SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી યોનિ હોતી નથી. મિથ્યાદ્રષ્ટિ મનુષ્યો અને તિર્યંચો આ દેવ યોનિમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક જીવો સમકિત લઇને પણ ઉત્પન્ન થઇ શકે છે. જે જીવો મનુષ્યપણામાં સમકિત પામ્યા હોય અને સાતિચાર સમકિતની હાજરીમાં આયુષ્યનો બંધ કરે તો ભવનપતિનું આયુષ્ય બાંધે છે. એવા જીવો સમકિત સાથે ઉત્પન્ન થાય અથવા પહેલા ગુણસ્થાનકે મનુષ્યપણામાં પહેલા આયુષ્ય ભવનપતિનું બાંધી પછી સમ્યકત્વ પામે તો સમકિત લઇને આ દેવ ભવમાં ઉત્પન્ન થઇ શકે છે. પણ ક્ષાયિક સમકિત લઈને જીવો ઉત્પન્ન થતાં નથી. તે વૈમાનિકમાં જ જાય આ ભવનપતિ દેવો જે સ્થાનોમાં રહેલા હોય છે. ત્યાં જ તેજ ભૂમિમાં પરમાધામી દેવોના પંદર પ્રકાર છે. તેમના પણ આવાસો આવેલા છે. એટલે તે ભવનપતિની જાતિના કહેવાય છે. આથી ૧૦ ભવનપતિ + ૧૫ પરધામી = ૨૫ દેવો ગણાય છે. ૨૫ અપર્યાપ્તા અને + ૨૫ પર્યાપ્તા = ૫૦ દેવોના ભેદો ભવનપતિના થાય છે. આ અપર્યાપ્તા દેવો અપર્યાપ્તાવસ્થામાં નિયમ મરણ પામતા ન હોવાથી કરણ અપર્યાપ્તા દેવો કહેવાય છે. અપર્યાપ્ત અવસ્થા હોય છે તે પૂર્ણ કરવા માટે જ હોય છે. વ્યંતર જાતિના દેવોનું વર્ણન ૮ વ્યંતર + ૮ વાણવ્યંતર + ૧૦ તિર્યંચ જાંભક દેવો = ૨૬ વ્યંતર દેવોના નગરોનાં સ્થાનો- રત્નપ્રભા પૃથ્વીના એક હજાર યોજન ઉપરના જે છોડેલા છે તેમાંથી સો યોજન ઉપરના અને સો યોજના નીચેના મુકીને બાકીના આઠસો યોજનને વિષે આ આઠ વ્યંતર જાતિના દેવોના નગરો આવેલા હોય છે. અને ઉપલા સો યોજન જે છોડ્યા છે તેમાંથી દશ યોજન ઉપરના અને દશ યોજના નીચેના મુકીને બાકીના એંશી યોજનને વિષે આઠ જાતિના વાણ વ્યંતર દેવોનાં નગરો આવેલા છે. આ દેવોની ઉત્પત્તિ પોતાના સ્થાનમાં હોય છે અને પછી કેટલાક ત્યાં રહે છે. કેટલાક તિ લોકમાં આવીને રહે છે. કેટલાક કાયમ રહે છે કેટલાક સારા સ્થાનોમાં, દેવાલયોમાં, ગિરિ પર્વતોમાં અધિષ્ઠિત થઈને રહે છે. હલકા દેવો કોતરોમાં અને નિર્જન સ્થાનાદિમાં આવીને રહે છે અને મનુષ્યોને પીડા કરે છે. કેટલાક પર્વતો ઉપર, જગતી ઉપર અને અઢી દ્વીપની બહાર ક્રીડા કરવા આવે છે. અને કેટલાક ત્યાં કાયમ રહે છે. કેટલાક દેવ,દેવીઓ સમ્યદ્રષ્ટિ હોય છે. તેમાં અધિષ્ઠાયક રૂપે પણ હોય છે. વ્યંતરની આઠ જાતિમાં પેટા જાતિઓ પણ છે. સ્થાનમાં અસંખ્ય નગરો છે. મોટામાં મોટા નગર એક લાખ યોજનનાં હોય છે. નાનામાં નાનું ભરત ક્ષેત્ર પ્રમાણ હોય છે. અને મધ્યમરૂપે જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રના માપ જેટલું હોય છે. દરેક નગરોમાં જિન ચૈત્યો હોય છે. જેથી વ્યંતર જાતિમાં અસંખ્ય જિન ચૈત્યો છે. તિર્જીલોકમાં અઢીદ્વીપના બહારના ભાગમાં અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં વ્યંતરોની અસંખ્ય રાજધાનીઓ છે તેમાં અસંખ્ય નગરો છે. તિર્યંચ જાંભક દેવો દશ પ્રકારના છે. અન્ન-પાન-વસ્ત્ર-લેણ = ઘર, પુષ્પ, ફળ, શયન, વિધ્યા, અવ્યક્ત = અવિપત, પુષ્પફળ. આ દરેક નામને જાંભક શબ્દ જોડવો આ દેવો તીર્થંકરાદિ પુણ્યવાન માણસોને ત્યાં ધન ધાન્યાદિ ન ધણીયાતું હોય ત્યાંથી લાવી લાવીને નાંખે છે અને ધન વગેરેની વૃષ્ટિ પણ કરે છે. પોત પોતાના નામ પ્રમાણેની વસ્તુઓ આપવાવાળા છે. આ દેવોનો શાપ દેવાનો અરે નિગ્રહ અનુગ્રહ કરવાનો પણ સ્વભાવ છે અને તેવી શક્તિ પણ છે. આ દેવો Page 172 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy