SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વળી એવા ભયંકર ગર્ભવાસમાં જે દુઃખ છે તેના કરતાં જન્મ સમયે મનુષ્યને જે દુઃખ થાય છે તે તો કોઈ વચનાતીતજ થાય છે. એજ કારણે તે એટલે જન્મસમયનું જે દુઃખ તેનું વર્ણન કરતાં તો એ પ્રવચનપારદર્શી સૂરિપુરંદર ફરમાવે છે કે “योनियन्बाद् विनिक्रामन्, यदुखं लभते भवो । गर्भवासभवाद् दुःखात्, तदनन्तगुणं खलु //21/" યોનિરૂપ યન્ત્રમાંથી વિષમ વેદનાપૂર્વક નીકળતો સંસારી જે દુઃખ મેળવે છે તે દુઃખ તો ગર્ભવાસમાં થતા દુઃખથી સો ગણું નહિ, હજારગણું નહિ, લાખ ગુણું નહિ, ક્રોડ ગુણું નહિ, અબજ ગુણું નહિ, પરાધ ગણું નહિ અને અસંખ્ય ગુણું પણ નહિ પરંતુ અનંતગણું છે. અર્થાત્ કારમાં ગર્ભવાસમાં થતા દુઃખનો ખ્યાલ આપવા માટે તો ઉપમા પણ મળી શકે છે પરંતુ જન્મસમયના દુ:ખનો ખ્યાલ આપવા માટે તો ઉપમા પણ મળી શકતી નથી એવું કારમું દુ:ખ મનુષ્યને જન્મ સમયે ભોગવવું પડે છે. અન્ય દુઃખ તો પ્રત્યક્ષજ છે : ગર્ભવાસ અને જન્મ સિવાયનાં જે દુઃખો છે તે તો સૌ કોઇને જો જુએ તો પ્રત્યક્ષજ છે, કારણ કે‘બાલપણાનું દુઃખ, યૌવનપણામાં વિરહના યોગે થતું દુઃખ અને વઢપણાની વેદનાઓ કોને અપ્રત્યક્ષ છે ? રોગોની દુરંતતા કયો મનુષ્ય નથી વેદતો? શોકાદિની પીડા અને અનેક પ્રકારના દોષોનો પરાભવ કયા મનુષ્યને પ્રત્યક્ષ નથી? સુધા આદિની પીડાઓ કયા મનુષ્યને ભોગવવી નથી પડતી ? દૌર્ભાગ્ય આદિના ઉપદ્રવોથી કોણ કોણ નથી રીબાતું?” અર્થાત ગર્ભવાસ અને જન્મના દુઃખ સિવાયના અન્ય દુઃખો તો પ્રાયઃ સૌને પ્રત્યક્ષજ છે-કેટલાંક પોતાના ઉપર તો કેટલાંક પરની ઉપર. તો પછી પ્રશંસા કેમ?: જો આ રીતિએ મનુષ્યગતિમાં પણ દુઃખ સિવાયની વાત નથી તો પછી મનુષ્યભવની પ્રશંસા કેમ ? આ પ્રશ્ન, મનુષ્યભવની પ્રશંસાના હેતુને નહિ સમજનારાઓના અંતરમાં સહેજે ઉદ્ભવે એની ના નથી, કારણકે જ્ઞાનીઓના કથનને શ્રદ્ધાહીન પણે ફાવતી રીતિએ ઉપાડી લેનારા આત્માઓને એવા પ્રશ્નો ઉદ્ભવે એમાં કશું જ આશ્ચર્ય નથી. પણ એવાઓએ સમજવું જોઇએ કે-વિષયકપાયમાં રક્ત બનીને યથેચ્છપણે વર્તનારાઓના મનુષ્યભવને જ્ઞાનીઓએ કદીજ પ્રશંસ્યો નથી. અનંત ઉપકારી શ્રી વીતરાગપરમાત્માઓએ તેઓનાજ મનુષ્યભવને પ્રશસ્યો છે કે જેઓએ પ્રાપ્ત થયેલા મનુષ્યભવને સંસારની સાધનામાં નહિ યોજતાં મોક્ષમાર્ગની આરાધનામાં યોજ્યો છે આ વાત એવાઓએ બરાબર સમજી લેવા જેવી છે અને સમજીને સદાય યાદ રાખવા જેવો છે. એજ કારણે મનુષ્યભવને પામીને પણ જેઓ વિષયકષાયમાં આસક્ત બનીને સ્વચ્છંદી જીવન તથા અજ્ઞાન જીવનને ગુજારનારા છે તેઓ માટે મનુષ્યગતિનાં દુઃખોનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શું શું ફરમાવે છે તે આપણે હવે પછી જોશું. Page 160 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy