SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧) સંસારમા ચોરી કરનારને વારંવાર જ્ન્મ, મરણ ર્યા વિના બીજો માર્ગ હોતો નથી. (૩૨) આ ચાલુ ભવના ચોરી કર્મના કુસંસ્કારો ભવોભવમાં સાથીદાર બને છે અને પ્રત્યેક ભવમાં તે સંસ્કારોનો પ્રવાહ વધતો રહે છે. પરિણામે ચોરનો અંત સમય પણ દુ:ખદાયી દયાપાત્ર અને ઘૃણાનક જ હોય છે. અદત્તાદાનનાં પર્યાયો : ચોરિકર્ક - માલિની પરવાનગી વિના તેમની કોઇપણ વસ્તુ ચોરવી તે. (૨) પરહતું - હાથ-પગ-આંખ કે બોલવાની ચાલાકી વડે બીજા પાસેથી વસ્તુ પડાવી લેવી. (3) અદત્ત - ઘાસથી લઇ મૂલ્યવાન વસ્તુ જે કોઇએ દીધેલ નથી તે અદત્ત. (૪) કૂરિકાં - નિર્દય બનીને બીજાને ધાક ધમકી આપી છીનવી લેવું તે. (૫ (૬) (૭) પરલાભા - પસીનો પાડ્યા વગર પારકાનું દ્રવ્યાદિ ચોરના હાથમાં આવે છે તે. અસંજ્યો - મન-વચન-કાયાથી કષાયને પરવશ બનીને લેવું તે અસંજ્મ. પરધણમ્મિ ગેહા - પારકાની કોઇપણ વસ્તુ પર લાલસા રાખવી તે પરધન ગધ્ધિ. (૮) લોલિકં - પરિગ્રહ સંજ્ઞામાં અતિ આસકત બની બીજાની સામગ્રીમાં લાલચું બનવું તે. (૯) તક્કરત્તણ - પારકાની વસ્તુ લેવી તે શાહુકારનું કામ નથી પણ ચોરનું કામ છે. (૧૦) અવહારો - દુષ્ટતા, દુર્જનતા અને અસભ્યતાપૂર્વક બીજાનું હરણ કરવું તે. (૧૧) હત્થલતાં - ચોરી કરવાની આદતવાળાના હાથમાં ચંચળતા-ચાલાકી હોય તે. (૧૨) પાપકર્મકરણ - ચોરીર્મ-પાપોત્પાદક-પાપવર્ધક-અને પાપના ફળને આપનાર છે. (૧૩) તેણિÉ - ચોરનું કર્મ તે સૈન્ય હેવાય. (૧૪) હરણ વિપણાસો - હરણ કરનારના પ્રાણો જોખમમાં મુકાય a. (૧૫) આઇયણા - આદાન - ગ્રહણ કરવું તે. પારકાની વસ્તુઓનું ગ્રહણ સ્પર્શના તથા ઉપભોગ કરવાનો ભાવ થાય તે. (૧૬) લુંપણાધણાણું - પારકાના દ્રવ્યને પચાવી જવાની ભાવનાથી ધન રાખવું તે પરધન લુંપણ. (૧૭) અપચ્ચઓ - ચૌર્ય કર્મ અવિશ્વાસનો જ્મક હોવાથી કોઇ વિશ્વાસ કરતું નથી. (૧૮) ઓવીલી - ચોર જેના ઘેર ચોરી કરે તેના દ્રવ્ય અને ભાવ પ્રાણોને પીડા કરે તેમ પોતાના આત્માને-સબુધ્ધિને તથા સવિવેક્ને પણ પીડા કરનાર બને છે. (૧૯) ઓખવો - પાંચ દશ ચોરો ભેગા થઇ ચોરી કરી લાવે તેમાં તેઓને તેની કિમંત બરાબર ઉપજતી નથી. પાણીના ભાવે મિંતી ચીજ વેચી મારે છે. (૨૦) ઉખેવા - ઉલ્લેપ - ચોરી કરનારા દેશ સમાજ ધર્મ અને ગરીબોના દ્રોહી બને છે. (૨૧) વિક્ર્ખવા - વિક્ષેપ - વિક્ષિપ્ત અને ભયગ્રસ્ત બનેલો તે ચોર ઉતાવળમાં ને ઉતાવળમાં ગમે ત્યાં ખાડો ખોદીને ધનને દાટી દે છે અને જ્યારે ધન લેવા જાય ત્યારે ત્યાં કાંઇ સ્થાન મલતું નથી અને ક્યાં ધનના બદલામાં પથ્થરો મલે છે. (૨૨) કૂડ્યા-કૂટતા - એક પાપ બીજા પાપને આમંત્રણ આપ્યા વિના રહેતું નથી. (૨૩) કુલમસી - કુલમસી પોતાની ખાનદાનીને કુળ પરંપરાને પણ લંક લગાડવાનું કારણ ચોરી છે. (૨૪) કંખા-કાંક્ષા - ચોરનું મન ચાલાક આંખો તરફ ફરતી જ હોય છે. Page 126 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy