપ્રત્યાખ્યાનીય કષાયને પુરૂષાર્થથી અનંતાનુબંધિ જેવો બનાવે કે જેના પ્રતાપે અપ્રમત્તભાવે શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરતાં કરતાં તીર્થંકર નામકર્મ નિકાચીત કરી શકે છે. આ કષાય જ્યારે ઉદયમાં વર્તતો હોય છે ત્યારે તેના અંતરમાં જે પરિણામ આવે છે તે એવા હોય છે કે મારા આત્માને માટે તારનારી ચીજ આ જ છે. તો આ શ્રી જિનેશ્વર પરમાત્મા આદિની ભક્તિ મારે મારી શક્તિ મુજબ જ કરવી જોઇએ. મારા જેવો આવો સામગ્રી લઇને ભક્તિ કરવા જાય ? સારામાં સારી મારી શક્તિ મુજબ સામગ્રી લાવીને મારે ભક્તિ કરવી જ જોઇએ તો જ મને મળેલી લક્ષ્મી સળ ગણાય અને મારા આત્માનું કલ્યાણ થઇ શકે. જેટલી હું સારામાં સારી રીતે ભક્તિ કરીશ એટલી જ મારી સફળતા છે. આવા વિચારો અને પરિણામોથી સુંદર ભક્તિ કરતાં કરતાં સારો કાળ હોય તો તીર્થકર નામકર્મ નિકાચીત કરી શકે છે. જેમ શ્રેણિક મહારાજાએ શ્રી મહાવીર સ્વામી ભગવાનની ભક્તિ કરતાં કરતાં તીર્થંકર નામકર્મ નિકાચીત કર્યું. રોજ સવારમાં ઉઠે-ઉઠીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજ જે દિશામાં હોય ત્યાં સાત ડગલા જઇને નમસ્કાર કરે-સ્તવના કરે તેમાં કોઇ આવીને સમાચાર આપે કે શ્રમણ Page 57 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy