SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ઇંધનનો ઢગલો અગ્નિથી બળીને ખાખ થઇ જાય છે, તેમ કર્મનો ઢગલો તપ વડે બળીને ખાખ થઇ જાય છે; અથવા તળાવનું પાણી જેમ સૂર્યના આકરા તાપથી શોષાઇ જાય છે, તેમ કર્મ પણ તપથી શોષાઇ જાય છે. માટે હે જીવ ! તું બને તેટલું તપનું આરાધન કર.' હે ચેતન ! “મારાથી તપ કેમ થશે ? એમાં તો ઘણું કષ્ટ સહન કરવું પડે' એવો વિચાર તું હરગીઝ કરીશ નહિ, કારણ કે તેં નરક-નિગોદ તિર્યચભવમાં અનેક કષ્ટો સહન કર્યા છે, તેનો તો આ લાખમો ભાગ પણ નથી. વળી તને કાયાની માયા એવી તે કેવી વળગી છે કે તારાથી તપશ્ચર્યા થતી નથી ! શ્રી મહાવીર પ્રભુએ કેટલી તપશ્ચર્યા કરી ? અન્ય મહાપુરુષોએ કેટલી તપશ્ચર્યા કરી, તેનો તું વિચાર કર.' હે આત્મન્ ! તું અતિ ખાવાની તૃષ્ણા છોડી દે અને ઉદર થોડું ઊણું રાખવામાં જ સંતોષ માન. કાયાની સખશીલતાનો ત્યાગ કર અને ધર્મસાધના-નિમિત્તના લોચ, વિહાર આદિનાં કષ્ટો સમભાવે સહી “હે ચેતન ! તું બને તેટલું એકાંતનું સેવન કર અને અંગોપાંગ સંકોચીને રહે, કારણ કે એ સુંદર તપશ્ચર્યા છે.' “વળી હે ચેતન ! જિનેશ્વર ભગવાને બતાવેલી અત્યંતર તપશ્ચર્યા ઘણી સુંદર છે.દોષ લાગતાં પ્રાયશ્ચિત લેવું, મોક્ષનાં સાધનોનો વિનય કરવો, આચાર્ય, ઉપાધ્યાયાદિ દશનું નિરાશંસ ભાવે વૈયાવૃત્ય કરવું, શાસનું અધ્યયન-અધ્યાપન કરવું, કાયોત્સર્ગ અવસ્થામાં રહેવું, કષાયનો વ્યુત્સર્ગ કરવો આદિ. આ તપશ્ચર્યાની યથાશકિત આરાધના કરવાથી તે ભવોભવમાં બાંધેલાં કર્મો ખપી જશે અને તું તારા નિર્મળ સ્વરૂપને પામી શકીશ.' ૧૦ લોક સ્વરૂપ ભાવના લોકસ્વરૂપ ભાવના કોને કહેવાય ? આ ચૌદ રાજલોક રૂપ સંસાર ને કોઇએ બનાવ્યો નથી, બનાવશે પણ નહી. અનાદી કાળથી છે અને અનંત કાળ સુધી રહેવાનો છે. શાશ્વતો છે અને આ ચૌદ રાજલોક છ દ્રવ્યથી ભરેલો છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય, અને કાળ, એ છ દ્રવ્ય છે. એ ચૌદ રાજલોકનો આકાર પગ પહોળા કરી કેડે હાથ દઇને ઉભેલો મનુષ્ય હોય તેના જેવો આકાર હોય છે તેવા આકારવાળો છે. અને આખોય લોક ગોળાક્ષરે રહેલો છે તે લોક ત્રણ વિભાગમાં રહેલો છે ૧) અધોલોક ૨) તિર્થાલોક ૩) ઉર્ધ્વલોક રૂપે છે. અધોલોક સાત રાજ પ્રમાણ છે. એક રાજ એ અસંખ્યાતા કોટાકોટી યોન થાય છે. તે અધોલોક માં સાત નારકીઓ છે. તેમાં નારકીના જીવો અસંખ્યાતા રહેલા છે. અને નિરંતર પ્રતિ સમય ભયંકર દુ:ખોનો અનુભવ કરી રહ્યા છે. સાત પૃથ્વીઓ છે. તેમાં અસંખ્યાતા પૃથ્વીકાયના જીવો છે. પ્રાયે કરીને તે પૃથ્વીકાય જીવો પણ અશુભ કર્મના ઉદયવાળા કહેવાય છે. તેમાં પહેલી પૃથ્વી એક રાજ પહોળી છે, બીજી પૃથ્વી બે રાજ પહોળી છે, ત્રીજી પૃથ્વી ત્રણ રાજ પહોળી, ચોથી પૃથ્વી ચાર રાજ પહોળી અને પાંચમી પૃથ્વી પાંચ રાજ પહોળી, છઠી પૃથ્વી છ રાજ પહોળી અને સાતમી પૃથ્વી સાત રાજ પહોળી છે. એ સાતેય પૃથ્વીઓ છત્રાથી છત્ર આકારે રહેલી છે. તેમાં જે પહેલી પૃથ્વી છે તે એક લાખ એંશી હજાર જોન જાડી છે. બીજી પૃથ્વી ૧ લાખ સિત્તેર હજાર જોજન જાડી છે. પહેલી પૃથ્વી જે ૧ લાખ ૮૦ હજાર યોજન જાડી છે તેમાં પહેલી નારકીના ૧૩ પ્રત્તર છે. જે અહીંયા તેર માળનું મકાન હોય તે રીતે ત્યાં પ્રતર ૧૩ છે. તે દરેક પ્રતરો અસંખ્યાતા કોટાકોટી યોન પહોળા છે. તે ૧૩ પ્રતરોના આંતરમાં દશ પ્રકારના ભવનપતિ દેવોના વિમાનો આવેલા છે. તે દશે Page 228 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy