SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ એજ કારણે દેવગતિમાં પણ રહેલા આત્માઓની દુઃખદ સ્થિતિનું વર્ણન કરતાં પ્રશ્ન રૂપે મહાપુરૂષોએ ફરમાવ્યું છે કે હે આર્યો ! આ સંસારમાં ચ્યવન અને વિયોગથી દુઃખિત અને ક્રોધ, ઇર્ષ્યા, મદ અને મદનથી અતિતાપિત એવા દેવોમાં જે કાંઇ પણ સુખ નિવેદનીય હોય તે તમે વિચારીને અમને કહો. દેવગતિમાં પણ દુઃખનું સામ્રાજ્ય સુખાભાસના અભિમાનમાં પડેલા દેવોના દુઃખસામ્રાજયનું વર્ણન કરતાં શરૂઆતમાંજ કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે “mohપસ્થી-ચારિdg" / अमरेवपि दुःखस्य, साम्राज्यमनुवर्तते ।।१।। શોક, આમર્ષ, વિષાદ, ઇર્ષ્યા અને દૈન્ય આદિથી હણાઈ ગયેલી છે બુદ્ધિ જેઓની તેવા અમરોમાં પણ દુઃખનું સામ્રાજ્ય વર્તે છે. આ પ્રમાણે સામાન્ય રીતિએ દેવો પણ શોક આદિથી સળગી રહ્યા છે એવો સહજ ખ્યાલ આપીને તેમાં પણ દુઃખનું સામ્રાજય વર્તે છે એમ એ ઉપકારી સુરિપુરંદરે પ્રથમ ફરમાવ્યું એ પ્રમાણે સામાન્ય રીતિએ ફરમાવ્યા પછી એ ઉપકારી આચાર્ય ભગવાન્ એ એકેએક જાતિના દુઃખનો સ્પષ્ટ ખ્યાલ પણ કરાવે છે. શોકનો સંતાપ : શોક આદિથી ઉત્પન્ન થતા દુઃખન દિગ્દર્શન કરાવતાં પ્રથમ શોકનો સંતાપ એ જીવોને કેવા પ્રકારનો હોય છે તેનું પ્રતિપાદન કરતાં એ શાસનના સાચા સૂરિસમ્રાટ ફરમાવે છે કે "द्रष्टवा परस्य महती, श्रियं प्राग्जन्मजीवितम् । अर्जितस्वल्पसुकृतं, शोचन्ति सुचिरं सुराः //91/" અન્ય દેવની મોટી લક્ષ્મીને જોઇને અલ્પ સમૃદ્ધિને ધરાવનારા દેવો, અતિશય અલ્પ પેદા કર્યું છે સુકૃત જેમાં તેના પોતાના પૂર્વ જન્મના જીવિતને પણ લાંબા સમય સુધી શોચ્યા કરે છે અર્થાત્ અલ્પ ઋદ્ધિવાળા દેવો વિશાળ ઋદ્ધિવાળા દેવોને જોઇ જોઇને વિશાલ ઋદ્ધિના અર્થિપણાના યોગે એવી જાતિનો શોક પ્રાયઃ સદાય કર્યા જ કરે છે કે-હાય ! કમભાગ્ય એવા અમોએ પૂર્વે સુકૃત કરવામાં ઘણી જ કચાશ રાખી કે જેથી આવી સુંદર અને વિશાળ ઋદ્ધિ અમને મળી શકી નહિ. અમર્ષરૂપ શલ્યની આધિ: આ પ્રકારે શોકમાં સંતાપનું પ્રતિપાદન કર્યા પછી પ્રભુ શ્રી વીતરાગ પરમાત્માના શાસનના એ સાચા સૂરિસાર્વભોમ, અમર્ષરૂપશલ્યની કેવી કારમી આધિનો અનુભવ અશક્ત અમરો કરે છે એનું વર્ણન કરતાં ફરમાવે છે કે “રાદ્ધ ભિનાજ, પ્રતિo તમક્ષII: / તીભાભfજેન, હોદ્યત્તે નિરન્તરણ //// Page 17 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy