SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરી થાય છે ? ઉ.૧૯૯ ખલ રૂપે પરિણામ પમાડવા એટલે કે જે આહાર ગ્રહણ કરે તેમાંથી અસાર પુદ્ગલો. મળમૂત્રાદિ રૂપે કરે તે ખલ કહેવાય છે અને જે શરીરને યોગ્ય પગલો બનાવે તે રસ કહેવાય છે. આ આહાર પર્યાપ્તિ દરેક જીવને આશ્રયીને એકજ સમયની હોય છે એટલે કે તે પર્યાપ્તિ એક સમયમાં પૂર્ણ થઇ જાય છે. પ્ર.૨૦૦ શરીર પર્યાપ્તિ એટલે શું? અને તે કેટલા કાળ સુધીની હોય છે ? ઉ.૨૦૦ રસને યોગ્ય જે પુદ્ગલો છે, તે પુદ્ગલોને જે શક્તિ વડે જીવ શરીર રૂપે (સાત ધાતુ રૂપે) : રચે તે શક્તિને શરીર પર્યાપ્તિ કહેવાય છે. આ શરીર પર્યાપ્તિનો કાળ દરેક જીવને આશ્રયીને એક અંતરમુહૂર્ત સુધીનો કહ્યો છે. પ્ર.૨૦૧ ઇન્દ્રિય પર્યાપ્તિ કોને કહેવાય ? ઉ.૨૦૧ રસ રૂપે જુદા પડેલા પુદ્ગલોમાંથી તેમજ શરીર રૂપે રચાયેલા પગલોમાંથી પણ ઇન્દ્રિયને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી ઇન્દ્રિયપણાએ પરિણમાવવાની જે શક્તિ તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે. પ્ર.૨૦૨ ઇન્દ્રિય પર્યાપ્તિનો કાળ મનુષ્યો અને તિર્યંચોને કેટલો હોય છે ? ઉ.૨૦૨ ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ થવાનો કાળ મનુષ્ય અને તિર્યંચ જીવોને આશ્રયીને અંતરમુહૂર્તનો કહેલો છે. પ્ર.૨૦૩ દેવતા-નારકીની અપેક્ષાએ ઇન્દ્રિય પર્યાતિનો કાળ કેટલો હોય છે ? ઉ.૨૦૩ દેવતા-નારકીના જીવોની અપેક્ષાએ ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ થવાનો કાળ એક જ સમય કહેલો છે. પ્ર.૨૦૪ શ્વાસોચ્છવાસ પર્યામિ એટલે શું ? ઉ.૨૦૪ જે શક્તિ વડે જીવ શ્વાસોશ્વાસને યોગ્ય વર્ગણાના પુદગલો ગ્રહણ કરી શ્વાસોશ્વાસ રૂપે પરિણાવી તેને વિસર્જન કરે તે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ કહેવાય છે. પ્ર.૨૦૫ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થવાનો કાળ દરેક જીવને આશ્રયીને કેટલો કહેલો છે ? ઉ.૨૦૫ મનુષ્ય અને તિર્યંચ જીવોને આશ્રયીને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ એક અંતર્મુહૂર્ત થાય છે, જ્યારે દેવતા અને નારકીના જીવોને આશ્રયીન આ પર્યાતિ એક જ સમયમાં પૂર્ણ થાય છે. પ્ર.૨૦૬ ભાષા પર્યાપ્તિ એટલે શું ? ઉ.૨૦૬ જીવ જે શક્તિ વડે ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણામ પમાડી તેને વિસર્જન કરવાની જે શક્તિ પેદા કરે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે. પ્ર.૨૦૭ દરેક જીવોની અપેક્ષાએ ભાષા પર્યાતિનો કાળ કેટલો કહેલો છે ? ઉ.૨૦૭ મનુષ્ય અને તિર્યંચોની અપેક્ષાએ ભાષા પર્યાપ્તિ પૂર્ણ થવાનો કાળ એક અંતમુહૂર્ત કહેલો છે. તથા દેવતા અને નારકીના જીવોની અપેક્ષાએ એક સમય કહેલો છે. પ્ર.૨૦૮ મન:પર્યાપ્તિ કોને કહેવાય ? | ઉ.૨૦૮ જીવ જે શક્તિ વડે મનઃ પ્રાયોગ્ય પુદ્ગલોને ગ્રહણ ફ્રી મન રૂપે પરિણાવી તેને વિસર્જના કરે તે શક્તિને મન:પર્યાપ્તિ કહેવાય છે. પ્ર.૨૦૯ મન:પર્યાપ્તિનો કાળ કેટલો કહેલો છે ? ઉ.૨૦૯ મનુષ્ય અને તિર્યંચોની અપેક્ષાએ આ પર્યાપ્તિનો કાળ એક અંતમુહૂર્તનો કહ્યો છે, તથા Page 21 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy