SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી યોગશાસ્ત્રમાં ફરમાવે છે કે ર0ર્મસુ નિ:શંë, દેવતાગુરુનાન્દ્રિy I માત્મશરિપુ યોપેક્ષા, તન્માધ્યરશ્યમુવીરિતમ્ IIકા” જે આત્માઓ કશા પણ ભય વિના ક્રૂર કર્મો કરવામાં નિ:શંક હોય, અર્થાતુ-જેમને ન પાપનો ભય કે ન તો દુનિયાની લજ્જા હોય, તે આત્માઓ ઉપેક્ષાને પાત્ર છે : દેવ અને ગુરૂના જે નિર્દક હોય, અને આત્મપ્રશંસા કરવામાં જેઓ ભાંડ જેવા હોય તે આત્માઓ પ્રત્યે જે ઉપેક્ષાબુદ્ધિ, એ માધ્યચ્ય ભાવના ઉપેક્ષ અને પ્રતિકાર બીજાના દોષની ઉપેક્ષા, એ ભાવના છે. પરન્તુ એ દોષ જો પ્રતિકાર્ય હોય અને જો બીજાઓને દોષિત કરતો હોય, તો તેનું નિવારણ કરવું જ જોઇએ. એ દોષથી એજ એક દોષિત હોય તો ઉપેક્ષા થાય, પણ બીજાને દોષિત કરવા મથે ત્યાં ઉપેક્ષા કેમ થાય ? દેવ-ગુરૂની એ નિન્દા જ કરીને અટકે તો ઉપેક્ષા થાય, પરન્તુ બીજાઓને ધર્મથી વિમુખ બનાવવા મથે તો તેની ઉપેક્ષા ન થાય. ધર્મનિન્દક કરતાં ધર્મથી વિમુખ બનાવનારા-દુનિયાને ધર્મથી વિમુખ કરવાને મથનારા વધારે મૂંડા છે. ધર્મનિન્દક કરતાં એ વધુ અધમ છે. એવાઓ પ્રત્યે હિતબુદ્ધિ-દયાબુદ્ધિ તો છે જ, પરન્તુ તેથી તેમની ઉપેક્ષા ન હોય. પ્રતિકાર કરતાં કરતાં પણ આપણી મૈત્રી આદિ ભાવનાઓ તો અખંડ રહેવી જોઇએ. એમનું બુરું ચિંતવીએ નહિ, બુરું કરીએ નહિ,પણ ભલું ચિંતવતાં ચિતવતાં પ્રતિકાર જરૂર કરીએ. પેટભરીને પૈસા આપી સધારો ! આજના દેવ-ગુરૂ-ધર્મના નિર્દકોમાં જે કોઇ પેટભરા હોય, પેટ ભરવા ખાતર જ દેવ-ગુરૂ-ધર્મની નિન્દા કરતા હોય, પૈસા આપવાથી સુધરે તેવા હોય, તેવાને પૈસા આપીને, તેમનાં પેટ ભરીને પણ દેવ-ગુરૂ-ધર્મની નિન્દા કરતા અટકાવવા જોઇએ. પેટ ખાતર જ જો તેઓ દેવ-ગુરૂ-ધર્મની નિન્દાના દંડપાત્ર ઠરતા હોય, તો તેમને પેટ ભરાય તેથી પણ વધારે પૈસા આપીને બચાવી લેવા જોઇએ. તમારી લક્ષ્મીથી જો દેવ-ગુરૂ-ધર્મના નિન્દકો નિન્દા કરતા અટકી જતા હોય, તો એ લક્ષ્મીનો જેવો તેવો સદુપયોગ નથી. પૂર્વકાળમાં પુણ્યાત્માઓ સુદેવ-સુગુરૂ-સુધર્મની પ્રશંસા કરનારાઓને ઉદારતાથી દાન આપતા, તો તમે શું પેટભરા નિર્દકોને નિન્દા કરતા અટકાવવા માટેય ન આપી શકો ? છતી સામગ્રીએ જો પોતે તેવી નિન્દા ન અટકાવી શકે તો પોતાની જાતને અને સામગ્રીને, સાધનસંપન્ન તુચ્છ માને. “ધર્મરક્ષા” ની પીઠિકા પણ આજે તો બહુ વિચિત્ર દશા છે. કરૂણામાં જેમ બધાને મૂર્ખ માને અને પોતાને ડાહ્યા માને છે, કરૂણા જેમ બનાવટી થઇ ગઇ છે, તેમ તમારી માનેલી મધ્યસ્થતા પણ મૂર્ખતા લાવનારી છે. દુ:ખ દૂર કરવાની વૃત્તિ કરૂણામાં સમાઇ જાય છે, તો પેટપીડાથી દેવ-ગુરૂ-ધર્મને નિન્દનારાઓની તેવી નિન્દા અટકાવવા માટે કરૂણા કરવી જોઇએ કે નહિ? એવી કરૂણા કરવા છતાં પણ નિન્દા કરતા ન અટકે તો ઉપેક્ષા. એ ઉપેક્ષાય કયાં સુધી ? જ્યાં સુધી એ નિન્દક દેવ-ગુરૂ-ધર્મનો નાશ કરવા ન નીકળે ત્યાં સુધી ! મિથ્યાદ્રષ્ટિ નજ સુધરે તો ઉપેક્ષા હોય, પણ એ સુદેવ-ગુરૂ-ધર્મનો નાશ કરવાના પ્રયત્નમાં પડે તો ઉપેક્ષા ન હોય. એવા આત્માઓ અગ્નિની ઉપમાને લાયક છે. અગ્નિ કેવો ? બાળનારો, છતાં એનાથી કામ લેવાય છે કે નહિ ? પણ કામ કયાં રાખીને લેવાય છે ? એને તમે કયાં ઘાલ્યો છે ? નગરમાં રખડતો નહિ, ઘરમાં. ઘરમાં પણ કયે ઠેકાણે રાખો છો ? રસોડામાં, અને તે પણ ચુલામાં. એવી રીતે કે-એનાથી Page 239 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy