SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ.૧૯૨ મન, વચન અને કાયાના આલંબનથી પ્રવર્તતું જે વીર્ય હોય છે, તે કરણ વીર્ય કહેવાય છે. પ્ર.૧૯૩ લબ્ધિ વીર્ય કોને કહેવાય ? ઉ.૧૯૩ જ્ઞાન અને દર્શનાદિકના ઉપયોગમાં પ્રવર્તતું આત્માનું જે સ્વાભાવિક વીર્ય તે લબ્ધિવીર્ય કહેવાય છે. પ્ર.૧૯૪ વીર્ય એ જીવનું લક્ષણ શાથી કહેવાય છે ? ઉ.૧૯૪ સંસારી જીવોને વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી શક્તિ, મન, વચન અને કાયા પેદા થાય છે તથા કેવલી ભગવંતોને વીઆંતરાય કર્મના ક્ષયથી સંપૂર્ણ આત્મશક્તિ પેદા થાય છે. માટે અનંત વીર્યવાળા કહેવાય છે અને આ કારણથી જીવમાં જ શક્તિ પેદા થતી હોવાથી તે જીવનું લક્ષણ કહેવાય છે, માટે જ્યાં જ્યાં વીર્ય, યોગ, ઉત્સાહ વગેરે હોય ત્યાં ત્યાં જીવ હોય છે અને જ્યાં જ્યાં જીવ હોય છે ત્યાં ત્યાં વીર્ય હોય છે. પ્ર.૧૯૫ ઉપયોગ એ જીવનું લક્ષણ શાથી ? ઉ.૧૫ ઉપયોગ એ જ્ઞાન અને દર્શનનો હોય છે અને જ્ઞાન અને દર્શન એ જીવનું લક્ષણ છે, માટે ઉપયોગ એ જીવનું લક્ષણ છે. आहार शरीरिंदिय पन्जता आणपाण भास मणे, चउ पंच पंच छप्पिय, इग-विगला-सन्नि-सन्नीणं ।।६।। पणिदिअ त्ति बलूसा, साउदस पाण चउछ सग अट्ठ, इग-दुति-चरिंदीणं, असन्नि-सन्नीण नव दसय ||७|| ભાવાર્થ :- આહાર, શરીર-ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ-ભાષા અને મન આ છ પર્યાદ્ધિઓ કહેલી છે, તેમાં એકેન્દ્રિયોને ચાર. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય-ચઉરીન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિય જીવોને પાંચ પર્યાતિઓ અને સન્ની પંચેન્દ્રિયોને છએ છ પર્યાદ્ધિઓ કહેલી છે. // ૬ // પાંચ ઇન્દ્રિયો-ત્રણ બલ, શ્વાસોશ્વાસ તથા આયુષ્ય એમ દશ પ્રાણો કહેલા છે. તેમાં એકેન્દ્રિયોને ચાર, બેઇન્દ્રિયોને છે, તેઇન્દ્રિયને સાત, ચઉરીન્દ્રિયને આઠ, અસન્ની પંચેન્દ્રિય જીવોને નવ અને સન્ની પંચેન્દ્રિય જીવોને દશ પ્રાણો હોય છે. | ૭ |. પ્ર.૧૯૬ પર્યાતિ એટલે શું? ઉ.૧૯૬ પુદ્ગલ પરમાણુઓના સમૂહના નિમિત્તથી આત્મામાંથી પ્રગટ થયેલી અને શરીરધારીપણે જીવવા માટેના ઉપયોગી પુદ્ગલોને પરિણાવાનું કામ કરનારી આત્માની અમુક જાતની જે જીવ શક્તિ તે પર્યાપ્તિ કહેવાય છે અર્થાત જીવ એક જીવન છોડીને બીજું જીવન પ્રાપ્ત કરે ત્યાં જીવવા માટેની જે શક્તિ પેદા કરે તે પર્યાપ્તિ કહેવાય છે. પ્ર.૧૯૭ પર્યાદ્ધિઓ કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ઉ.૧૯૭ પર્યાપ્તિઓ છ પ્રકારની છે, તે આ પ્રમાણે છે. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (3) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, (૫) ભાષા પર્યાપ્તિ અને (૬) મન પર્યાપ્તિ. પ્ર.૧૯૮ આહાર પર્યાપ્તિ કોને કહેવાય ? ઉ.૧૯૮ ઉત્પત્તિ સ્થાનમાં રહેલા આહારને જીવ જે શક્તિ વડે ગ્રહણ કરે અને ગ્રહણ કરીને ખલ રસને યોગ્ય બનાવે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. પ્ર.૧૯૯ ખલ અને રસ રૂપે પુદગલો પરિણામ પમાડે એટલે શું? તથા આ પર્યાપ્તિ કેટલા કાળે Page 20 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy