SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) લાલપણે પત્થણા - લાલપન પ્રાર્થના નિદનીય અને ગહિર્ત અર્થમાં લપ આદિ ધાતુઓ ને યપ્રત્યય લગાડવાથી લાલપન શબ્દ બને-ચોરી કરેલી હોવાથી સોગન ખાઇને પણ શાહુકાર રૂપે મનાવવાનો ગહણીય પ્રયત્ન કરે છે. (૨૬) આસસણાય વસણું - સો દિવસ સાસુના તો એક દિવસ વહુનો. જ્યારે ચોરી કરનારાઓનો પાપનો ભારો ભરાઇ જાય ત્યારે પોતાના કે બીજાના હાથે મરણને શરણ થાય. (૨૭) ઇચ્છા-મુચ્છા - પારકાની કોઇપણ વસ્તુ ઉપાડવાની- છુપાવવાની કે પચાવી લેવાની પ્રબળ ઇચ્છા તે. (૨૮) તહાગેહી - પારકાની ચીજ કઇ રીતે લેવી તેની અતીવ ઝંખના કરવી તે. (૨૯) નિયડિકમ્મ - ચોરી કરવા માટે છળ, પ્રપંચ, કપટ, ધૂર્તતા, શઠતા કરવી તે. (૩૦) અવરોક્ષ-અપરોક્ષ - ચોરી કરતા પહેલા ચારે બાજુ ધ્યાન રાખવું પડે તે. (૧) ગામ - જે સ્થાનમાં રહેતા પ્રાપ્ત થયેલી બુધ્ધિ અને ગુણોનો ક્રમશ: હ્રાસ થાય તે ગામ. (૨) આકર - જ્યાં લવણ, પત્થર, સુવર્ણ આદિ દ્રવ્યો જમીનમાંથી નીકળતા હોય તે આકર. (૩) નગર - જ્યા કોઇપણ જાતનો રાજ્ય ટેકસ લેવાતો નથી તે નગર. (૪) ખેટ - જે ગામની ચારે તરફ ધૂળનો કિલ્લો હોય તે ખેટ. (૫) કર્બટ - જેમાં વસતિ બહુ જ થોડી હોય તે કર્બટ. (૬) મડંબ - જેનો આસપાસ બીજા કોઇ ગામ હોતા નથી તે મડંબ. (૭) દ્રોણમુખ - જે ગામમાં પ્રવેશ અને નિર્ગમ માટે જળ, સ્થળ બન્ને માર્ગો હોય. (૮) પત્તન - જ્યાં બધીય વસ્તુઓ સુલભતાથી મળી શકે તે પત્તન. શહેર. (૯) આશ્રમ - જ્યાં તાપસોનો સમૂહ રહેતો હોય તે આશ્રમ. (૧૦) નિગમ - જ્યાં નિગમો = વ્યાપારીઓ રહે છે તે નિગમ. (૧૧) જનપદ - જેમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ગુજરાત આદિ દેશોને જનપદ કહેવાય. આ અગ્યાર સ્થાનોમાં રહેનારા-શ્રીમંતોને લૂંટી લેનારા અને અવસર આવ્યું તે સ્થાનોને આગ લગાડનારા ચોરો હોય છે. ચોરી કરનારાઓ કેવા હોય ? (૧) સ્થિર હૃદયા - ચોરી કરવા માટે તેમનું હૃદય સ્થિર અર્થાત નિશ્ચલ હોય છે. (૨) છિન્ન લજ્જા - જાતિ-કુળ-માતા-પિતા કે બીજા કોઇની પણ શરમ નડતી નથી. (૩) બદ્ધિગ્રહણોગ્રહાશ્ચ - ચોરી કરવાના સ્વભાવવાળાઓને પારકાને લૂંટવાનો સ્વભાવજ તેમનો ધર્મ હોય છે. બીજા વિચારો કદો તેઓને આવે નહિ. (૪) દારૂણમતિ - તેમની બુધ્ધિ અત્યંત કઠોર-પાપમય-જૂર હોવાથી જીવન જીવવા માટે સરલ માર્ગો હોવા છતાં તેઓ તે માર્ગે ચાલવા લાચાર હોય છે. (૫) નિષ્કપ - ઘોરાતિઘોર કૃત્યો કરતાં તેમના મનમાંથી કૃપા-દયા માનવતા નષ્ટ થયેલા હોય ) સ્વન ઘાતક - પોતાના કાયદાઓ કરતાં વિપરીત ચાલનારા સ્વજનોને મારી નાંખતા દયા આવતી નથી. પાપી માણસજ પોતાના પાપ પ્રત્યે શંકાશીલ હોવાથી સામેવાળાને શત્ર માને છે. (૭) ગૃહસબ્ધિ - પારકાના ઘરોની ભીંત, વાડ, ફાટક આદિ તોડી ચોરી કરવાનો સરલ માર્ગ Page 127 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy