SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ છીએ, કુટુંબ લઇને બેઠા છીએ, આપણી જ છે હું નહીં કરું તો કોણ કરે ? ઇત્યાદિ માન્યતા રાખીને પાપનું સેવન પણ કરે, કરવાના વિચારોમાં પણ રહે અને તે કરાવવા માટેનાં વચનો પણ બોલે. આવા આર્તધ્યાનનાં વિચારોમાં મોટેભાગે એ જીવો રહેતા હોય છે. બીજા જીવોના સુખની ઈર્ષ્યા આ જીવોનાં અંતરમાં મોટે ભાગે હોતી નથી. સૌ પોતપોતાના પુણ્યથી મેળવે છે અને ભોગવે છે. તેમાં આપણે શું ? પણ આ વિચારની સાથે અંતરમાં સંસારના સુખની પ્રધાનતા રાખીને જીવન જીવતા હોય, ધર્મ ગૌણ હોય, જ્યાં સુધી બીજા કરી લે ત્યાં સુધી પોતાને ભાવના ન થાય, આવા આર્તધ્યાનમાં જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમાં તિર્યંચનું આયુષ્ય બાંધે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે આલોકમાં માતા-પિતા-ધણી ધણીયાણી-દીકરા-દીકરી-સ્નેહી-સંબંધી આદિનો રાગ રાખીને ધર્મ પ્રવૃત્તિ જીવો કરે તો તેનાથી એકેન્દ્રિયમાં અને તિર્યંચમાં જવા લાયક કર્મનો બંધ કરે છે. એવી જ રીતે આચારાંગ સૂત્રમાં પણ જણાવેલ છે કે શુભ પરિણામથી ધર્મ આરાધના કરવાથી શુધ્ધ પરિણામ પેદા થયેલ ન હોય અને તે પેદા કરવાનું લક્ષ્ય પણ ન હોય તો એ આરાધનાથી જીવો આલોકના પદાર્થોની આસક્તિ અને પરલોકના સુખની ઇરછાથી કરતાં હોય છે. તેના કારણે શુભ પરિણામની ધારા વિશેષ રહેતી હોવાથી આ જીવો શુભ આર્તધ્યાનથી મનુષ્યગતિનો બંધ કરે અને એની સાથે સાથે અંતર્મુહૂર્તનાં આયુષ્યવાળા મનુષ્ય આયુષ્યના અનુબંધ બાંધી શકે છે. માટે આ કષાયમાં જીવો આયુષ્ય બાંધે તો નિયમા તિર્યંચાયુષ્યનો બંધ કરે છે. અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય કષાય આ કષાયના ઉદયવાળા જીવો ધર્મની સમજણ મેળવીને પોતાની શક્તિ મુજબ વ્રત, નિયમ, પચ્ચખાણ કરતાં કરતાં શ્રાવકના બાર વ્રતોને ગ્રહણ કરી નિરતિચારપણે પાલન કરે છે. વ્યવહારમાં શ્રાવકપણા રૂપેની તેની છાપ રહેલી હોય છે. પણ અંતરથી અનુકૂળ પદાર્થોનો રાગ છોડવાની ભાવના હોતી નથી. એ રાગ ખરાબ છે. મારા આત્માને નુક્શાનકારક છે. તેનાથી હું દુઃખી થયો છું. આ વિચાર પણ કરવા તૈયાર નથી અને એ શ્રાવકપણું પાળતાં આલોક્ના સુખની ઇચ્છા અથવા પરલોકના સુખની ઇચ્છા રાખીને પાળતા હોય છે. આથી આ જીવોનાં પરિણામ કષાયના કારણે મંદ પડેલા દેખાય, પણ મિથ્યાત્વ ગાઢ રહેલું હોય છે. આથી આ જીવો પરલોકને માને છે. પરલોક માટે આલોકમાં ત્યાગ તપશ્ચર્યા વગેરે કરે છે. તેથી આ જીવોને આયુષ્ય બંધાય તો મનુષ્યનું આયુષ્ય બંધાય છે. શ્રાવકના બાર વ્રત નિરતિચારપણે પાલન કરતાં કરતાં સારો કાળ હોય તો અગ્યાર પ્રતિમા શ્રાવકની વહન કરી ચોવીસે કલાક ઉપાશ્રયમાં રહી ધર્મ આરાધના કરે. ઘરે માત્ર જમવા પુરતું બેટંક કે ત્રણ વાર જવું પડે માટે જાય, એમાં પણ જે આપે તે ખાઇ લે કોઇના સમાચાર લેવાના નહિ. સારું નરસું કરવાનું નહિ. એટલે ઘરે જમવા પુરતું જવા માટેની અનુમોદના હોય છે. તો પણ સંસારના અનુકૂળ પદાર્થોનો રાગ અંતરમાંથી જતો નથી. આ માટે અભયકુમારને ઠગનારી વેશ્યા, જે ચંડuધોત રાજા પાસેથી સારું ઇનામ મેળવવાની લાલચે સાધ્વીજી પાસે વેશ્યાએ બોજી દશ પંદર પોતાની સખીઓને લઇ શ્રાવકપણાને લાયક જૈન ધર્મનો અભ્યાસ કર્યો. શ્રાવકના વ્રતો કેટલા હોય કયા કયા તેનું પાલન કઇ રીતે થાય તે જાણીને શ્રાવકના બારવ્રતો ઉચ્ચરીને ઉંચામાં ઉંચી કોટીનું શ્રાવિકાપણું પાલન કરતાં કરતાં રાજગૃહી નગરીમાં આવી ધર્મશાળામાં ઉતરેલા છે. અને રોજ નવા નવા મંદિરના દર્શન કરવા જાય છે. તે દર્શન કરતાં કરતાં એકવાર શ્રેણિક મહારાજાના ઘર મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. મંદિરમાં જઇ સારા રાગથી ભગવાન જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરે છે. તેનો અવાજ સાંભળી અભયકુમાર ઉઠીને જોવા માટે આવેલ છે અને અંદર Page 55 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy