SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ અને દેવના ભવો એક હજાર સાગરોપમ સુધી કર્યા કરે ત્યાં સુધીમાં મોક્ષમાં ન જાય તો અવશ્ય એકેન્દ્રિયમાં જાય છે. એક ભવ એકેન્દ્રિયનો કરી મનુષ્ય થઇ પાછા બે હજાર સાગરોપમ એમ કરતાં કરતાં અસંખ્યાતી ઉત્સરપણી અવસરપણી કાળ રખડ્યા કરે છે. કેટલાક તથા ભવ્યત્વ વાળા જીવો એવા હોય છે કે જેઓ તિર્યંચ અને દેવ કરતાં કરતાં પણ રખડે છે અને અસંખ્યાતી ઉત્સરપિણી અવસરપણી ફર્યા કરે છે. આથી લોભ, કષાય ન થઇ જાય તેની કાળજી રાખી જીવન જીવવું જોઇએ તોજ કલ્યાણ થાય. ચોથી ‘દેવગતિ’ માં પણ એકાંત આનંદ માનનારાઓ અજ્ઞાન છે, કારણ કે દેવગતિમાં રહેલા આત્માઓ પણ કર્મપરવશ હોવાના કારણે સુખી નથી. દેવગતિમાં પણ કેવાં કેવાં દુ:ખો છે એનું વર્ણન હવે પછી દેવગતિમાં રહેલ આત્માઓની પણ યોનિ આદિનું આવેદન. અને કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ દેવગતિમાં રહેલા આત્માઓના દુઃખ સામ્રાજ્યનું કરાવેલું દિગ્દર્શન. સુખાભાસનું ફોગટ અભિમાન ! : સૂત્રકાર ૫૨મર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીઓને નિર્વેદ અને વૈરાગ્ય પેદા કરવાના હેતુથી કર્મવિપાકની જે ગરિષ્ઠતા વર્ણવવા ઇચ્છે છે તે અતિશય સ્પષ્ટતાથી સમજાવવાના હેતુથી ચારે ગતિમાં ભટકી રહેલા જીવોની યોનિ આદિનું વર્ણન કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ‘નરક તિર્યંચ અને મનુષ્ય’ આ ત્રણ ગતિના જીવોની યોનિ આદિનું વર્ણન તો કરી આવ્યા અને હવે જે દેવગતિના જીવો અજ્ઞાન દુનિયામાં ઘણા સુખી મનાય છે તે દેવગતિમાં રહેલા જીવો પણ કેવા દુઃખી છે એનું વર્ણન કરતાંતેની યોનિ અને કુલકોટિની સંખ્યાનું પ્રતિપાદન કરવાપૂર્વક એ પરમોપકારી પરમર્ષિ ફરમાવે છે કે"देवगताचपि चत्वारो योनिलक्षा: तेषामपीर्ष्याविपादमत्सरच्यवनभयशल्यवितुद्यमानमनमां सुखाभासाभिमानस्तु केवलमिति, षड्विंशतिः कुलकोटिलक्षा: दुःखानुपङ्ग Pa, उक्त च देवेषु च्यवनवियोगदुःखितेषु, क्रोधेर्ष्यामदमदनानितापितेषु / आर्या ! नस्तदिह विचार्य संगिरन्तु, गरमौखयं किमपि निवेदनीयमस्ति //9/2 દેવગતિમાં પણ ચાર લાખ યોનિ છે અને છવ્વીસ લાખ કુલકોટિ છે. દેવગતિના આત્માઓ પણ ઇર્ષ્યા, વિવાદ, મત્સર, ચ્યવન, ભય અને શલ્યથી અતિશય પીડિત હોય છે. ઇર્ષ્યા આદિથી અતિશય પીડિત મનવાળા તે જીવોને પણ દુઃખનોજ સંગ છે એ હેતુથી એ આત્માઓએ પણ સુખાભાસનું અભિમાન કરવું એ ફોગટ છે. Page 176 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy