SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧000 કંચન ગિરિઓ ચમક ચમક પર્વત-૧૦ ચિત્ર વિચિત્ર-૧૦ વૈતાઢ્ય પર્વત-૧૭) અને મેરૂ પર્વત-૫ ઉપર વસવાવાળા એટલે રહેવાવાળા છે. અવધિજ્ઞાનનો વિષય પૂર્વના એક બેથી યાવત્ નવભવ સુધી જાણે તેથી વધુ જુએ તો જાતિસ્મરણનો શુભ ભાવ જાણવો. જાતિ સ્મરણવાળા જીવો આ અપેક્ષાએ સંખ્યાતા ભવ દેખે એમ કહેવાય છે. આ દેવોની એટલે વ્યંતર જાતિના બધાય દેવોની ૨૬ ભેદોની શરીરની ઉંચાઇ જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટથી ૭ હાથ. આયુષ્ય- જઘન્યથી દશ હજાર વર્ષ ઉત્કૃષ્ટ- ૧ પલ્યોપમ. સ્વકાય સ્થિતિ નથી. પર્યાપ્તિ-૬, પ્રાણો-૧૦ હોય છે. બધા દેવોને આશ્રયીને યોનિ ૪ લાખ હોય છે. જ્યોતિષી દેવોનું વર્ણન પાંચ પ્રકારના ચર અને પાંચ પ્રકારના સ્થિર દેવો એમ ૧૦ ભેદો હોય છે. ૧ ચન્દ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર, પ તારા = ચર પરિભ્રમણ કરતાં અઢી દ્વીપમાં અથવા મનુષ્યલોકમાં હોય છે અને સ્થિરવિમાનો અઢી દ્વીપની બહાર હોય છે. દરેકના પાંચ પાંચ ભેદ હોય છે. આ પાંચમાં ચન્દ્ર અને સૂર્ય ઇન્દ્ર ગણાય છે. પરંતુ મુખ્યતા ચન્દ્રની છે જેથી પરિવાર ચન્દ્રનો ગણાય છે. એક ચન્દ્રના પરિવારમાં મુખ્ય પોતે ચન્દ્ર ઇન્દ્ર રૂપે છે. એક સૂર્ય એ પણ ઈન્દ્ર રૂપે છે. ગ્રહ-૮૮, નક્ષત્ર-૨૮ અને તારા ૬૬૯૭૫ ક્રોડા ક્રોડ આટલો એક ચન્દ્રનો પરિવાર છે. આવા પરિવાર જંબુદ્વીપમાં ૨, લવણ સમુદ્રમાં ૪, ધાતકી ખંડમાં ૧૨, કાલોદધિ સમુદ્રમાં ૪૨, અર્ધ પુષ્કરવરદ્વીપમાં ૭૨ મલીને ૧૩૨ ચન્દ્રના પરિવાર અઢીદ્વીપમાં છે અને બધાય ફરતાં છે. આ ૧૩૨ પંક્તિ બધ્ધ જંબુના મેરૂથી ૧૧૨૧ યોજના અંતર રાખીને પ્રદક્ષિણા આપતા પોત પોતાના મંડળમાં ફર્યા જ કરે છે. જેથી ચર જ્યોતિષી કહેવાય છે. આદેવો પોત પોતાના વિમાનમાં પોતાના પરિવાર સાથે રહેલા છે અને વિમાનો ફર્યા જ કરે છે. પ્રકાશ પડે છે તે પણ વિમાનો નો જ છે આ વિમાનો સ્વાભાવિક જ ચાલે છે છતાં દેખાવ માટે અભિયોગીક = સેવક દેવો રૂપ વિકુર્તીને, પૂર્વ તરફ સિંહરૂપે, દક્ષિણે હાથીરૂપે, પશ્ચિમે વૃષભરૂપે અને ઉત્તરે અશ્વરૂપે રહે છે. ચારે દિશામાં સરખા હોય છે. ચારે દિશામાં થઈને પ્રત્યેક ચન્દ્ર વિમાનને ૧૬૦૦૦, સૂર્ય વિમાનને ૧૬૦૦૦, ગ્રહ વિમાનને ૮૦૦૦ નક્ષત્ર વિમાનને 1000 અને તારા વિમાનને ૨૦૦૦ એટલે દરેક દિશામાં પાંચશો પાંચશો હોય છે. જંબુદ્વીપમાં પ્રવુતારા-૪ છે. તે મેરૂની ચારે દિશામાં રહેલા છે. જેથી દરેક દેશની ઉત્તર દિશામાં જ કાયમ રહે છે. આ ધ્રુવ ચારે તારા સ્થિર છે. તેની નજીક વર્તતું તારામંડલ મેરૂને નહિ પણ ધ્રુવના તારાને જ પ્રદક્ષિણા આપે છે. જંબુદ્વીપના બે સૂર્ય અને બે ચન્દ્ર બરાબર સામ સામાજ રહે છે. એક મેરૂની ઉત્તરમાં હોય તો બીજો મેરૂની દક્ષિણમાં હોય એક ભરતમાં હોય તો બીજો તે જ લાઇન ઉપર ઐરવતમાં હોય તે ગતિ કરતો કરતો ભરતના પશ્ચિમ મહા વિદેહમાં આવે ત્યાર ઐરવતનો પૂર્વ મહાવિદેહમાં આવે આ પ્રમાણે સામ સામેજ રહે છે. દરેક ક્ષેત્રો પોત-પોતાની ઉત્તર દિશામાં જ મેરૂને ગણે છે. Page 173 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy