SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવના હતુઓ અંગે ખાસ વિચારણા કરવી, તે આશ્રભાવના વ્હેવાય છે. આ વિચારણા સામાન્ય રીતે નીચે પ્રમાણે કરવામાં આવે છે: ‘જેમ પર્વતમાંથી ચારે બાજુ પડતાં ઝરણાનાં પાણી વડે તળાવ જલ્દી ભરાઇ જાય છે, તેમ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગનાં કારણે આવેલાં કર્મો વડે આત્મા ભરાઇ જાય છે, તેથી હે જીવ ! તું આ પાંચે કારણોથી વિરામ પામ.' ‘મિથ્યાત્વના યોગે અનાદિ કાળથી તું આ સંસારમાં રખડતો રહ્યો છે અને તે કર્મની ઉત્પત્તિનું મુખ્ય કારણ છે, એમ સમજી તેનો ત્યાગ કર.' ‘વિષયના રસમાં લુબ્ધ બનેલા હાથી, માછલા, ભમરા, પતંગિયા, હરણ વગેરે પ્રાણીઓના આખરી હાલ શું થાય છે ? એ વિચારી તું વિષયરસ-અવિરતિને છોડી દે.’ ‘હે આત્મન્ ! દિવસ અને રાત્રિ સડસડાટ ચાલ્યા જાય છે. કાળ કોઇને માટે ઉભો રહેતો નથી. જે ક્ષણો ગઇ તે પાછી આવતી નથી, એમ વિચારી તું પ્રમાદનો ત્યાગ કર અને ક્ષણે ક્ષણનો આત્મહિતાર્થે ઉપયોગ કર.' ‘હે જીવ ! ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર મહાન લુંટારાઓ તારી આત્મસમૃદ્વિને લૂંટી રહ્યા છે, માટે તેનાથી ચેતીને ચાલ. આ ચાર કષાયો સંસારરૂપી વૃક્ષના મૂળનું સિંચન કરનારા છે, માટે તેનો ત્યાગ કર.' ‘હે ચેતન ! તું મનથી કેટલાં કર્મો બાંધે છે ? વચનથી કેટલાં કર્મો બાંધે છે ? અને કાયાથી કેટલાં કર્મો બાંધે છે ? તેનો વિચાર કર.' ‘અસંયમનું ફળ બુરું છે અને સંયમનું ફળ સારું છે, એ વાત તું કદી ભૂલીશ નહિ.' (૮) સવર ભાવના આશ્રવને રોક્વારા ઉપાયો સંબંધી ચિંતન કરવું, તેને સંવર ભાવના વ્હેવાય છે. આ વિચારણા સામાન્ય રીતે આ પ્રમાણે કરવામાં આવે છે : ‘હે જીવ ! તું સમ્યકત્વ વડે મિથ્યાત્વનો નિરોધ કર, વિરતિ-વ્રત વડે અવિરતિનો નિરોધ કર, પ્રબળ પુરુષાર્થ દાખવી પ્રમાદનો નિરોધ કર, ક્ષમા-નમ્રતા-સરલતા-સંતોષ વડે કષાયોનો નિરોધ કર અને મનોગુપ્તિ, વચનગુપ્તિ તથા કાયાગુપ્તિ વડે મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓનો નિરોધ કર.' ‘હે ચેતન ! તું ઇર્યાપથિકી આદિ પાંચેય સમિતિનું સ્વરૂપ તથા મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિઓનું સ્વરૂપ બરાબર સમજી લે અને તેનું પાલન કરવામાં ઉત્સાહ રાખ.' ‘હે આત્મન્ ! તું ક્ષુધા-પીપાસા આદિ બાવીશ પ્રકારના પરીષહો સમભાવે સહી લે, દશપ્રકારના યતિધર્મનું ઉત્સાહથી પાલન કર, બાર પ્રકારની ભાવનાઓનું સેવન કર તથા પાંચ પ્રકારના ચારિત્રનો મર્મ વિચારી તેની ઉચ્ચ ભૂમિકાઓ અનુક્રમે ચઢતો જા.' અહીં ગૃહસ્થ સાધકોએ વિશેષમાં એ પણ વિચારવું ઘટે છે કે ‘સંવરની સાધના માટે મહાપુસ્ત્રોએ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, નિદર્શન, જિનપૂજા, ગરુદર્શન આદિ જે જે ઉપાયો બતાવ્યા છે, તેનો હે જીવ ! તું ખૂબ ખૂબ આદર કર અને તેનું બને તેટલું આરાધન કર.' (૯) નિર્જરા ભાવના કર્મનિર્જરાના ઉપાયો સંબંધી ચિંતન કરવું તેને નિર્જરાભાવના કહેવાય છે. તેનું ચિંતન સામાન્ય રીતે આ પ્રમાણે કરવામાં આવે છે : Page 227 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy