SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપદેશ એ સ્વાધ્યાયના પાંચ પ્રકારો છે.” અહીં અનુપ્રેક્ષાને ત્રીજી મૂકેલી છે તથા પરિવતના (આખાય) ને ચોથી મૂકેલી છે. (૧) વાચના વાચનાચાર્ય કે વિદ્યાગુરુ સમીપે જઇ વિધિવત્ વંદન કર્યા બાદ તેમની પાસેથી વિનયપૂર્વક સૂત્ર અને અર્થનો પાઠ લેવો, તે યાચના કહેવાય છે. અહીં સૂત્રથી નિગ્રંથપ્રવચન અને તેના આધારે રચાયેલાં અન્યશાસ્ત્રો સમજવાનાં છે. (૨) પ્ર છના ગહણ કરેલાં સૂત્ર તથા અર્થ સંબંધી જે કંઇ પ્રશ્નો ઉઠે, તે વિનમ્ર ભાવે ગુરુ સમક્ષ રજૂ કરી, તેનું સ્પષ્ટીકરણ કે સમાધાન મેળવવું, તે પૃચ્છના કહેવાય છે. અહીં એટલું સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ જગતુમાં માત્ર બે જ મનુષ્યોને પ્રશ્ન ઉઠતા નથી. એક તો જે જડ છે અને બીજો જે પૂરેપૂરો જ્ઞાની છે. તે સિવાયના સર્વ મનુષ્યોને ઓછા કે વત્તા પ્રશ્નો ઉઠવાના. આ પ્રશ્નોનું યોગ્ય સમાધાન થાય તો જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને તે જ્ઞાનવૃદ્ધિ જીવનમાં ઘણી ઉપકારક નીવડે છે. (૩) uરિવર્તના ગુરુ પાસેથી ગ્રહણ કરેલા સૂત્રના પાઠ તેમજ અર્થની પુન: પુન: આવૃત્તિ કરવી, તેને પરિવર્તના કહેવામાં આવે છે. પરાવર્તના, પુનરાવૃત્તિ, આવૃત્તિ, આખાય એ તેના પર્યાયશબ્દો છે. આવૃત્તિ કર્યા વિના શાસ્ત્ર જ્ઞાન તાજું રહેતું નથી. (૪) અનુપ્રેક્ષા ગ્રહણ-ધારણ કરેલા સત્ર અને અર્થ સંબંધી અનુપ્રેક્ષણ એટલે ચિંતન-મનન કરવું, તેને અનુપ્રેક્ષા કહેવાય છે. અનુપ્રેક્ષા વિના સૂત્ર-સિદ્ધાંતનું વાસ્તવિક રહસ્ય સમજાતું નથી. અન્યત્ર નિદિધ્યાસન શબ્દ વડે આ વસ્તુ સૂચિત કરવામાં આવી છે. (૫) ધર્મ કથા સૂત્ર-સિદ્ધાંતનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત ર્યા પછી અન્યને ધર્મનું કથન કરવું, ધર્મનો ઉપદેશ આપવો, તે ધર્મકથા કહેવાય છે. સ્વાધ્યાયકારા સાધકે વિશ્વનું સ્વરૂપ, ષડદ્રવ્યો અને તેના ગુણપર્યાય, આત્માની જુદી જુદી અવસ્થાઓ તથા મોક્ષમાર્ગના ઉપાયરૂપ સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન તથા સમ્યક ચારિત્રનો વિશદ બોધ પ્રાપ્ત કરી લેવાનો હોય છે કે જે તેને શ્રેયસની સિદ્ધિમાં ઘણો સહાયક નીવડે છે. (૫) ધ્યાન નu ચિતનીય વિષયમાં મનને એકાગ્ર કરવું તેને ધ્યાન કહેવાય છે. આ ધ્યાન બે પ્રકારનું છે : (૧) અશુભ અને (૨) શુભ. તેમાં અશુભ ધ્યાન કર્મબંધનું કારણ હોઇ છોડવા યોગ્ય છે અને શુભ ધ્યાન કર્મની નિર્જરાનું કારણ હોઇ ઉપાદેય છે. અશુભ ધ્યાન બે પ્રકારનું છે : (૧) આર્તધ્યાન અને (૨) રૌદ્ર ધ્યાન. તેમાં આર્ત ધ્યાન એટલે દુ:ખ કે પીડાનું ચિંતન મુખ્ય હોય, તેને આર્તધ્યાન અને જેમાં સ્કતા એટલે હિસા, ક્રોધ, વૈર વગેરેનું ચિંતન મુખ્ય હોય, તેને રૌદ્રધ્યાન સમજવાનું છે. આર્તધ્યાનના ચાર પ્રકારો છે : (૧) અનિષ્ટવસ્તુ સંયોગ-અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થતાં તેના વિયોગને Page 258 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy