SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ વિરાધક બને છે એમ કહે છે. હવે ક્રમસર એક એક બોલનું વિવરણ કરતા કરતા પચાસ બોલનું વિવેચન શરૂ થાય છે. પચાસ બોલનું વિવેચન (૧) સૂત્ર-અર્થ-તત્વ કરી સદૃઢું (હૃદયને વિષે ધારણ કરૂં) જૈન શાસનમાં શ્રી તીર્થંકર પરમાત્માઓ ત્રીજા ભવે તીર્થંકર નામકર્મ નિકાચીત કરી છેલ્લે ભવે તીર્થંકરપણે જન્મ પામે છે. એ આત્માઓ ત્રીજા ભવથી જ પોતાના આત્માને વૈરાગ્યમાં સ્થિર કરી પોતાના બંધાયેલા કર્મોને ભોગવીને નાશ કરવા માટે જ પ્રયત્ન કરે છે. આથી છેલ્લા ભવમાં પણ એ આત્માઓ જે કાંઇ પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિથી પોતાના કર્મોને નાશ કરતા જાય છે અને પોતાનું ભોગાવલી કર્મ પૂર્ણ થતાં જ એ આત્માઓ સંયમનો સ્વીકાર કરે છે. સંયમનો સ્વીકાર કરી પોતાના ભોગવવા લાયક જે કર્મો બાકી રહેલા હોય છે તે કર્મોના પ્રતાપે પરિષહો અને ઉપસર્ગો પેદા થાય છે તે પરિષહો અને ઉપસર્ગોને સારો રીતે સમતાભાવ જાળવીને (રાખીને) સારી રીતે સહન કરે છે એ સહન કરતા કરતા પોતાના કર્મો એટલે મોહનીય કર્મ નાશ પામવા આવે એટલે ક્ષપક શ્રેણિ માંડીને મોહનો નાશ કરી વીતરાગ દશાને પામે છે અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય કર્મોનો સંપૂર્ણ નાશ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે ત્યારે એ આત્માઓ સર્વજ્ઞ-સર્વદર્શી બને છે એટલે કે જગતમાં રહેલા સઘળા પદાર્થોને જાણનાર તથા જોનારા બને છે. આ રીતે સર્વજ્ઞ બનીને પછી પોતે જે માર્ગથી સર્વજ્ઞ બન્યા એ માર્ગ જગતને વિષે પ્રકાશિત કરવા માટે (પ્રગટ કરવા માટે) તીર્થની સ્થાપના કરે છે. એ તીર્થની સ્થાપના પોતાના એકલા હાથે થઇ શકતી ન હોવાથી એમની પાસે જે કોઇ મનુષ્યો આવે છે તે મનુષ્યોને યોગ્ય જાણીને દેશના આપે છે. એ દેશનાથી જે યોગ્ય આત્માઓ આવેલા હોયછે તે આત્માઓ દેશના સાંભળી પરમાત્મા પાસે સંયમની માગણી કરે છે. પરમાત્મા તેઓને સંયમ આપે છે. એ સંયમી આત્માઓ તત્વને જાણવાની જિજ્ઞાસાવાળા હોવાથી પરમાત્માને તત્વ જાણવા માટે ત્રણ પ્રશ્નો પૂછે છે. પરમાત્મા એના જવાબ પણ એજ રીતે આપે છે. એ જવાબથી એ સંયમી આત્માઓના અંતરમાં ચૌદ રાજલોક જગતને વિષે રહેલા પદાર્થોને જાણવાનો ક્ષયોપશમ ભાવ પેદા થાય છે અને એ ક્ષયોપશમ ભાવથી જ એ સંયમી આત્માઓ સૂત્રની રચના કરે છે. એ સૂત્રો યથાર્થ રૂપે છે એમ સર્વજ્ઞ પરમાત્માઓ મહોરછાપ મારે છે એટલે જગતને વિષે હું જીવોને જે રીતે જ્ઞાન આપવા માગું છું અને તમો જે રીતે જ્ઞાન આપવા તૈયાર કરો છો એ બરાબર છે અને “તમારી પાસે જે કોઇ આવે તેઓને એ જ્ઞાન આપો” એવી અનુજ્ઞા એટલે આદેશ આપે છે. આથી તીર્થંકર પરમાત્માઓ સર્વજ્ઞ બન્યા પછી સંયમી આત્માઓને જે જવાબ આપે છે તે અર્થથી દેશના રૂપે કહેવાય છે. એ ત્રિપદી અર્થરૂપે ગણાય છે અને એના ઉપરથી શ્રી ગણધર ભગવંતો જે જે સૂત્રોની રચના કરે છે તે સૂત્રરૂપે રચના ગણાય છે. તે ગણધર ભગવંતોની પરંપરામાં થયેલા મહાપુરૂષો શ્રી અરિહંત પરમાત્માઓના અર્થને બાધ ન આવે એ રીતે સૂત્રોની રચના કરેતા હોય છે એ પણ સૂત્રરૂપે માન્ય ગણાય છે. એ સૂત્રો ગણધર ભગવંતોના વખતમાં તથા એમની પાટ પરંપરામાં થયેલા મહાપુરૂષોમાં મૌખિક રીતે સૂત્રો તેમજ અર્થે અપાતા હતા અને Page 8 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy