SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ માટે નિરંતર ચિંતા કરવી તે. (૨) ઇષ્ટવિયોગ- કોઇ ઇષ્ટ એટલે મનોનુકૂલ વસ્તુ ચાલી જતાં તેની પુન: પ્રાપ્તિ માટે સતત ચિંતા કરવી તે (૩) પ્રતિકૂલવેદના-શારીરિક પીડા, માનસિક પીડા કે રોગ થતાં તેને દૂર કરવાની સતત ચિંતા કરવી તે. (૪) ભોગ-લાલસા-ભોગની તીવ્ર લાલસાને વશ થઇ અપ્રાપ્ત ભોગોને પ્રાપ્ત કરવાનો દ્રઢ સંકલ્પ કરવો અને મનને તેમાં જ જોડાયેલું રાખવું તે. રૌદ્રધ્યાનના પણ ચાર પ્રકારો છે : (૧) હિસાનુબંધી-હિસા સંબંધી સતત વિચારો કરવા તે. (૨) અમૃતાનુબંધી-અસત્ય બોલવા સંબંધી સતત વિચારો કરવા તે. (૩) તેયાનુબંધી-ચોરી સંબંધી સતત વિચારો કરવા તે. (૪) વિષયસંરક્ષણાનુબંધી-વિષય ભોગની સામગ્રીનું રક્ષણ કરવા અંગે સતત વિચારો કરવા તે. આ ચાર પ્રકારના આર્તધ્યાન તથા ચાર પ્રકારના રૌદ્રધ્યાનને છોડીએ, ત્યારે જ શુભ ધ્યાન ધરી શકાય છે. શુભ ધ્યાન બે પ્રકારનું છે : (૧) ધર્મધ્યાન અને શુક્લધ્યાન. તેમાં ધર્મ સંબંધી સતત ચિંતન કરવું, તે ધર્મધ્યાન કહેવાય છે અને વ્યાક્ષેપ તથા સંમોહાદિથી રહિત ઉજ્જવલ ધ્યાન ધરવું, તે શુક્લધ્યાન કહેવાય છે. ધર્મધ્યાન ચાર પ્રકારનું છે : (૧) આજ્ઞાવિચય-વીતરાગ મહાપુરુષોની ધર્મ સંબંધી જે આજ્ઞાઓ છે, તે અંગે સતત ચિંતન કરવું તે. (૨) અપાયરિચય-સાંસારિક સુખો વડે થતાં અપાય કે અનિષ્ટનું સતત ચિંતન કરવું તે. (૪) સંસ્થાનવિચય-દ્રવ્ય તથા ક્ષેત્ર સંબંધી સતત ચિંતન કરવું તે. અહીં દ્રવ્ય શબ્દથી જિનાગમોમાં વર્ણવાયેલા ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદગલ અને જીવ એ છ દ્રવ્યો સમજવાનાં છે તથા ક્ષેત્ર શબ્દથી ચૌદ રાજપ્રમાણ લોક સમજવાનો છે. તાત્પર્ય કે વિશ્વનું સ્વરૂપ ચિતવવું, તે આ ધ્યાનનો મુખ્ય હેતુ છે. શુકલધ્યાન પણ ચાર પ્રકારનું છે : (૧) પૃથકત્વ-વિતર્ક-સવિચાર-અહીં પૃથકત્વનો અર્થ છે ભિન્ન, વિચારનો અર્થ છે એક અર્થ પરથી બીજા અર્થ પર, એક શબ્દથી બીજા શબ્દ પર, અર્થથી શબ્દ પર અને શબ્દથી અર્થપર તથા એક યોગથી બીજા યોગ પર ચિન્તનાર્થે થતી પ્રવૃત્તિ. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનનાં આલંબન પૂર્વક ચેતન અને અચેતન પદાર્થમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, રૂપિવ, અરૂપિવ, સયિત્વ, અયિત્વ આદિ પર્યાયોનું ભિન્ન ભિન્ન રૂપથી ચિતન કરવું, તે આ ધ્યાનનો મુખ્ય વિષય છે. (૨) એકત્વ-વિતર્ક-નિર્વિચાર- અહીં એકત્વનો અર્થ અભિન્નતા છે, વિતર્કનો અર્થ શ્રુતજ્ઞાન છે અને નિવિચારનો અર્થ એક અર્થથી બીજા અર્થ પર, એક શબ્દથી બીજા શબ્દ પર, કે અર્થથી શબ્દ પર અને શબ્દથી અર્થ પર તથા એક યોગથી બીજા યોગ પર ચિંતનાર્થે કોઇ પ્રવૃત્તિ ન કરવી, એ છે. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનનાં આલંબનપૂર્વક માનસિકાદિ કોઇપણ એક યોગમાં સ્થિર થઇને દ્રવ્યના એક જ પર્યાયનું અભેદ ચિંતન કરવું, તે આ ધ્યાનનો મુખ્ય વિષય છે.અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત ગણાશે કે પ્રથમ ધ્યાનના દ્રઢ અભ્યાસથી આ બીજા ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જેમ સમસ્ત શરીરમાં વ્યાપેલું ઝેર મંત્રાદિ ઉપાયોથી એક ડંખની જગાએ લાવીને સ્થાપિત કરવામાં આવે છે, તેમ અખિલ ગતના ભિન્ન ભિન્ન વિષયોમાં ભટકતાં મનને આ ધ્યાન દ્વારા એક જ વિષય પર લાવીને એકાગ્ર કરવામાં આવે છે અને એ રીતે મન એક જ વિષય પર એકાગ્ર થતાં સર્વથા શાંત થઇ જાય છે, એટલે કે તે પોતાની સર્વ ચંચળતા છોડી નિષ્કપ બની જાય છે. આનું પરિણામ એ આવે છે કે આત્માના જ્ઞાનાદિ ગુણ પર લાગેલાં સર્વ કમો-સર્વ આવરણો દૂર થઇ જાય છે અને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે કે જેના લીધે આત્મા સમસ્ત લોકાલોક્ના Page 259 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy