SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ દેવતા અને નારકીની અપેક્ષાએ એક સમયનો કાળ કહેલો છે. પ્ર.૨૧૦મતાંતરે દેવતાને કેટલી મર્યાદ્ધિઓ કહેલી છે ? કઇ કઇ? કેટલા કાળે પૂર્ણ થાય ? ઉ.૨૧૦ મતાંતરે દેવતાઓને પાંચ પર્યાપ્તિ કહેલી છે. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને (૫) ભાષા મન:પર્યાપ્તિ આ પાંચમાં શરીર પર્યાપ્તિ અંતર મુહૂર્તની હોય છે, જ્યારે બાકીની એક એક સમયની હોય છે. છેલ્લી બે એક સમયમાં પૂર્ણ થાય છે. પ્ર.૨૧૧ પર્યાપ્ત કોને કહેવાય ? ઉ.૨૧૧ જે જીવોને જેટલી જેટલી પર્યાદ્ધિઓ કહેલી હોય છે તે સઘળા જીવો પૂર્ણ કરીને મરણ પામે તે પર્યાપ્ત કહેવાય છે. એ પર્યાપ્તપણું પર્યાપ્ત નામ કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. પ્ર.૨૧૨ અપર્યાપ્ત કોને કહેવાય ? ઉ.૨૧૨ જે જીવો સ્વયોગ્ય પર્યાદ્ધિઓ પૂર્ણ કર્યા વિના મરણ પામે તે નિર્ધન માણસોના મનોરથોની જેમ તે અપર્યાપ્ત કહેવાય છે. અપર્યાપ્ત નામ કર્મના ઉદયથી જીવ અપર્યાપ્તપણું પ્રાપ્ત કરે છે. પ્ર.૨૧૩ અપર્યાપ્તના કેટલા ભેદ છે ? કયા ? ઉ.૨૧૩ અપર્યાપ્તના બે ભેદ છે. (૧) લબ્ધિ અપર્યાપ્ત, (૨) કરણ અપર્યાપ્ત. પ્ર.૨૧૪ પર્યાપ્તના કેટલા ભેદ છે ? કયા કયા ? ઉ.૨૧૪ પર્યાપ્ત જીવોના બે ભેદ છે. (૧) લબ્ધિ પર્યાપ્ત, (૨) કરણ પર્યાપ્ત. પ્ર.૨૧૫ લબ્ધિ અપર્યાપ્તિ કોને કહેવાય ? ઉ.૨૧૫ જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના મરણ પામે તે લબ્ધિ અપર્યાપ્ત કહેવાય છે. પ્ર.૨૧૬ કરણ અપર્યાપ્ત કોને કહેવાય ? ઉ.૨૧૬ જે જીવોએ હજી સુધી સ્વયોગ્ય પર્યાસિઓ પૂર્ણ કરી નથી પરંતુ અવશ્ય પૂર્ણ કરશે જ તે જીવો કરણ અપર્યાપ્ત કહેવાય છે. પ્ર.૨૧૭ લબ્ધિ પર્યાપ્ત કોને કહેવાય ? ઉ.૨૧૭ જે જીવો સ્વયોગ્ય સર્વ પર્યાદ્ધિઓ પૂર્ણ કરે જ તે લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે. પ્ર.૨૧૮ કરણ પર્યાપ્ત કોને કહેવાય ? ઉ.૨૧૮ ઉત્પતિ સ્થાને સમકાલે સર્વ પર્યાતિઓ બનાવવાનો જે પ્રારંભ થયો છે, તે પર્યાતિઓ પૂર્ણ થયા બાદ જીવ કરણ પર્યાપ્ત કહેવાય છે. પ્ર.૨૧૯ લબ્ધિ અપર્યાપ્તાનો કાળ કેટલો ? ઉ.૨૧૯ લબ્ધિ અપર્યાપ્તાનો કાળ જીવ જ્યાંથી મરણ પામી બીજા ભવમાં ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધીનો એક અંતર મુહૂર્ત કાળ ગણાય છે. પ્ર.૨૨૦ લબ્ધિ પર્યાપ્તાનો કાળ કેટલો ? ઉ.૨૨૦ લબ્ધિ પર્યાપ્તાનો કાળ જીવ મરણ પામી કોઇ ગતિમાં જતો હોય ત્યારથી આયુષ્યનો જે ઉદય થાય તેની સાથે પર્યાપ્ત નામ કર્મનો ઉદય થાય છે, ત્યાંથી માંડીને ભવ પર્યત સુધીનો કાળ એટલે કે જેટલું આયુષ્ય બાંધેલું હોય તેટલા કાળ સુધીનો અનુભવ કરે તે બધો કાળ લબ્ધિ પર્યાપ્તમાં ગણાય છે. પ્ર.૨૨૧ કરણ અપર્યાપ્તનો કાળ કેટલો ? ઉ.૨૨૧ જીવ મરણ પામી બીજી ગતિમાં જાય છે. સર્વ યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી જેટલો કાળ છ તે કરણ અપર્યાપ્તપણાનો કાળ કહેવાય છે. તે બધો મળીને એક અંતમુહૂર્તનો થાય છે. Page 22 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy