SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ એ મહાપુરૂષો ચોદપૂર્વના મૃતનું જ્ઞાન એ રીતે કંઠસ્થ કરીને યાદ રાખતા હતા. જૈન શાસનમાં છેલ્લા ચોદપૂર્વધર શ્રી સ્કુલભદ્રજી મહાત્મા થયા અને છેલ્લા દશપૂર્વી શ્રી વજસ્વામીજી થયા અને છેલ્લા એક પૂર્વધર શ્રી દેવર્ધિ ગણી ક્ષમાશ્રમણજી થયેલા છે ત્યાર પછી તે કાળમાં જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ ઘટતો જતો હોવાથી એ જીવોનું પણ ભણેલું જ્ઞાન ભુલાવા માંડેલુ આથી તે વખતના કાળમાં પાંચસો આચાર્યોને ભેગા કરીને જે જે આચાર્ય ભગવંતોને યાદ રહેલું એ સઘળુંય શ્રુતજ્ઞાન સૂત્રથી તેમજ અર્થથી લખાણ કરાવી તેમાંથી પાંચ આચાર્યો જે વિશેષ બુદ્ધિશાળી હતા તેઓએ બેસીને એ લખાણ થયેલ સૂત્રો તેમજ અર્થોને વ્યવસ્થિત તપાસીને ચાર અનુયોગ રૂપે ગોઠવીને સરખું કર્યું. એ ચાર અનુયોગવાળું શ્રુતજ્ઞાન આજે આપણી પાસે વિધમાન છે. તેમાંનું પણ ઘણું ખરું વચલા કાળમાં વિચ્છેદ પામેલ છે. આથી આપણા પુણ્યોદયે જે શ્રુતજ્ઞાન વર્તમાનમાં પ્રાપ્ત થયેલું છે એ શ્રુતજ્ઞાન એ ચાર અનુયોગ દ્વાર માંહેલું છે એમાં જરાય શંકા નથી, એ ચાર અનુયોગવાળું જ્ઞાન કર્યું અને કેવા કેવા પ્રકારનું હોય છે તે જણાવે છે. અનુયોગના ચાર પ્રકાર ભગવાન શ્રી અરિહંતના ઉપદેશ વિના કોઇપણ આત્મા કદી પણ આ સંસાર સાગરને તરી શકે એમ નથી. માટે અમે શ્રી અરિહંત દેવના વચનના અનુયોગનો પ્રારંભ કરીએ છીએ. શ્રી જિનેશ્વર ભગવાનની-અનંત કરૂણાળુ શ્રી અહંન્ત ભગવાનની વાણી, કેવળ જગતના કલ્યાણ માટે કહેવાયેલ એ પવિત્ર વાણી ચાર વિભાગમાં વહેંચાયેલી છે સ ચ ચતુર્દા તદ્યથા-ધર્મકથાનુયોગો ગણિતાનુયોગો દ્રવ્યાનુયાગશ્ચરણ કરણાનુયોગશ્યતિ || તે અનુયોગો ચાર પ્રકારના કહેલા છે. (૧) ધર્મકથાનુયોગ (૨) ગણિતાનુયોગ, (૩) દ્રવ્યાનુયોગ અને (૪) ચરણકરણાનુયોગ. તેમાં - (૧) ધર્મકથાનુયોગ ઉત્તરાધ્યયન આદિક: | શ્રી ઉત્તરાધ્યયન વગેરે ધર્મકથાનુયોગ છે. ધર્મકથાનુયોગમાં વિવિધ (અનેક પ્રકારની) કથાઓ હોય. મહાપુરૂષો જે જે કાર્યવાહી કરી આત્મકલ્યાણ સાધી ગયા તેમની તથા હીન ભાગ્ય આત્માઓ અયોગ્ય વર્તનથી સંસારમાં રૂલી (રખડતા થઇ) ગયા તેમની કથાઓ-જેમાં ધર્મ પમાડવા માટે હોય તે-ધર્મ માટે હોય તે ધર્મકથાનુયોગ કહેવાય છે. એ બેય પ્રકારની કથાઓનો હેતુ એ જ ક-દુનિયા પાપથી બચી મોક્ષમાર્ગે ચઢે. ધર્મ કથાઓ સાંભળી પાપનો ત્યાગ કરવાનો છે. પાપમાર્ગથી છેટા રહેવાનું છે અને મોક્ષમાર્ગની આરાધના કરવાની છે. (૨) ગણિતાનુયોગ - શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ ગણિતાનુયોગમાં આવે છે. ગણિતાનુયોગમાં સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર તથા તારા આદિ પદાર્થોની ગણના અને દ્વીપ, સાગર, પહાડ તથા નદીઓ વગેરેનું ક્ષેત્ર ક્ષેત્રફ્ટ આદિનું વર્ણન. આ બધુ કહેવાનો હેતુ પણ એ જ કે-જીવ આટલા આટલા સ્થાને ભટકી રહ્યો છે. ત્યાંથી કવચિત આવી સામગ્રી પામે છે. એ સામગ્રીને જો હારી ગયો તો પાછો ફ્ર આવા આવા સ્થાનોમાં એવો રખડવાનો કે પત્તો પણ નહિ લાગવાનો. આ જણાવનારા સૂત્રો તે ગણિતાનુયોગવાળા સૂત્રો ગણાય છે. (૩) દ્રવ્યાનુયોગઃ પૂર્વાણિ સમ્મત્યાદિકa I- પૂર્વે અને સમ્મતિતર્ક આદિ દ્રવ્યાનુયોગમાં આવે છે. દ્રવ્યાનુયોગમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ આ છ દ્રવ્યનું સ્વરૂપ આવે. આનો પણ હેતુ એજ કે- વસ્તુ સ્વરૂપથી જાણ થઇ આત્માને મલીન થતો અટકાવી શકાય, પરમશુધ્ધ ચૌદપૂર્વી જેવા મહર્ષિઓ પણ પોતાના સ્વરૂપથી ખસી જાય તો તેઓ પણ ઠેઠ Page 9 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy