SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નિગોદમાં ચાલ્યા પણ જાય માટે આત્માને પોતાના સ્વરૂપમાં સ્થિર રાખવો. (૪) ચરણ કરણાનુયોગથ્યાચારાદિક: | :- શ્રી આચારાંગ સૂત્ર આદિ ચરણ કરણાનુયોગ છે. ચરણકરણાનુયોગમાં ચરણસિત્તરી કરણસિત્તરી સંયમના પ્રકારો અને નિર્ગથના આચારો વગેરેનું વર્ણન આવે. દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવાનની વાણી આ રીતે ચાર વિભાગમાં વહેંચાયેલી છે. ધર્મકથાનુયોગ આદિ ચારે અનુયોગોમાં ચરણકરણાનુયોગની જ પ્રધાનતા છે. આ વાત દર્શાવવા માટે મહાપુરૂષો સ્પષ્ટપણે લખે છે કે- સ ચ પ્રધાન તમ: શેષાણાં તદર્થવા-તક્ત- “ચરણપડિવત્તિહેવું જેણિયરે તિણિ અણુ-ઓગત્તિ તથા ચરણપડિવત્તિ હેઉ ધમ્મ કહાકાલ દિખમાં દીયા કવિએ દંસણે સોહી સિણ સુધ્ધસ્ટ ચરણં તુ // ૧ || ગણધરેરણત એવ તત્યેવ આદી પ્રણય-નમકારિ, અતસ્તત્રતિપાદકસ્યા ચારાંગસ્યાનુ યોગઃ સમારચતે ” તે ચરણ કરણાનુયોગ પ્રધાનતમ-અતિશય શ્રેષ્ઠ છે. કારણ કે બાકીના ધર્મકથાનુયોગ ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ આ ત્રણે અનુયોગો ચરણકરણાનુયોગને માટે જ છે. આથી જ કહ્યું છે કે-ઇતર ત્રણે અનુયોગો ચરણ પ્રતિપત્તિના હેતુઓ છે, માટે ચરણ કરણાનુયોગ સર્વથી પ્રધાન છે. તથા ધર્મકથા કાલ અને દીક્ષા વગેરે ચરણ પ્રતિપત્તિના જ હેતુઓ છે, દ્રવ્યાનુયોગના સભાવે દર્શનની શુદ્ધિ થાય છે અને દર્શનથી શુધ્ધ થયેલા આત્માને ચારિત્રની પ્રાપ્તિ થાય છે આજ કારણથી શ્રી ગણધર દવોએ પણ ચરણ કરણાનુયોગનું જ આદિમાં પ્રણયન કર્યું છે અને એજ કારણથી ચરણ કરણાનુયોગના પ્રતિપાદક શ્રી આચારાંગ નામના પ્રથમ અંગસૂત્રનો અનુયોગ અમે આરંભીએ છીએ. હવે તમે સમજી શક્યા હશો કે શ્રી અરિહંત દેવના વચનનો અનુયોગ (૧) ધર્મકથાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) દ્રવ્યાનુયાગ અને (૪) ચરણ કરણાનુયોગ. આ ચાર પ્રકારે વહેંચાયેલો છે અને એ ચારેમાં શ્રેષ્ઠતા ચરણકરણાનુયોગની છે. આથી આ મુહપત્તિના પચાસ બોલમાં જ્ઞાની ભગવંતોએ સૌથી પહેલો બોલ એ જ જણાવ્યો છે કે સૂત્ર-અર્થ તત્વ કરી સદહું એટલે જે અરિહંત પરમાત્માઓએ બતાવેલી વિધિ મુજબ સામાયિક લેવાની પ્રવૃત્તિ કરીએ છીએ તો તે પ્રવૃત્તિ શરૂ કરતા પહેલા એ શ્રી અરિહંત પરમાત્માઓએ સૂત્ર અર્થ કહેલા છે એ સૂત્ર અને અર્થોને યથાર્થ રૂપે એટલે જે પ્રમાણે કહેલા છે તે સૂત્ર અર્થે તે પ્રમાણે જ છે એવી બુધ્ધિ પેદા કરીને એના પ્રત્યે આદરભાવ અંતરથી પેદા કરું છું એવી પ્રતિજ્ઞા કરે છે અર્થાત્ એમ જ માનું છું એવી કબુલાત કરૂં છું. આથી વિચારણા કરો કે આપણું પુણ્ય કેટલું બધું કે જે ગણધર ભગવંતોએ રચેલા સુત્રો સાંભળવા, બોલવા અને જાણવા મલ્યા છે. આ જગતમાં કેટલાય મનુષ્યો છે તેમાં પણ જેન કુળમાં જન્મેલા પણ કેટલાય મનુષ્યો એવા છે કે જેઓ જન્મ જૈન હોવા છતાં તેઓને આ સુત્રો સાંભળવા તથા બોલવા મળતા નથી. એ બધા જીવોની અપેક્ષાએ આપણો પૂણ્યોદય કેટલો બધો છે ? એ વિચારો તેમજ શ્રી અરિહંત પરમાત્માઓએ જે અર્થથી જણાવેલ છે એ સૂત્રોનાં અર્થો પણ જાણવા, સાંભળવા મળે છે એનો આદર સત્કાર, બહમાના કરીને અંતરથી એ સૂત્રો અને અર્થોને સદુહણા રૂપે બનાવવા એટલે એમના પ્રત્યે આદરભાવ પેદા કરવા માટેની તક મળે છે. જો આ રીતે સામાયિકની આરાધના કરતા કરતા અંતરથી આ સુત્રોની આદરણા પેદા થઇ જાય તોય મનુષ્ય જન્મ લેખે થઇ જાય. તો આજથી અંતરમાં એ સંકલ્પ પેદા કરો કે આ આરાધનાનો અભ્યાસ કરતા કરતા આ સૂત્રો તથા તેના અર્થો પ્રત્યે અંતરથી આદરભાવ પેદા થતો જાય, વધતો જાય Page 10 of 191
SR No.009180
Book TitleMuhapattina 50 Bolnu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages191
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy