SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારના ભવનપતિ દેવોના વિમાનો પણ ઘણા છે, તે પહોળા એક રાજ યોજન એવા લોક્માં રહેલા છે. એજ રત્નપ્રભા પૃથ્વીની જે જાડાઇ છે તેની ઉપરની એક હજાર યોજન જાડાઇની વચમાં વ્યંતર દેવોના નગરો આવેલા છે, તે પણ ઘણા છે. તેની ઉપરના એટલેકે રત્નપ્રભા પૃથ્વીના સો યોન જાડાઇની વચમાં વાણવ્યંતર-તિર્યંચ જીભંક દેવોના નગરો આવેલા છે. આ બધા વ્યંતર જાતિના દેવો ફરવા માટે જંબુદ્વીપ વગેરે દ્વીપોમાં જાય છે. તિÁલોક્માં અસંખ્યાતા દ્વીપો, અસંખ્યાતા સમુદ્રો આવેલા છે. તેની મધ્યમાં જંબુદ્વીપ નામનો દ્વીપ એક લાખ યોન લાંબા-પહોળા વિસ્તારવાળો રહેલો છે. તેની મધ્યમાં મેરૂપર્વત એક લાખ યોજન ઉંચાઇવાળો છે. તેની નીચેના ભાગમાં એટલેકે સપાટી ઉપરની જે ભૂમિતે સમભૂતલા પૃથ્વી વ્હેવાય છે તે પૃથ્વીથી ૯૦૦ યોજન નીચેના ભાગમાં અને ૯૦૦ યોજન ઊંચાઇમાં એમ કુલ ૧૮૦૦ યોજ્નવાળો તિńલોક કહેવાય છે. જંબુદ્વીપ પછી લવણ સમુદ્ર રહેલો છે જે બે લાખ યોજનનો છે. તેના પછી ધાતકી નામનો દ્વીપ આવેલો છે જે ચાર લાખ જોન પહોળો છે. પછી કાલોદધિ સમુદ્ર રહેલો છે જે આઠ લાખ જોન પહોળો છે. પછી પુષ્કરવર દ્વીપ આવેલો છે જે ૧૬ લાખ જોન પહોળો છે. જે પુષ્કર દ્વીપ છે તેને અર્ધગણત્રીમાં લઇને તે અઢીદ્વીપ અને વચલા બે સમુદ્ર એટલા ભાગમાં મનુષ્યોનો જ્ન્મ તથા મરણ થાય છે. તેની બહાર મનુષ્યો અવરજ્વર કરે છે. પરંતુ તેઓનું મરણ અને જ્ન્મ થતો નથી. તે પુષ્કર દ્વીપ પછી ડબલ યોનના એક સમુદ્ર તેના ડબલ યોનનો એક દ્વીપ એ રીતે ડબલ ડબલ યોજ્ન પ્રમાણવાલા દ્વીપો અને સમુદ્રો અસંખ્યાતા તિર્હાલોમાં રહેલા છે. મનુષ્યલોકની બહારના દ્વીપ અને સમુદ્રોમાં અસંખ્યાતા તિર્યંચો રહેલા છે, અને ઘણા દેવતાઓના રમણીય સ્થાનો, સૌથી છેલ્લો સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર છે. જે અર્ધા રાજ્યી કાંઇક અધિક યોજન પહોળો છે. એટલે તિર્હાલોક મોટા ભાગે પાણીથી વધારે ભરેલો છે. પ્રાય: કરીને કહેવાય છે કે એક છાપરાના નળીયાના આકારને છોડીને તથા બંગડી જેવા ગોળ આકારને છોડીને બાકીના બધા આકારવાળાં માછલાઓ રહેલા છે. જંબુદ્વીપ નામના દ્વીપમાં જે મધ્યમાં સમભૂતલા નામની પૃથ્વી છે. ત્યાંથી ૭૯૦ યોજન ઉંચાઇએ ઇએ અને મેરૂપર્વતથી પ્રાય: ૧૧૫૨ યોન દૂર લંબાઇએ ઇએ અને ત્યાં જ્યોતીષીના વિમાનો શરૂ થાય છે. શરૂઆતમાં સૂર્ય છે, પછી ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ આવેલા છે. તે જ્યોતીષી વિમાનો ૧૧૦ યોન ઉંચાઇમાં રહેલા છે. અને તે મનુષ્યક્ષેત્રમાં ફરતા રહેલા છે. મનુષ્ય ક્ષેત્રની બહારના ભાગમાં અસંખ્યાતા વિમાનો છે. જે બધા સ્થિર છે. અને આ બધા વિમાનો શાશ્વત છે. એ વિમાનોમાં અસંખ્યાતા દેવતાઓ રહેલા છે. જે જ્યોતિષી તરીકે ઓળખાય છે. એટલે તિર્આલોના ઉપલા અને નીચલા ભાગમાં દેવતાઓ રહેલા છે. જ્યારે મધ્યમાં મનુષ્યો અને તિર્યંચો રહેલા છે. આ રીતે તિર્હાલોક રહેલો છે, ઉર્ધ્વલોક સાત રામાં કાંઇક ન્યુન (૯૦૦ યોન જ્યુન) જેટલો હેલો છે. તે ઉર્ધ્વલોક્માં બાર દેવલોક્માં વિમાનો રહેલા છે. તેમાં પહેલા-બીજા દેવલોક્ની નીચે પહેલા કિલ્બિષિયા દેવોના વિમાનો છે. જે દેવોને ચાંડાલ જાતિ નામર્મ જેવી દેવગતિનો ઉદય હોય છે. એટલે તે જીવોને નીચકર્મો કરવા પડે છે. પહેલા-બીજા દેવલોક્માં દેવીઓ હોય છે. જે દેવીઓ બે પ્રકારની હોય છે. ૧) પરીગૃહિતા અને ૨) અપરીગૃહિતા (વેશ્યા જેવી). ત્યાર બાદ બે દેવલોક ઉપર બીજા કિલ્બિષિયા દેવોના વિમાનો છે તેના ઉપર ત્રીજો અને ચોથો દેવલોક છે, તે દેવોના વિમાનો આવેલા છે. તેના ઉપર ત્રીજા કિલ્બિષિયા દેવોના વિમાનો છે અને તેના ઉપર પાંચમો દેવલોક આવેલો છે, કેટલાક આચાર્યોનાં મતે પાંચમા દેવલોક્માં વિમાનની ઉપર ત્રીજા કિલ્બિષિયા દેવોના વિમાનો છે. તેના ઉપર છટ્ઠા દેવલોક્ના દેવોના વિમાનો આવેલા છે. પાંચમાં દેવલોકમાં દેવોના જે વિમાનો છે તેમાં નવ લોકાંતિક દેવોના વિમાનો એક બાજુ આવેલા છે. પાંચમાં દેવલોની પાસે ચૌદરાજ લોક્ની આકૃતિ એટલેકે પહોળાઇ પાંચ રાજ્યોક પ્રમાણ છે. આ નવ લોકાંતિક દેવોના વિમાનોમાં રહેલા Page 229 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy