SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ભાંગનારા છે ! તમારા કડવા ને ગુસ્સાખોર શબ્દો સાંભળનારા છે. આ શું કરૂણા છે ? સાધનહીનને ઠેલા ખવડાવો, ક્લાકોના કલાકો સુધી ઓટલા ભંગાવો અને ગમે તેવા શબ્દો સંભળાવો, -એ શું કરૂણા છે ? એ કોઇ પણ અંશે કરૂણા નથી. કરૂણા કોને કહેવાય ? બીજાના દુ:ખના નાશની ઇચ્છા, એજ વાસ્તવિક કરૂણા છે. “પરવું:વિનાશિની રુા ।” કરૂણા એ પરના દુ:ખની વિનાશિની છે. એવી કરૂણા, એ આત્માને ઉન્નતદશાનો અધિકારી બનાવનારી છે. કરૂણા કોની ને કેવી હોય ? કલિકાસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, કરૂણા ભાવનાનું સ્વરૂપ આલેખતાં, સ્વરચિત શ્રી યોગશાસ્ત્રમાં ફરમાવે છે કે "दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जोवितम् | પ્રતીરપરા વૃદ્ધિ:, ગરુબ્યાંમઘીયતે IIII” અજ્ઞાનના બળે ઉન્માર્ગદેશક બની પોતાના નાશ સાથે પરનો નાશ કરી રહેલા દીન આદિને બચાવી લેવાની ભાવના, અ કરૂણા કહેવાય છે. સર્વ જીવોને, કે જે દીનતા આદિથી રીબાતા હોય, તેમને તે રીબામણમાંથી બચાવી લેવાની ભાવના, એ કરૂણા છે. અશુભના ઉદયે આવી પડેલા દુ:ખમાં જે વિવેક્ના યોગે દીન ન થાય, એ તો કરણાપાત્ર નહિ પણ ભક્તિપાત્ર છે. દુ:ખ થાય તેવીસ્થિતિમાં પણ જે પ્રસન્ન રહે, તેના તરફ દયાબુદ્ધિ થવી, એ તો હલકટ મનોવૃત્તિ છે. જેણે સલ કર્મોના ક્ષયરૂપ મુક્તિની ઇચ્છા પૂર્વક ભોગસાધનો તજ્યાં હોય, જેણે ભોગસાધનો ગ્રહણ નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હોય, જેણે કાયાને દમીને આત્મકલ્યાણ સાધવાનો નિર્ણય ર્યો હોય, જે આનંદથી ક્ષુધા ને તૃષા, ટાઢ ને તડકો સહતા હોય, અને જેઓને જરૂરી અસાવદ્ય વસ્તુઓ ન મળે તો પણ મુંઝવણ ન થતી હોય, એ તો ગભરમાં પૂજાવા લાયક આત્માઓ છે. એવા આત્માઓની જેઓને દયા આવે, તેજ આત્માઓ દયાપાત્ર છે. કરૂણા સાધનહીનની જ નહિ પણ દીન આદિની હોય. જેણે સ્વયં સાધનહીનતા વહોરી છે અને જેને અ સ્થિતિમાં દુ:ખને બદલે આનંદ થાય છે, તે આત્માઓ જેવા જ્ગમાં બીજા કોઇ ભક્તિપાત્ર નથી. એમાં પણ ત્યાગનો દંભ ન જોઇએ. ત્યાગી તરીકે ઓળખાવું અને રાગમાં રખડવું, આહારત્યાગી વ્હેવડાવવું અને દૂધમેવા મોથી ઉડાવવા, પરોપકારનો દંભ કરવો અને દુનિયાને પાપમાર્ગમાં ઘસડી જ્વી, એ ભક્તિપાત્રતા નથી જ. ભક્તિપાત્ર ત્યાગમાં દંભ ન હોય, પણ આજે તો અજ્ઞાન દુનિયાને ભક્તિ પાત્ર ત્યાગીની દયા આવે છે. સંપત્તિશાલી એમ માને છે કે-બુદ્દિના પ્રતાપે અમે આ બધું મેળવ્યું છે. કેટલાયની એવી માન્યતા છે. ખરેખર, એવી માન્યતા જ બુદ્ધિનો અભાવ સૂચવે છે. કેટલાક સંપત્તિવાળા ગરીબોને ધૂતકારી કાઢે છે કે- ‘સાલા મઅક્લ' જાણે આખી દુનિયાની બુદ્ધિ જ અહીં એમનામાં ઠલવાઇ હોય ! એવા બુદ્ધિના ગુમાનીઓને એમના કરતાં વધારે બુદ્ધિ ધરાવનારા, વધારે અક્ક્સવાળા, એમની બુદ્ધિને છક્કડ ખવડાવે એવા સંખ્યાબંધ માણસો બતાવવા હું તૈયાર છું. આના કેટલાક શ્રીમંતોની આ અધમ મનોદશા છે અને તેથી જ તેઓને કરૂણાપાત્ર ઉપર પણ કરૂણા આવવાને બદલે તિરસ્કાર આવે છે, પણ જ્યારે પુણ્ય ખપી જશે ત્યારે એના એ એથીય ભયંકર તિરસ્કાર સહતા હશે. આવી અધમ મનોદશાવાળા પ્રાય: કોઇનું ભલું તો કરી શક્તા નથી પણ બધાનું, એમના પનારે પડેલાનું પ્રાય: ભૂંડું જ કરે છે. આજે કેટલાક સાધનસંપન્ન તો એવા છે કે-એમની ભીતરની દશા જોતાં એમ ક્હી શકાય કે Page 237 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy