SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય બળવાન્ અમર દ્વારા વિશેષ પ્રકારે અપમાન આદિને પામેલા શક્તિહીન અમરો, તે અપમાન આદિ કરનાર અમરનો પ્રતિકા૨ ક૨વાને અસમર્થ હોવાના કારણે તીક્ષ્ણ એવા અમર્ષરૂપ શલ્યના યોગે નિરન્તર અતિશય દુઃખી થયા કરે છે. વિષાદનો વિષવાદ : આમર્ષરૂપ શલ્યની અસાધારણ આધિથી થતી દુઃખદ દશાનો ખ્યાલ આપ્યા બાદ એજ આરાધ્યપાદ આચાર્ય ભગવાન્ પોતાથી અધિક શ્રીના સ્વામિઓની લક્ષ્મીને જોઇને અલ્પ ઋદ્ધિનૈ ધરનારા અમરો કેવા પ્રકારના વિચારથી વિષાદનો વિષવાદ ભોગવે છે એનું વર્ણન કરતાં ફ૨માવે છે કે " न कृतं सुकृतं किंचि-दामियोग्यं ततो हिनः । द्रष्टोत्तरोत्तरश्रोका, विपीदन्तीति नाकिनः //9// અમે કાંઇ સુકૃત કરેલું નથી તેજ કારણથી અમારે આ અભિયોગપણું ભોગવવું પડે છે. આ પ્રમાણે ઉત્તરોત્તર શ્રીને જોનારા અમરો વિષાદ પામે છે. ઇર્ષ્યાનો અભિતાપ ઃ તીવ્ર આસક્તિના પ્રતાપે અન્યની સમ્પદાઓને નહિ જોઇ શકનારા આત્માઓને ઇર્ષ્યાનો અભિતાપ ખુબ જ બાળે છે. એજ કારણે તીવ આસક્તિના પ્રતાપે અન્ય અમરોની સુવિશિષ્ટ સમ્પ્રદાઓના દર્શનથી સામાન્ય સમ્પદાઓના સ્વામી સુરો, ઇર્ષ્યારૂપ અનલની ઉર્મિઓથી કેવો પરિતાપ પામે છે એનું વર્ણન કરતાં એજ અનંત ઉપકારી આચાર્યદેવ ફરમાવે છે કે " द्रष्टवान्येपां विमानस्त्री-रत्नोपवनसम्पदम् । यावज्जीवं विपच्यन्ते, ज्वलदीर्ष्यानलोभिभिः //9// અન્ય અમરોની વિમાન, સ્ત્રી અને ઉપવન ની સમ્પ્રદા જોઇને સળગતા ઇર્ષારૂપ અગ્નિની ઉર્મિઓથી સામાન્ય સમ્પદાઓના સ્વામી અમરો જીંદગીભર સુધી ખુબ ખુબ પકાય છે. દીનવૃત્તિના ઉદ્દગાર ! ઃ લોભી દેવોની દુર્દશા ઘણીજ ભયંકર હોય છે. કારણ કે લોભી દેવો જો પરાક્રમી હોય છે તો તે અલ્પ પરાક્રમી દેવોની ઋદ્ધિને પડાવી લે છે અને એથી બીચારા અસમર્થ અમરો દીનવૃત્તિના ઉપાસક બની જાય છે. એ દીનવૃત્તિના પ્રતાપે દીન બની ગયેલા અમરો કેવા ઉદ્ગાર કાઢે છે એનું વર્ણન કરતાં એજ પરોપકાર પરાયણ પરમર્ષિ પ્રરૂપે છે કે “હા પ્રાોશ ! પ્રશ્નો ! દેવ !, પ્રીતિ સમા / પિતાર્વવા, માપો દૃીનવૃત્ત: 119IN અન્ય અમરો દ્વારા જેઓનું સર્વસ્વ ચોરાઇ ગયું છે તેવા અમરો અશક્તિના યોગે દીનવૃત્તિવાળા બની ગયા થકા- “હા પ્રાણેશ ! હા પ્રભો ! હા દેવ ! મહેરબાની કરા-પ્રસન્ન થાઓ.’” એ પ્રમાણે ગદગદ્ સ્વરે બોલે છે. અસ્વસ્થ અવસ્થા ! ઃ Page 178 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy