SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ આવાઓ જેલમાં ગોંધવાને લાયક છે. એમના મગજમાં દુર્બુદ્ધિ જાગે, એમનો સ્વાર્થ સહજ પણ હણાતો જણાય, તો અનેક્ન નીકંદન કાઢે, અનેકને પાયમાલ કરે, એવા એ નાલાયક છે. ને ને તેને કરડે એ માટે તો જંગલી જાનવરને શહેરમાં પેસવા નથી દેતા, તો આવા કયી રીતે શહેરમાં રહેવાને લાયક છે ? બીજા શોની કરૂણા ? એક તો અજ્ઞાનમાં સબડતા દીનની કરૂણા પછી ‘ાર્તy' એટલે, નવા નવા વિષયો મેળવવા આદિની તૃષ્ણાથી સળગતા, હિતની પ્રાપ્તિ અને અહિતના પરિવારની વૃત્તિથી વિપરીત વૃત્તિને ધરનારા તથા અર્થના અને આદિની પીડાથી પીડાતા આત્માઓ ઉપર : અને “મીતેષ' એટલે વિવિધ પ્રકારનાં દુ:ખોથી પીડાતા અનાથ આદિ ઉપર તથા શત્રુઓના પરાભવથી અને રોગ આદિની પીડાથી મરવા પડેલાઓની માફક જીવિતની યાચના કરનારાઓ ઉપર પણ કરૂણા. આજે ઉદરડા અને કુતરાં જીવિતવ્યની યાચના કરી રહ્યાા છે. કરૂણા ભાવનાવાળો આવા વખતે છતી શકિતએ મૌન કેમ રહી શકે ? શક્તિ મુજબ યોગ્ય કર્યા વિના કેમ રહી શકે ? આ ભાવના કહેવા રૂપે ન હોય, શાબ્દિક જ ન હોય, તો આ દશા ન હોય. માટે કહે છે કે-દીન, આર્ત, ભીત અને જીવિતવ્યને યાચતા જીવો પ્રત્યે “પ્રતિor૨૫૨ા વૃદ્ધિ: રુખ્યમામઘિયતે I” એ એ દુ:ખોનો પ્રતિકાર કરવાની બુદ્ધિ-પ્રતિકાર કરવામાં તત્પર બુદ્ધિ એજ કરૂણા કહેવાય છે. જ્યાં મૈત્રી અને પ્રમોદ ભાવના હોય ત્યાં આ કરૂણા ભાવના જરૂર હોય. જેનામાં જાણવા અને સાંભળવા છતાં પણ આવી મૈત્રી ભાવના, આવી પ્રમોદ ભાવના અને આવી કરૂણા ભાવના ન આવે અને જેને એનું દુ:ખ પણ ન થાય તેને માટે આજનો દિવસ ચડતા વર્ષનો પ્રથમ દિવસ નહિ, પણ પડતા વર્ષનો પ્રથમ દિવસ છે એમ સમજવું જોઇએ. હું તો ઇચ્છું છું કે-સારી ય દુનિયા આબાદ બને, સઘળાય જીવો બરબાદીથી છૂટી જાય, કોઇ દુ:ખી ન થાય, કોઇ પાપ ન કરે અને સૌ સંસારથી મુકત થાય, પરન્તુ એ ઇચ્છા સાથે એ પણ નિશ્ચિત જ છે કે-જે આત્માઓ આવી મૈત્રી, પ્રમોદ અને કારૂણ્ય ભાવનાથી ઇરાદા પૂર્વક વંચિત રહે, એની કારમી ઉપેક્ષા કરે, એ ભાવનાને જીવનમાં ઉતારવાનો વિરોધ કરે તે આત્માઓ માટે આજથી પડતું જ વર્ષ શરૂ થાય છે : માટે આ નવા વર્ષને જો ચઢતું વર્ષ બનાવવું હોય તો આ ભાવનાઓ મેળવો અને ખીલવો, આ ભાવનાઓને ઉદીત બનાવો, અને એ ભાવનાઓના અમલ માટે યથાશકિત પ્રયત્નશીલ બનો ! આ મૈત્રી, પ્રમોદ અને કારૂણ્ય ભાવના વિના વાસ્તવિક ધર્મ આવે નહિ અને જે હોય તે દીપે નહિ. માધ્યરચ્ય ભાવના મૈત્રી, પ્રમોદ અને કારૂણ્ય ભાવના પછીથી ચોથી માસ્થ ભાવના છે. આ ભાવના ખૂબ સમજવા જવી છે, નહિતર ધર્મની આરાધના થઇ શકશે નહિ. માધ્યચ્ય ભાવનાને નામે આજે ઘણા ગોટાળા થઇ રહ્યા છે. માનલોલુપ અને કીર્તિ ભૂખ્યા આત્માઓ, આજે માધ્યચ્ય ભાવનાને નામે જ ગતુના ઉન્માર્ગીઓને ઉત્તેજી રહ્યા છે અને સન્માર્ગીઓને પીડી રહ્યાા છે. જેનામાં આવી મૈત્રી, આવી પ્રમોદ ભાવના અને આવો કરૂણાભાવ હોય, તેને કોઇપણ પ્રાણી ઉપર બુરું કરનારો રોષ ન હોય, પરન્તુ તેની સન્માર્ગનાશક પ્રત્યે પણ ઉપેક્ષા હોય કે નહિ તેજ વિચારણીય છે. કોની ઉપેક્ષા હોય અને કોનો પ્રતિકાર હોય, એ સમજવા જેવું છે. ઉપેક્ષા અને પ્રતિકાર બન્ને વખતે મૈત્રી, પ્રમોદ અને કારૂણ્ય ભાવના તો ચાલુ જ હોય. પ્રતિકાર કરતાં એ ભાવનાઓને વિસરવાની નથી. જેઓ પાપી બની સુધરી શકે તેવા જ ન હોય તેની ઉપેક્ષા હોય, પરન્તુ જે અગ્નિની માફક બીજાને બાળવા તૈયાર થાય તેમનો પ્રતિકાર હોય અને એ વસ્તુ વિસ્તારથી સમજાવવા માટે જ “ધર્મરક્ષા” નો વિષય માધ્યચ્ય ભાવના ક્યાં હોય ? એ દર્શાવતાં Page 238 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy