SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ મૂક્વાના ઉપાય છે.' એમ શીખવો છો ને ? તમે તો છોકરાને એવા તૈયાર કરો છો કે-શાક લેવા જાયતો પણ વાસી લઇને ન આવે. દુકાને જાય એટલે વેચનારની સામું ન જૂએ પણ શાક સામું જૂએ. હાથમાં લઇને તોડી જૂએ. પછી ખાત્રી થાય કે-વાસી નથી, તાજું છે, તો લે નહિતર આગળ ચાલે. કાછીયો બૂમ પાડે આવો શેઠ ! સારૂં આપું ' છતાં- પાછું વાળીને ન જુઓ. એ સમજે કેનવાસી શાક વળગાડવા માટે શેઠ કહે છે. એ કહે કે-મીઠાશમાં મુંઝાતો મા, એમ બાપાએ કહ્યાં છે. હુંશીયાર કાપડીઓ ગ્રાહક ગફલતમાં રહે તો બેઠો માલ પધરાવી દે : એટલે માનપાનમાં મુંઝાયા તો મર્યાજ સમજ્જો. એજ રીતે ગુણમાં સમજવાનું | શાંતિ વખાણાય નહિ અને વખાણીએ તો એની લુચ્ચાઇના ભાગીદાર આપણેય ઠરીએ. પક્ષપાત તો એવા ગુણનો હોય કે-જે ગુણથી એકેનું અહિત ન થાય. ગુણાભાસના ઉપાસની, દૈભિની, આડંબરિની પ્રશંસા કરાય તો અનેક્નો નાશ, સંહાર થઇ જાય. માટે એવાની પ્રશંસા નજ હોય. આપણે ગુણના વિરોધી નથી, આપણે ગુણના પૂજક છીએ, ગુણ હોય ત્યાં આપણું હૃદય પ્રફુલ્લ થાય છે, સાચા ગુણીની પાસે આપણું માથું ઢળી પડે છે, અને ગુણનો આપણને પક્ષપાત છે. વાસ્તવિક રીતે ગુણના વિરોધી તો તે છે કે-જે સુદેવ, સુગરૂ અને સુધર્મના વિરોધી છે, માટે જ સાચા ગુણી તેમને જણાવ્યા કે-જેઓ સઘળાય હિસા આદિ દોષોના ત્યાગી હોય અને વસ્તુને વસ્તુગતે જોનારા હોય. આવાના ગુણોનો દરેક ધમિને પક્ષપાત હોય જ. તેવી તિવાળાના મણોનોય પણuid જે સઘળાય દોષોના ત્યાગી ન હોય, પરન્ત અમૂક દોષોના ત્યાગી હોય અને બાકીના દોષોને ત્યાગવાની વૃત્તિવાળા હોય, તેઓમાં જો પ્રતિપક્ષી દોષો ન હોય, સમાદિ બીજાને લૂંટવા માટે ન હોય, અને એને લીધે વસ્તુતત્ત્વને સમજનારા વિવેકી હોય, તેમના ગુણોનો પણ પક્ષપાત એ પ્રમોદ છે. મૂખ્યતયા શ્રી વીતરાગ અનન્તજ્ઞાનીના ગુણોમાં પક્ષપાત હોય, પરન્તુ તેમના જે સાચા અનુયાયી હોય તેમની આજ્ઞામાં જ જે પોતાનું ને પરનું કલ્યાણ માનતા હોય, એમની આજ્ઞાના ઉલ્લંઘનમાં-ઉત્થાપનમાં જે જીવનનાશ સમજતા હોય, અને જેઓ એમની આજ્ઞાના પાલન સાથે એનો જ પ્રચાર કરવા દ્વારા સ્વપર શ્રેય સાધતા હોય, તેમના ગુણોનો પણ આપણને પક્ષપાત જરૂર હોય. આપણે ગણના પક્ષપાતી ખરા, પણ તે ગુણીના ગુણના પક્ષપાતી, કે જે અનન્તજ્ઞાની હોય અથવા તેમના અનુયાયી હોય. ભીલ જાતિ લુંટારું ગણાય છે, જંગલમાં એક્તા મળ્યા હોઇએ તો લૂંટી લે, પણ ભીલ જો વળાવું કરવા આવનાર હોય તો વાંધો નહિ : એની સાથે જવાય. એવી રીત જેના સઘળા દોષ ગયા નથી કે જે સઘળું જાણતા પણ નથી, પરન્તુ જે અનન્તજ્ઞાનીની આજ્ઞા મુજબ દોષો ટાળવાના પ્રયત્નમાં છે, તેમની આજ્ઞા મુજબ વસ્તુને વસ્તુગતે જાણવા પ્રયત્નશીલ છે, તેમનો નાનામાં નાનો ગુણ પણ પહાડ જેવડો ગણી પૂજવા લાયક છે. એ ગુણો પ્રત્યે પણ પક્ષપાત હોય. એનું નામ કરૂણા નથી ! - હવે જ્યાં સુધી સાચી મૈત્રી અને સાચો પ્રમોદ હોય, ત્યાં કરૂણા હોય જ. મૈત્રી અને પ્રમોદ બન્નેમાં કરૂણાનો અંશ છે. કોઇ પાપ ન કરો, કોઇ દુ:ખી ન થાવ અને સઘળાય જીવો સંસારથી મુકત થઇ જાઓ -એ ભાવનામાં કરૂણા ભારોભાર ભરેલી છે. ગુણના પક્ષપાતમાં પણ ગણહીન ઉપર કરૂણા છે જ. કરૂણા કોની હોઇ શકે ? ગરીબની? દુ:ખીની ? સાધનહીનની ? તમને તો એજ કરૂણાપાત્ર લાગે ને ? અરે, એવાને પણ કરૂણાપાત્ર માનીને શકિતસંપન્ન એવા તમે કર્યું શું ? સાધનહીનને તમે કરૂણાના ભાન માન્યા, પણ તેમનુંય દારિદ્ર નથી ફીચ્યું. તમારા દયાપાત્ર તો તમારા ઠેલા ખાનારા છે ! તમારા ઓટલા Page 236 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy