SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ બનાવે તે. ધર્મ, સંજ્ઞા કે સમ્યજ્ઞાનની સંજ્ઞા મુર્દલ તેમનામાં ન હોવાના કારણે ચોરી કરવી પાપ છે. આ શબ્દો પણ સાંભળવા માટે તેઓ તૈયાર નથી. ચોરના સાત પ્રકાર : (૧) ચોર ચોરી કરનાર પોતે જ. (૨) ચૌરા૫ક - ચોરી કરનારને બીજી વસ્તુઓ લાવી આપે તે. (૩) મંત્રી - ચોરોને સંમતિ આપે. જેમકે તમે જાઓ શુક્ન સારા છે તે બાજુના માર્ગે જ્જો. ઇત્યાતિ. (૪) ભેદજ્ઞ - આજે અમુક્તતામાં અમુક મકાનમાં જ્જો મકાનની બાજુથી ઉપર ચડજો જે મલેતે લાવજો. (૫) કાણક્થી - ચોરેલ માલ ઝવેરાત આદિ સસ્તા ભાવે લેનાર. (૬) અન્નદ - પોતાના ઘરે બેસાડીને ખાવા-પીવાનું આપનાર. (૭) સ્થાન પ્રદ - થોડા દિવસો માટે ચોરને પોતાના ઘરે સંતાડી દે છે તે. બીજી રીતે પૂ.આ.અભયદેવસૂ.મ. સાહેબે ચોરોની ૧૮ પ્રકારની સંખ્યા ી છે. : (૧) ભલન - ચોરી કરનાર માત સાથે અંદરથી મલી જ્યું. બહારથી જુદા રહેવું તે ભલન. (૨) કુશલ - ચોરી કરવાવાળાને તેમના સુખદુ:ખ માટે પૂછતા રહેવું તે. તમે કુશલ છોને ? (૩) તર્જા - ચોર મંડળીના આગેવાન સાથે અમુક પ્રકારના સંકેતના શબ્દો-ઇસારાઓ હાથના આંગળાની ચેષ્ટાઓ નક્કી કરી લેવા તે. (૪) રાજભાગ - સામેના વ્યાપારી સાથે સંબંધિત થઇને બીલ ઓછું બનાવવું કે જેથી રાજભાગમાં ફાયદો થાય. (૫) અવલોક્ન - ચોરી કરવા ચોર તો હોય તે ખબર હોવા છતાં ઉપેક્ષા કરતા કહેવું કે જા જા આવા ખોટા ધંધા કરે છે ? આવી ભાષાના મૂળમાં પોતે ચોર સાથે મળેલા છે. (૬) અમાર્ગ દર્શન - ચોરોને પકડવા માણસો પાછળ પડ્યા હોય તે જાણતા હોવા છતાં ચોરો આ બાજુ ગયેલા છે તો પણ હે અમે જાણતા નથી ચોરોને જોયા નથી તે. (૭) શય્યા - ચોર પોતાના સ્થાનથી આવી ગયા હોય તેઓને પોતાના ઘરે દુકાને કે વખારમાં સુવા-બેસવા માટેની વ્યવસ્થા કરવી તે. (૮) પદભેગ - ચોરી કરીને આવતા ચોરોના પગલા સિપાઇ જાણી ન જાય માટે તે રસ્તે ગાય ભેંસ આદિ ચલાવવા તે. (૯) વિશ્રામ - વિશ્વાસમાં લેવા માટે પોતાના ઘરે આશ્રય આપવો તે. (૧૦) પાદપતન - ચોરોને સાચવવા-ચોરીનો માલ સાચવવા ચોરોને વિશ્વાસમાં લેવા માટે તેમના પગને હાથ લગાડી માથે ચડાવવો ઇત્યાદિ કરવું તે. (૧૧) આસનદાન - ચોર પ્રસન્ન રહે માટે જ્યારે આવે ત્યારે બેસવા સાધન આપવું તે. (૧૨) ગોપન - ચોરને સમય પસાર કરવા પોતાને ત્યાં છુપાવી રાખવો તે. (૧૩) ખંડખાદન - ચોરી કરવાવાળા સાથે મવા બેસવું તે. (૧૪) મોહરાજિક - ચોરોને જુદી જુદી રીતથી સલાહ આપવી તે. Page 128 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy