SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સદાને માટે મનુષ્ય ક્ષુધા, તૃષા, હિમ, ઉષ્ણ, અનિલ, શીત, દાહ, દારિદ્ર, શોક અને પ્રિયનો વિપ્રયોગ તથા દૌર્ભાગ્ય, મૂર્ખતા, અમનોહરતા, દાસપણું, ખરાબ રૂપવાળાપણું અને રોગ આદિથી અસ્વતન્ત્ર એટલે પૂરો પરતન્ત્ર છે. ગર્ભવાસની ભીષણતા : આ ઉપરથી સહજમાં સમજી શકાય તેમ છે કે-મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થવા છતાં પણ કર્મ પરવશ આત્માઓને સહજ પણ સુખ નથી, કારણ કે-કર્મયોગે આવી પડતી આપત્તિઓ મનુષ્યને મને કે કમને સહવીજ પડે છે. કોઇ પણ મનુષ્ય એવો નથી કે-જેને મનુષ્યગતિમાં આવતાં ગર્ભવાસનું દુઃખ વેઠવું ન પડતું હોય અને ગર્ભવાસનું દુઃખ એટલું બધું ભીષણ છે કે-જેનું વર્ણન સાંભળતાં આસ્તિક હૃદય કંપી ઉઠ્યા વિના રહેજ નહિ. ગર્ભાવાસના દુ:ખનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, શ્રી યોગશાસ્ત્રમાં ફ૨માવે છે કે “નરા રુના સ્મૃતિ ચિં, ન તથા ધ્વારાં | गर्भवासो यथा घोर नरके वाससन्निभः //9// વૃદ્ધાવસ્થા, રોગ, મરણ અને દાસપણું તેવું દુઃખનું કારણ નથી કે જેવું દુઃખનું કારણ ગર્ભાવાસ છે, કારણ કે ગર્ભવાસને અન્ય કોઇ ઉપમા લાગુ નથી પડતી પણ એક ભયંકર નરકાવાસની જ ઉપમા લાગુ પડી શકે તેમ છે એટલો બધો ભયંકર મનુષ્ય માટે એક ગર્ભવાસ છે. અર્થાત્ મનુષ્યનો ગર્ભવાસ એટલે એક જાતિનો ભયંકર નરકાવાસ એટલે એ પ્રાથમિક ગર્ભાવાસનો આગળ વૃદ્ધાવસ્થાનું દુઃખ, રોગોનું દુ:ખ, મરણનું દુઃખ અને દાસપણાનું દુઃખ પણ કશાજ હીસાબમાં નથી અને એવા ઘોર દુઃખથી ભરેલા ગર્ભાવાસનું દુઃખ કર્મથી પરતન્ત્ર બનેલા મનુષ્ય માત્રને ભોગવ્યા વિના ચાલી શકતુંજ નથી. ગર્ભવાસના દુઃખનો ખ્યાલ : એવા ઘોર દુઃખથી ભરેલા ગર્ભવાસના દુ:ખનો ખ્યાલ કરાવવા માટે એજ સૂરિપુંરંદર જણાવે છે કે" सूचिभिरग्निवर्णाभि-भिन्नस्य प्रतिरोग यत् । दुखं नरस्याण्टगुणं, तद्भवेद् गर्भवासिन: //9// અગ્નિ જેવા વર્ણવાળી બની જાય તેવી રીતિએ તપાવેલી સોયોથી રોમેરોમ ભેદાઇ ગયેલા મનુષ્યને જે દુઃખ થાય તેના કરતાં પણ આઠગણું દુ:ખ ગર્ભમાં વસતા મનુષ્યને થાય છે. અર્થાત્ કોઇ એક મનુષ્ય, કોઇ મનુષ્યના શરીરમાં જેટલી રોમ છે તે દરેકે દરેક રોમમા એકી સાથે તપાવી તપાવીને અગ્નિ જેવા વર્ણવાળી બનાવેલી સોયો ખોસી દે અને તેથી તે મનુષ્યને જેટલું દુઃખ થાય તેના કરતાં આઠગણું દુ:ખ ગર્ભમાં વસતા કર્મ પરતન્ત્ર આત્માને થાય છે. જન્મનું દુઃખ ઃ Page 159 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy