SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા, ચારે ગતિરૂપ સંસારને દુઃખમય વર્ણવતાં : નરકગતિ અને તિર્યંચગતિને દુઃખમય વર્ણવ્યા બાદ, મનુષ્યગતિની દુઃખમયતા વર્ણવતાં પણ ફરમાવી ગયા કે ચૌદ લાખ યોનિ અને બાર લાખ કુલકોટિ ધરાવનાર મનુષ્યગતિમાં પણ અનેક પ્રકારનાં દુઃખો છે. એ ગતિમાં, પ્રથમ દુઃખ છે ગર્ભવાસનું અને એનો કોઇથીજ ઇન્કાર થઈ શકે તેમ નથી. એ ગતિની બાલ્યાવસ્થા પણ કારમી છે, તરૂણાવસ્થા પણ તિરસ્કરણીય છે અને વૃદ્ધાવસ્થા પણ સાર વિનાની છે : અર્થાત્ ધર્મભાવ વિનાની એક પણ અવસ્થા : મનુષ્યગતિમાં પણ સારભૂત નથી. રોગ અને વિયોગ આદિ અનેક દુ:ખોથી મનુષ્યગતિ ભરપૂર છે. એ ગતિમાં સુખ તોજ છે કે-જો પ્રભુશાસનની પ્રાપ્તિ હોય. પ્રભુશાસનની પ્રાપ્તિ વિના તો એ ગતિનો બાલ્યકાલ ભુંડ જેવો, યૌવનકાલ ગદભ જેવો અને વૃદ્ધકાલ બુઢ્ઢા બેલ જેવો હોઇ ભયંકર છે : અર્થાત સર્વ અવસ્થાઓ ભયંકર છે. ધર્મદ્રષ્ટિ વિનાનો આત્મા બાલ્યકાલમાં માવડીમુખો, તરૂણ અવસ્થામાં તરૂણીમુખો અને વૃદ્ધાવસ્થામાં પુત્રમુખો બન્યો રહે છે પણ અંતર્મુખો કદીજ નથી બનતો એ કારણે એની સઘળીજ અવસ્થાઓ ઘણીજ ભયંકર રીતિએ પસાર થાય છે. યુવાવસ્થાની બન્ને બાજ: “મનુષ્યપણાની સઘળીજ અવસ્થાઓ ભયંકર છે.” એ વાત તદન સાચી છે, તેમ “ધર્મભાવ આવી જાય તો એ સઘળીજ અવસ્થાઓ મનોહર પણ છે.’ એ વાત પણ તદનજ સાચી છે. આમ છતાં પણ એ ગતિની જે યુવાવસ્થા, તેની બન્ને બાજુ કમાલ કરનારી છે. યુવાવસ્થા એ ઉન્માદાવસ્થા છે અને ઉન્માદાવસ્થામાં યોગ્યાયોગ્યનો વિવેક કરવાની તાકાત નથી હોતી.' આ વાત તદન સાચી હોવા છતાં પણ જો એ અવસ્થામાં વિવેક જાગી જાય તો યુવાન, જેમ ભોગમાં કમાલ કરે છે તેમ ત્યાગમાં પણ કમાલજ કરે. યુવાવસ્થા એવી છે કે ધાર્યું કામ પાર પાડે. ભોગમાં લીન થયેલા યુવકને શાસ્ત્ર ઉન્મત્ત તરીકે ઓળખાવે છે : કારણ કે-એની હાલત ભયંકર હોય છે, એજ કારણે ભોગમાં પડેલા યુવકનો સહવાસ પણ ભયંકર છે. યુવક, વિકારી અને ભોગમાં લીન બન્યો કે એના વિચાર તથા વર્તન ભયંકર થાય છે એટલે એનો સહવાસ પણ દુનિયા માટે ભયંકર થાય છે. એ ઉન્માદી માટે આ દુનિયામાં ન કરવા જોણું કાંઈ જ નથી હોતું. વિષયાધીન તથા અર્થકામનો પ્રેમી હોઈ ઉન્મત્ત બનેલો યુવાન, જે ન કરે એજ ઓછું : એજ કારણે એ યુવાવસ્થા ભયંકર ગણાય છે. એજ અવસ્થામાં જો આત્મા, વિવેકી બને અને ત્યાગ તરફ વળે તો એજ અવસ્થા કલ્પતરૂની માફક મનોહર બને અને વિશ્વને અનુપમ લાભ આપે : એજ કારણે યુવાવસ્થા એ આખી દુનિયાને શાંતિનો પયગામ પહોંચાડનારી તથા ધાર્યું કામ આપનારી પણ થાય. જેવી ધારણા હોય એવી અવસ્થા બનાવી શકાય છે : આથી સ્પષ્ટ છે કે-અવસ્થા એ સ્વભાવથી ખોટી નથી પણ કાર્યવાહી ખોટી છે જેને લઇને એ અવસ્થા નકામી ચાલી જાય છે. વિવેક તથા વિનય જાગૃત કરીને મોક્ષમાર્ગને સાધવા લાયક એવી એ અવસ્થામાં જો ભોગ તરફ વળાય તો ઉદ્ધતાઈ, સ્વચ્છંદતા વિગેરે આવેજ. અર્થકામના પ્રેમીને વિકાર થાય અને એમાં એ અવસ્થાનો ઉન્માદ ભળે પછી દશા ભયંકર બને એમાં શું આશ્ચર્ય છે? આ રીતિએ યુવાવસ્થાની બે બાજુ છે પણ એની મનોહર બાજુના ઉપાસક આત્માઓ વિરલજ હોય છે. સ્વતંત્રવાદનું ભૂત : Page 145 of 24
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy